ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે પશ્ચિમ ભારતમાં કામગીરી વિસ્તારી, પ્રદેશમાં 275 આઉટલેટનું મજબૂત નેટવર્ક
ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકે પશ્ચિમ ભારતમાં ઉપસ્થિતિ મજબૂત કરી, ‘વિશ મોર ગેટ મોર’ બેંકિંગનો માર્ગ મોકળો કર્યો. બેંકનો ઉદ્દેશ્ય રાજ્યોમાં સામાજિક અને આર્થિક પ્રગતિમાં સકારાત્મક યોગદાન આપવાનો તથા પ્રદેશમાં નાણાકીય સશક્તિકરણને મજબૂત કરવાનો છે.
મુંબઇ, ઓક્ટોબર, 2023: નવીન અને સમાવિષ્ટ બેંકિંગ થીમ માટે જાણીતી ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા અને મધ્ય પ્રદેશનો સમાવેશ કરતાં પશ્ચિમ પ્રદેશમાં તેની ઉપસ્થિતિમાં વધારો કરવા માટે સજ્જ છે. નાણાકીય સમાવેશીકરણ માટે અતૂટ પ્રતિબદ્ધતા સાથે બેંક ટેક્નોલોજી અને ઇનોવેશનના પાવરનો ઉપયોગ કરીને પ્રદેશના અર્થતંત્રમાં યોગદાન આપવાનું લક્ષ્ય ધરાવે છે. બેંકે મુંબઇ અને પૂણે શહેરોમાં નવા બેંકિંગ આઉટલેટનું ઉદ્ઘાટન કરતાં પ્રદેશમાં બ્રાન્ચની કુલ સંખ્યા 275 (273 બ્રાન્ડ અને 2 બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ) થઇ છે.
અદ્યતન ટેક્નોલોજીના અમલીકરણ અને ગ્રાહક-કેન્દ્રિત અભિગમ સાથે બેંક તેના ગ્રાહકો માટેનો બેંકિંગ અનુભવ પુનઃવ્યાખ્યાયિત કરવા માગે છે. આ સીમાચિહ્ન પોતાની ઉપસ્થિતિ વિસ્તારવામાં તથા ગ્રામીણ, રિટેઇલ અને સમૃદ્ધ ગ્રાહકોની વૈવિધ્યસભર જરૂરિયાતોને પૂર્ણ કરવા વિશિષ્ટ અને વ્યાપક બેંકિંગ સેવાઓ દ્વારા તેમને સશક્ત કરવાની બેંકની સફરમાં મહત્વપૂર્ણ પગલું છે.
વર્તમાન બિઝનેસ વર્ટિકલના વિસ્તરણ ઉપરાંત બેંક પ્રાદેશિક વૃદ્ધિમાં પણ સામેલ થવાની મહાત્વાકાંક્ષી યોજના ધરાવે છે. આ યોજનાઓમાં નવીન સોલ્યુશન્સ સામેલ છે, જે પ્રદેશની માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઇઝ ઇકોસિસ્ટમને બળ આપવાની સાથે નવી તકોનું સર્જન કરશે. બેંક નજીકના ભવિષ્યમાં આ યોજનાઓનું અનાવરણ કરવા માટે સજ્જ છે.
આ પ્રસંગે ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંકના એમડી અને સીઇઓ રાજીવ યાદવે કહ્યું હતું કે, “બેંક પશ્ચિમ ભારતમાં ડિજિટલ બેંકિંગના પાવરને રજૂ કરવા માટે કટીબદ્ધ છે. મુંબઇ અને પૂણેમાં નવી બ્રાન્ચ અમારી ઉપસ્થિતિને વિસ્તારવાની સાથે-સાથે હાઇ-ટેક, સર્વાંગી બેંકિંગ મોડલ પણ સુનિશ્ચિત કરે છે, જે વધુ વ્યક્તિઓ અને વ્યવસાયો સુધી પહોંચે છે. નવીન ફાઇનાન્સિયલ સોલ્યુશન પ્રદાન કરવાની અમારી કટીબદ્ધતા અતૂટ છે અને આ વિસ્તરણ તેનો પુરાવો છે.”
આ વિસ્તરણ દ્વારા ફિનકેર સ્મોલ ફાઇનાન્સ બેંક ડિજિટલ નાણાકીય સમાવેશીકરણ અને પ્રદેશની આર્થિક વૃદ્ધિને બળ આપવાની દિશામાં વધુ એક કદમ ભરી રહી છે. બેંક ઉજ્જવળ ભાવિની અપેક્ષા સાથે સમુદાયની સેવા અને પ્રદેશની સમૃદ્ધિમાં યોગદાન આપવાની કટીબદ્ધતાને પુનઃરજૂ કરે છે.
31 માર્ચ, 2023 સુધીમાં બેંક 19 રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશોમાં 1,231 બેંકિંગ આઉટલેટનું નેટવર્ક ધરાવે છે, જે 338 જિલ્લાઓ અને 57,186 ગામડાઓને આવરી લે છે. બેંક 42 લાખથી વધુ ગ્રાહકોને સેવા આપે છે અને 14,000થી વધુ કર્મચારીઓ ધરાવે છે.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.