પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓમાં સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, ફરજ પર હોય ત્યારે સજાગતા અને સતર્કતા સાથે કામ કરવા અને પરિવારના સભ્યો પર પડતા પ્રભાવ અને તેના ઉકેલ માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ મંડળ દ્વારા ફેમિલી સેફ્ટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલવે કર્મચારીઓમાં સેફ્ટી અંગે જાગૃતિ લાવવા, ફરજ પર હોય ત્યારે સજાગતા અને સતર્કતા સાથે કામ કરવા અને પરિવારના સભ્યો પર પડતા પ્રભાવ અને તેના ઉકેલ માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
મંડળ રેલ પ્રબંધક શ્રી સુધીર કુમાર શર્મા અને અધિકારીઓ દ્વારા આ સમયગાળા દરમિયાન, સિગ્નલ લોકેશન બુકનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ સિગ્નલ લોકેશન બુકમાં ડિવિઝનના તમામ સિગ્નલોની માહિતી સાથે, ડી એફ સી સેકશન ના સિગ્નલોની માહિતી પણ દર્શાવવામાં આવી છે. જે રનિંગ સ્ટાફ ને કામ આવનારી ઉપયોગી માહિતી છે.
શ્રી શર્મા અને હાજર અધિકારી દ્વારા રનિંગ સ્ટાફના પરિવાર સાથે વાતચીત પણ કરવામાં આવી હતી. સલામતી સેમિનારમાં રનિંગ સ્ટાફ અને તેમના પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્ટાફ અને પરિવારના સભ્યો પાસેથી રનિંગ માં કોઈપણ પ્રકારની સમસ્યા, પરેશાની અને સૂચનો અંગે માહિતી લીધી હતી. આ સેમિનારમાં સુરક્ષિત ટ્રેન સંચાલન માટે રનિંગ સ્ટાફ માટે ઘરનું સારું અને તણાવમુક્ત વાતાવરણ, રનિંગ સ્ટાફ દ્વારા ટ્રેન સંચાલન દરમિયાન કરવામાં આવતી સલામતી સંબંધિત સારી કામગીરી અને ટ્રેન સંચાલન દરમિયાન સમય ઉપલબ્ધ હોય ત્યારે સ્વાસ્થ્ય પર આધારિત ટૂંકી યોગા ફિલ્મ પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.
ડીઆરએમ શ્રી શર્માએ જણાવ્યું કે અમદાવાદ મંડળ પશ્ચિમ રેલવેમાં પ્રથમ ક્રમે છે. તેને જાળવવામાં રનિંગ સ્ટાફ મહત્વની ભૂમિકા ભજવે છે. હાલમાં સમગ્ર દેશમાં રેલવેની પ્રગતિની ગતિ ઝડપથી વધી રહી છે. આપણે પણ આપણું કામ ઈમાનદારીથી કરીને આગળ વધવું જોઈએ અને દેશ અને રેલ્વેની પ્રગતિ માટે કદમ થી કદમ મીલાવીને કામ કરવું જોઈએ.
આ સેમિનારમાં સિનિયર ડિવિઝનલ મિકેનિકલ એન્જિનિયર શ્રી જગદંબા પ્રસાદ અને મંડળ ના વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જમ્મુ કાશ્મીરનાં પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના સ્વર્ગસ્થ પિતા-પુત્રને તેમના ઘરે જઈ ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
"અમદાવાદની ટોચની 6 લગ્ઝરી સોસાયટીઓ વિશે જાણો, જ્યાં ગુજરાતના ધનાઢ્યો વૈભવી જીવનશૈલી જીવે છે. સત્યમેવ એલિસિયમ, ગોદરેજ ગાર્ડન સિટી, મીડોઝ, કાસા વ્યોમા, સુપર સિટી અને ઓર્કિડ વ્હાઇટફિલ્ડની આધુનિક સુવિધાઓ અને વિશેષતાઓની વિગતો મેળવો."
"સરખેજ પોલીસે અમદાવાદમાં નકલી પોલીસ બનીને એક શિક્ષકને લૂંટનાર સલીમ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓ સામે ૧૩ થી વધુ કેસ નોંધાયેલા છે. આ સમાચાર લેખમાં ઘટનાની સંપૂર્ણ વિગતો વાંચો."