FarMartએ ફૂડ પ્રોસેસર્સ માટે ભારતનું પ્રથમ ટેક સોલ્યુશન સૌદાબુક લોંચ કર્યું
ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઇન્ટેલિજન્ટ ફૂડ સપ્લાય નેટવર્ક FarMart તેના ટેક પ્લેટફોર્મ સૌદાબુકના લોંચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. દેશના ફૂડ સેક્ટરના આધુનિકીકરણની દિશામાં એક મજબૂત કદમ ભરતાં FarMart ભારતમાં તમામ ફૂડ પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે તેનું પોતાનું ઇઆરપી (ફારમાર્ટઓએસ) ખોલી રહ્યું છે.
ભારતના સૌથી ઝડપી વૃદ્ધિ સાધતા ઇન્ટેલિજન્ટ ફૂડ સપ્લાય નેટવર્ક FarMart તેના ટેક પ્લેટફોર્મ સૌદાબુકના લોંચની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે. દેશના ફૂડ સેક્ટરના આધુનિકીકરણની દિશામાં એક મજબૂત કદમ ભરતાં FarMart ભારતમાં તમામ ફૂડ પ્રોસેસર્સ અને મેન્યુફેક્ચરર્સ માટે તેનું પોતાનું ઇઆરપી (ફારમાર્ટઓએસ) ખોલી રહ્યું છે. સૌદાબુક ભારતનું પ્રથમ અને એકમાત્ર ટેક્નોલોજી સોલ્યુશન છે, જે ખાસ કરીને ફૂડ પ્રોસેસિંગ અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને સેવા પૂરી પાડે છે.
ભારતનું ફૂડ મેન્યુફેક્ચરિંગ સેક્ટર મર્યાદિત ઓટોમેશન, જટિલ સપ્લાય ચેઇન અને વિતરણની સમસ્યાઓ જેવાં પડકારોનો સતત સામનો કરે છે. ત્રણ મિલિયનથી વધુ ફૂડ પ્રોસેસિંગ બિઝનેસિસમાં ઘણાં પેઢીઓથી કુટુંબની માલીકીની એન્ટરપ્રાઇઝ છે, જેમની સાથે આ સેક્ટર 500 અબજ ડોલરના માર્કેટમાં નોંધપાત્ર યોગદાન આપે છે. ઘરેલુ વપરાશમાં વધારો અને નિકાસની તકોમાં વિસ્તરણ ઇન્ડસ્ટ્રીની વૃદ્ધિને બળ આપતું હોવા છતાં આ ક્ષેત્રમાં ટેકની સ્વિકાર્યતા અને ઓટોમેશન મર્યાદિત છે.
FarMartના સૌદાબુકનો ઉદ્દેશ્ય તેનું ઇઝી-ટુ-યુઝ પ્લેટફોર્મ ઓફર કરીને આ પરિસ્થિતિમાં બદલાવ લાવીને ફૂડ પ્રોસેસર્સ માટે સમગ્ર વર્કફ્લોના ડિજિટાઇઝેશનની સુવિધા પ્રદાન કરવાની છે. સૌદાબુક દ્વારા ઇન્ટેલિજન્ટ પ્રોક્યોરમેન્ટ પ્રોસેસ અપનાવીને બિઝનેસિસ ઉત્તમ ગુણવત્તા અને ડિલિવરી કંટ્રોલ મેળવી શકે છે, જેથી તેઓ ઇન્ડસ્ટ્રીની માગ સાથે ગતિ જાળવી રાખવા સક્ષમ રહે છે.
ઇન્ડસ્ટ્રી લીડર તરીકે FarMartએ ડેટા અને કોમર્સ પ્રોડક્ટ્સની રચના કરી છે, જેથી ઉચ્ચ ગુણવત્તા અને માન્યતા-પ્રાપ્ત કૃષિ પેદાશોની ડાયરેક્ટ ફાર્મ-ટુ-બિઝનેસ સપ્લાય ચેઇન સ્થાપિત કરી શકાય. તે 3.2 મિલિયન ખેડૂતો અને 250,000 ગ્રામ્ય સ્તરના એગ્રીગેટર્સનું મજબૂત નેટવર્ક ધરાવે છે, જેઓ પ્લેટફોર્મ ઉપર તેમના ઉત્પાદનોનું વેચાણ કરે છે તેમજ 2000થી વધુ પ્રોસેસર્સ અને મોટા ફૂડ બિઝેનેસિસ પ્લેટફોર્મ ઉપરથી ખરીદી કરે છે. સૌદાબુક સાથે ભારતીય ફૂડ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી અને ભારતીય કૃષિ સમુદાયો વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બન્યું છે.
આ લોંચ વિશે FarMartના સહ-સ્થાપક અને સીઇઓ અલેખ સંઘેરાએ કહ્યું હતું કે, “સૌદાબુક સાથે અમે એક સમાવિષ્ટ અને સમૃદ્ધ ફૂડ ઇકોનોમીની કલ્પના કરી રહ્યાં છીએ, જ્યાં દરેક હીતધારકને અદ્યતન ટેક્નોલોજીનો લાભ થાય. અમારું મક્કમપણે માનવું છે કે ડિજિટાઇઝેશન આપણા અર્થતંત્રમાં ફૂડ અને કૃષિનું યોગદાન બમણું કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે તથા તેનાથી ખેડ઼ૂતોની આવકમાં વધારો થશે તથા વિશ્વભરમાં સુરક્ષિત અને પોષણયુક્ત આહારની એક્સેસ સુનિશ્ચિત કરી શકાશે.”
યુપી રોલર ફ્લોર મિલર્સ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ધર્મેન્દ્ર જૈને કહ્યું હતું કે, “હાલમાં ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી ખૂબજ વિખરાયેલી છે અને ધીમે-ધીમે ડિજિટલની દિશામાં આગળ વધી રહી છે. હું સૌદાબુકની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું કારણકે આ ટેક્નોલોજી મૂલ્યને અનલોક કરવાની તથા આપણી ઇન્ડસ્ટ્રીને વધુ વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવાની ક્ષમતા ધરાવે છે. સમગ્ર દેશમાં સોર્સિંગ નેટવર્ક સ્થાપિત કરવા FarMartના ના પ્રભાવશાળી ટ્રેક રેકોર્ડને જોતાં સૌદાબુક ચોક્કસપણે મેક ઇન ઇન્ડિયા પ્રત્યે તેમની કટીબદ્ધતાને નવી ઊંચાઇએ લઇ જશે.”
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.
કર્મચારીઓ માટે Dearness Allowance (DA) કહેવામાં આવે છે, જ્યારે પેન્શનરો માટે તેને મોંઘવારી રાહત (DR) કહેવામાં આવે છે. આ વધારાનો લાભ તમામ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને મળશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો જાહેર કરી શકે છે.
આજે બજારમાં મજબૂત ગતિ સાથે વેપાર શરૂ થયો. તમને જણાવી દઈએ કે સોમવારે પણ શેરબજાર રિકવરી સાથે બંધ થયું હતું. ગઈકાલે, BSE સેન્સેક્સ 341.04 પોઈન્ટના વધારા સાથે 74,169.95 પોઈન્ટ પર અને નિફ્ટી 111.55 પોઈન્ટના વધારા સાથે 22,508.75 પોઈન્ટ પર બંધ થયો હતો.