બાપ કે હેવાન: બાળકના રડવાથી ઊંઘમાં પડી ખલેલ, કુહાડીથી કાપ્યું ગળું
એક પિતાએ તેના બાળકની હત્યા એટલા માટે કરી કે તેના રડવાથી તેની ઊંઘમાં ખલેલ પડી. પિતાએ ગુસ્સામાં કુહાડી વડે બાળકનું ગળું કાપી નાખ્યું.
ઉત્તર પ્રદેશના બાંદાને અડીને આવેલા ચિત્રકૂટ જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના 5 વર્ષના માસૂમ બાળકનું ગળું કાપીને હત્યા કરી નાખી છે. મળતી માહિતી મુજબ, રાત્રે બાળકના રડવાના કારણે તેની ઊંઘમાં ખલેલ પહોંચતા પિતા ગુસ્સે થયા હતા. ઊંઘમાં ખલેલ પડતાં ગુસ્સામાં પિતાએ કુહાડી વડે પોતાના જ પુત્રનું ગળું કાપી નાખ્યું. પોલીસે જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે સોમવારે આ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું કે રવિવારે રાત્રે મૌ પોલીસ સ્ટેશન વિસ્તારના દુવારી ગામમાં પિતાએ પોતાના બાળકની હત્યા કરી નાખી. મળતી માહિતી મુજબ, 35 વર્ષીય રાજકુમાર નિષાદે તેના 5 વર્ષના પુત્રની ગરદન કુહાડીથી કાપીને હત્યા કરી નાખી હતી.
મળતી માહિતી મુજબ, પુત્રનું ગળું કાપ્યા બાદ આરોપીએ પોતાને એક રૂમમાં બંધ કરીને આગ લગાવી દીધી હતી. અવાજ સાંભળીને આજુબાજુના ગ્રામજનોએ રૂમનો દરવાજો ખોલ્યો અને રાજકુમાર નિષાદને બચાવ્યો. આ પછી આરોપીને લોકોએ પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે બાળકની હત્યા માટે વપરાયેલી કુહાડી પણ મળી આવી છે.
પોલીસે બાળકની હત્યાના આરોપી રાજકુમાર નિષાદની ધરપકડ કરી ત્યારે પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. આરોપીએ જણાવ્યું કે રાત્રે સૂતી વખતે તેનો પુત્ર રડવા લાગ્યો, જેના કારણે તેણે ગુસ્સામાં આવીને કુહાડીથી તેની ગરદન કાપી નાખી.
ઓર્કેસ્ટ્રામાં ડાન્સ કરતી છોકરી પર સામૂહિક બળાત્કારની કથિત ઘટના પ્રકાશમાં આવી છે. અહેવાલો અનુસાર, આરોપીઓએ પહેલા નૃત્યાંગનાનું અપહરણ કર્યું અને પછી તેને જંગલમાં લઈ જઈને ગુનો કર્યો.
Lucknow Double Murder News: લખનૌથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક દીકરાએ નાના વિવાદને કારણે તેના માતા-પિતાની હત્યા કરી દીધી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને કેસની તપાસ ચાલુ છે.
કહેવાય છે કે શોખ મોટી વસ્તુ છે. પંજાબમાં ઘોડાઓના શોખીન યુવકને ઘોડી એટલી બધી ગમી કે તે તેને ખરીદવા બેંક લૂંટવા ગયો. તેણે બેંકો પણ લૂંટી હતી, પરંતુ સીસીટીવી કેમેરાના કારણે તે પકડાઈ ગયો હતો. પોલીસે તેની પાસેથી લૂંટનો માલ કબજે કર્યો છે.