રાજપીપળામાં ફિલ્ટર પ્લાન્ટ 9 વર્ષ બાદ પુનઃ ચાલુ કરાયો, ફિલ્ટરવાળું શુદ્ધ પાણી હવે નગરજનોને મળશે
કરજણ ડેમમાંથી પાણી લઇ શુદ્ધ કરવા છતાં ઘરોમાં ડહોળું પાણી આવતી હોવાની બૂમથી પ્લાન્ટ બંધ કરવો પડયો હતો. જે અલગ સ્ટોરેજ સંપ બનાવી પાણી શુદ્ધ કરાયું.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપલા શહેર માં અંદાજિત 40 હજાર જેટલી વસ્તી છે. અને આટલી વસ્તી ને 4 થી 5 MLT પાણી ની જરૂરિયાત રહેતી પરંતુ રાજપીપળાની જનતા ને પાણી પહોંચી વળે એ માટે 6 MLT નો ફિલ્ટર પ્લાન્ટ 2011 માં 13 કરોડ ના ખર્ચે બનાવવામાં આવ્યો હતો, પરંતું કોન્ટ્રાક્ટર ની ભૂલો ને કારણે અને ચોમાસામાં કરજણ ડેમનું પાણી ડહોળું આવે જેને લઈને આ ફિલ્ટર પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો.જોકે યુવા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલે ટેક્નિકલ સ્ટાફ ની મિટિંગ કરી જરૂરી ડિઝાઇન ફરી બનાવી આ ફિલ્ટર પ્લાન્ટ ને સુધારી એક નવો સંપ બનાવી કેપેસીટી 9 MLT ની વધારી દીધી જેથી વસ્તી વધે કે પાલિકાનો વિસ્તાર વધે તો પણ પાણીની અછત ના સર્જાય એવી રીતે આ ફિલ્ટર પ્લાન્ટ બનાવાયો.
નર્મદા જિલ્લામાં પહાડી વિસ્તાર હોવાને કારણે રાજપીપલા શહેરમાં વધુ ક્ષાર વાળું પાણી આવે છે. જે પીવા લાયક નહતું જેથી રાજપીપલા નગરપાલિકા દ્વારા 13 કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવ્યો પરંતુ તે સફળ ના રહ્યો. કેમકે કરજણ યોજનાનું પાણી ચોમાસામાં ડોહળું આવતું હોય નગરવાસીઓની બૂમો ઉઠી એટલે બંધ કરી દીધી હતી. બાદમાં પાલિકા દ્વારા બોર બનાવી દરેક બોર ની ટાંકી પાસે ફિલ્ટર પ્લાન્ટ મૂકી શહેરમાં પીવાનું પાણી પહોંચાડવામાં નું શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ દિવસે દિવસે પાણી નો વપરાશ વધતા પાલીકા માટે ચિંતાનો વિષય બન્યો હતો માટે પાલિકા પ્રમુખ કુલદિપસિંહ ગોહીલે બંધ પ્લાન્ટ ને ફરી રીનોવેશન કરી નવો સંપ બનાવી પાઇપલાઇનો નું ટેસ્ટિંગ કરી આખા નગરની ટાંકીઓ આ શુદ્ધ પાણી થી ભરવામાં આવી અને હવે નગરવાસીઓને ફિલ્ટર વાળું શુદ્ધ પાણી મળતું થયું છે.
8મી અદાણી અમદાવાદ મેરેથોનમાં સ્થાનિક લોકોના ઉત્સાહનું અવિશ્વસનીય પ્રદર્શન જોવા મળ્યું, કારણ કે આ બહુ-અપેક્ષિત વાર્ષિક ઇવેન્ટમાં ભાગ લેવા હજારો લોકો એકઠા થયા હતા.
સરકારે જામખંભાળિયા, દેવભૂમિ દ્વારકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી છે, જે ખેડૂતોને ખૂબ જ જરૂરી રાહત આપે છે. આ પહેલા સરકારી ખરીદીમાં વિલંબને કારણે ખેડૂતો તેમની મગફળી નીચા બજાર ભાવે વેચતા હતા.
રાજકોટ-અમદાવાદ હાઇવે, જેને રૂ. 3,350 કરોડથી વધુના ખર્ચે સિક્સ-લેન રોડ તરીકે અપગ્રેડ કરવામાં આવ્યો છે, તેની ટોલ વસૂલાત પ્રણાલીમાં મોટો ફેરફાર થવાનો છે.