ફાસ્ટ્રેક દ્વારા લિમિટલેસ FS1 સ્માર્ટવૉચ લૉન્ચ કરવામાં આવી, એમેઝોન ઈન્ડિયા ઉપર માત્ર રૂપિયા 1995માં ઉપલબ્ધ થશે
ભારતની સૌપ્રથમ 1.95 હોરાઇઝન કટ ડિસ્પ્લે સ્માર્ટવૉચ અભૂતપૂર્વ એક્યુરસી અને ઝડપી પ્રોસેસર સાથે ઉપલબ્ધ થશે
ભારતની સૌથી વિશાળ યુથ અને એક્સેસરી બ્રાન્ડ ફાસ્ટ્રેકે તેના સ્માર્ટવૉચ સેગ્મેન્ટનો વિસ્તાર કર્યો છે, જેમાં એમેઝોન ફૅશનની સાથે મળીને જનરેશન ઝેડની આકાંક્ષાઓને પૂરી કરે તેવી ફૅશન ટેક સિરીઝ- લિમિટલેસ લૉન્ચ કરી છે. સ્ટાઈલ ડિઝાઇનમાં શ્રેષ્ઠ ફાસ્ટ્રેક લિમિટલેસ એએસ1 (Fastrack Limitless FS1) માં વધુ ઝડપી અને અત્યંત આધુનિક એટીએસ ચિપસેટ છે જેનાથી સિંગલ સીન્ક બીટી કૉલિંગ સુવિધા સાથે તદ્દન સરળતાથી કૉલ કરી શકાશે. આ સ્માર્ટવૉચ 11મી એપ્રિલથી એમેઝોન ફૅશન ( Amazon Fashion ) ઉપર માત્ર રૂપિયા 1995માં ઉપલબ્ધ થશે.
લિમિટલેસ FS1 આ શ્રેણીની એવી સૌપ્રથમ સ્માર્ટવૉચ છે જે 1.95” હોરાઇઝન કર્વ ડિસ્પ્લે આપે છે. બ્રાન્ડ દ્વારા અત્યાર સુધીની આ સૌથી વિશાળ ડિસ્પ્લે છે જેમાં વર્ચ્યુઅલ સહાયક એલેક્સા ઈનબિલ્ટ આવશે, જેથી તમારી ફિટનેસ અને તંદુરસ્તીની તમામ જરૂરિયાત ઉપર નજર રાખી શકાય. ફાસ્ટ્રેકે તેની લિમિટલેસ સિરીઝ સાથે સ્માર્ટવૉચ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે અને તેના ગ્રાહકો માટે હજુ ઘણું નવું આવી રહ્યું છે. આ સ્માર્ટવૉચમાં BT v5.3 ટેકનોલોજી જોડાવાથી તથા સીમલેસ ટચ એક્સપિરીયન્સ થવાથી ગ્રાહકોને ઝીરો લૅગ કનેક્ટિવિટી મળી રહેશે. લિમિટલેસ સિરીઝમાં પાંચ સ્માર્ટવૉચ હશે અને FS1 પ્રથમ પ્રોડક્ટ છે જેમાં નવી અને વિશાળ 1.95” ડિસ્પ્લે છે.
લિમિટલેસ સિરીઝની સૌથી પ્રથમ સ્માર્ટવૉચ FS1 તમામ ગ્રાહકોને સંતોષશે, કેમ કે ખાસ કરીને તે નેક્સ્ટ જનરેશન ATS ચિપસેટ સાથે આવે છે જેનાથી અવરોધ રહિત કનેક્ટિવિટી અને ઝડપી પરફોર્મન્સ મળશે. આ સ્માર્ટવૉચમાં સ્ટ્રેચ મોનિટરિંગ, ઑટો સ્લીપ ટ્રેકિંગ તથા ચોવીસે કલાક હાર્ટરેટ મોનિટરિંગ સહિત આધુનિક આરોગ્ય મોનિટરિંગ ફીચર્સ સામેલ છે. લિમિટલેસ FS1 લૉન્ચ કરવા અંગે મંતવ્ય આપતા ટાઇટન કંપની લિમિટેડના સ્માર્ટ વેરેબલ્સના સીઓઓ શ્રી રવિ કુપ્પુરાજે જણાવ્યું કે, “લિમિટલેસ સિરીઝ સાથે અમે આધુનિક સ્માર્ટવૉચ દાખલ કરી રહ્યા છીએ જે તેની કામગીરી અને સ્ટાઇલને કારણે ગ્રાહકોનું ધ્યાન ખેંચશે. નવી લિમિટલેસ સિરીઝમાં ફાસ્ટ્રેક લિમિટલેસ FS1 સૌપ્રથમ છે, અને તેમાં એલેક્સા ઈનબિલ્ટ છે,
પરિણામે ગ્રાહકોને તેમનાં કાંડા ઉપર શ્રેષ્ઠ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ મળશે તેનો વિશ્વાસ છે. ફાસ્ટ્રેકની ગુણવત્તાની પ્રતિબદ્ધતા તેનાં તમામ ઉત્પાદનનો મુખ્ય હિસ્સો છે અને આજના ગ્રાહકોને શ્રેષ્ઠ ફૅશન તથા ટેકનોલોજી ઑફર કરવા મક્કમ છીએ. આ લૉન્ચ ઈ-કોમર્સ ક્ષેત્રની અગ્રણી કંપની એમેઝોન સાથેની ભાગીદારીમાં થશે અને તે અમારા લાંબાગાળાના જોડાણનું પ્રમાણ છે.” એમેઝોન ફૅશનના વડા અને ડિરેક્ટર સૌરભ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “ફાસ્ટ્રેકની સ્માર્ટવૉચ Limitless FS1 એમેઝોન ફૅશન ઉપર લૉન્ચની જાહેરાત કરતા અમને આનંદ થાય છે. ફૅશન અને વિશ્વસ્તરનાં ઉત્પાદનો અંગે ફિટનેસ માટે સભાન જનરેશન ઝેડના ગ્રાહકોમાં સ્માર્ટવૉચની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે.
લિમિટલેસ FS1 માં એવા ઘણા ફીચર છે જે યુવા ગ્રાહકોને આકર્ષશે, જેમ કે આધુનિક એટીએસ ચિપસેટ, સીમલેસ કૉલિંગ, ટચ એક્સપિરીયન્સ, અવરોધ રહિત કનેક્ટિવિટી તથા અત્યંત ઝડપી પરફોર્મન્સ. અમારો હેતુ ભારતમાં જે રીતે લોકો ફૅશનની ખરીદી કરી રહ્યા છે તેને બદલવાનો તથા પોષાય એવા દરે સરળતાથી ઉપલબ્ધ ચીજોનો પોર્ટફોલિયો વિસ્તારવાનો છે. આ સ્માર્ટવૉચ કામગીરી અને ફૅશનનો સમન્વય છે, જેમાં વ્યક્તિ 150 કરતાં વધુ વિકલ્પોમાંથી પસંદ કરીને વૉચ-ફેસ રાખી શકશે. તેમાં રનિંગ, સ્પ્રિન્ટિંગ તથા વૉકિંગ સહિત 100 કરતાં વધુ વિવિધ રમત પ્રવૃત્તિઓને રેકગ્નાઇઝ કરવાની સુવિધા છે. પ્રત્યેક વૉચ-ફેસ વિશિષ્ટ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે જેથી દરેક વ્યક્તિની પ્રતિભાને મેચ થઈ શકે અથવા તેઓ જે ઇવેન્ટમાં ભાગ લેતા હોય તેને અનુરૂપ ફેરફાર થઈ શકે. તેમાં સ્માર્ટ નોટિફિકેશન સુવિધા પણ છે તથા 10 દિવસ સુધીની બૅટરી લાઇફને કારણે તમે સતત કનેક્ટ રહી શકશો.
આ સ્માર્ટવૉચ બ્લેક, બ્લુ અને પિંક એમ ત્રણ રંગમાં ઉપલબ્ધ થશે. આ સ્માર્ટવૉચ સાથે ગ્રાહકો શ્રેષ્ઠ ફીચર તેમજ ઉત્તમ સ્ટાઇલિશ વેરેબલની ખાતરી રાખી શકે છે. ગ્રાહકને લિમિટલેસની સાથે ઇનબિલ્ટ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ એલેક્સાના શ્રેષ્ઠ અનુભવની ખાતરી આપવામાં આવે છે.
5G કનેક્ટિવિટી સાથે ઘણા નવા ફીચર્સ સામેલ છે. આજે અમે આ ફોનની સમીક્ષા કરી રહ્યા છીએ. ચાલો જાણીએ કે આ ફોન કઈ ખાસ ઓફર આપી રહ્યો છે.આવો જાણીએ આ ફોન વિશે.