FedEx એ નવી વિયેતનામ સર્વિસ શરૂ કરી
FedEx Corp.ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાંની એક FedEx એક્સપ્રેસ ઝડપી પરિવહન સમય સાથેની નવી ફ્લાઇટ સર્વિસ રજૂ કરીને વિયેતનામ અને ભારત વચ્ચે તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ સેવાઓને વધુ વધારી રહી છે.
મુંબઈ : FedEx Corp. (NYSE: FDX) ની પેટાકંપની અને વિશ્વની સૌથી મોટી એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટેશન કંપનીઓમાંની એક FedEx એક્સપ્રેસ (FedEx) ઝડપી પરિવહન સમય સાથેની નવી ફ્લાઇટ સર્વિસ રજૂ કરીને વિયેતનામ અને ભારત વચ્ચે તેની ઇન્ટરકોન્ટિનેન્ટલ સેવાઓને વધુ વધારી રહી છે.
31 ઓક્ટોબર, 2023થી અમલી, નવી ફ્લાઇટ સર્વિસ વિયેતનામના હો ચી મિન્હ સિટીથી અઠવાડિયામાં ચાર દિવસ સાંજના સમયે તેના સમર્પિત B767 માલવાહક વિમાનનો ઉપયોગ કરશે, જેનાથી ભારતમાં આયાતકારો માટે પરિવહન સમયમાં કામકાજના એક દિવસનો બચાવ થશે. કુલ નવ સાપ્તાહિક ફ્લાઇટ્સ હવે હો ચી મિન્હ સિટીથી ઉપડશે, જેથી શિપમેન્ટ હવે કામકાજના બે દિવસોમાં ભારતમાં પહોંચશે*.
FedEx તરફથી કામગીરીમાં આ વધારાથી ભારતના વ્યવસાયોને વિયેતનામના વિકસતા ઉત્પાદન કેન્દ્ર તરીકેની સ્થિતિનો લાભ મેળવવામાં મદદ કરશે. હાલમાં ભારત, વિયેતનામના ટોચના આઠ વેપારી ભાગીદારોમાંનું એક છે અને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય વેપારમાં વર્ષોથી સતત વૃદ્ધિ જોવા મળી છે.
નાણાંકીય વર્ષ એપ્રિલ 2022થી માર્ચ 2023ના ભારતીય ડેટા અનુસાર, દ્વિપક્ષીય વેપાર 2021-22ની તુલનામાં વાર્ષિક ધોરણે 4% વધ્યો છે અને 14.70 બિલિયન યુએસ ડોલર સુધી પહોંચ્યો છે.
FedEx એક્સપ્રેસના મધ્ય પૂર્વ, ભારતીય ઉપખંડ અને આફ્રિકા એર નેટવર્કના વાઇસ પ્રેસિડેન્ટ નીતિન તાતીવાલાએ જણાવ્યું હતું કે “વિકસતા ભારત-વિયેતનામ સંબંધો બંને રાષ્ટ્રોમાં વેપાર અને આર્થિક વિસ્તરણમાં વધારો કરવા માટે નવી વૃદ્ધિની તકો ખોલવાનું વચન આપે છે. પરિવહનના સમયમાં સુધારો થવાથી ભારતમાં આયાતકારોને વિયેતનામમાં વ્યવસાયો સાથે ઝડપી અને વધુ કાર્યક્ષમ સપ્લાય ચેઇન નેટવર્ક બનાવવામાં મદદ કરીને સ્પર્ધાત્મક લાભ મળી શકે છે. આનાથી વેપાર સરળ બને છે અને બંને દેશોમાં વ્યવસાયો, ખાસ કરીને એસએમઈના વિકાસને વેગ આપે છે.”
FedEx 1984થી ભારતમાં અને ત્યાંથી આયાત-નિકાસ વેપારને સમર્થન આપી રહી છે. નવી ફ્લાઇટ સર્વિસ સાથે, ભારતમાં વ્યવસાયો ઝડપી ડિલિવરી સમય સાથે સ્પર્ધાત્મક તાલ મિલાવી શકે છે. આ નવીનતમ જાહેરાત દેશમાં સેવાઓ સુધારવા અને કામગીરીને મજબૂત કરવા માટે કંપનીના સમર્પણની પુનઃપુષ્ટિ કરે છે.
દરો અને પરિવહન સમય સાથે ભારતમાં સર્વિસીસના અમારા સંપૂર્ણ પોર્ટફોલિયોની માહિતી માટે કૃપા કરીને FedEx શિપિંગ સર્વિસ સાઇટની મુલાકાત લો.
* ફ્લાઇટના ઉપડવાના સ્થળ તથા નિર્ધારિત સ્થળે પહોંચવાની ચોક્કસ વિગતો માટે, કૃપા કરીને અમારા ગેટ રેટ અને ટ્રાન્ઝિટ ટાઇમ પેજની મુલાકાત લો.
HDFC બેંક મુદતના આધારે 3 કરોડથી 5 કરોડ રૂપિયા સુધીની થાપણો પર સામાન્ય લોકોને 7.40 ટકા અને વરિષ્ઠ નાગરિકોને 7.9 ટકા સુધી વ્યાજ ચૂકવશે. ચાલો તમને એ પણ જણાવીએ કે HDFC બેંકે કયા પ્રકારની જાહેરાત કરી છે.
ONGC Recruitment 2025: ONGC માં જીઓફિઝિસ્ટ અને AEE ની ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે, જેના માટે ઉમેદવારો ONGC ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.
ભારતની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ અને વાયર્સ તથા કેબલ ઉત્પાદક આરઆર કાબેલ અમદાવાદમાં તેની કાબેલ સ્ટાર સ્કોલરશિપ પ્રોગ્રામ 2024ના વિજેતાની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે.