રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમના રિબ્રાન્ડિંગ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં IIMના પાંચ યુવાઓ સહયોગ કરશે
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
ગુજરાત સરકારના સાહસ ગરવી ગુર્જરી એમ્પોરિયમને રિબ્રાન્ડ અને રિપોઝિશનીંગ પ્રોજેક્ટમાં ભારતની પ્રતિષ્ઠિત મેનેજમેન્ટ સંસ્થા IIMના પાંચ યુવાઓનો સહયોગ મળતો થશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં આ યુવાઓએ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી. ગરવી ગુર્જરી દ્વારા તાજેતરમાં આ પ્રોજેક્ટમાં કામ કરવા સહયોગ માટે દેશની પ્રીમિયમ મેનેજમેન્ટ કોલેજીસનો સંપર્ક કરવામાં આવેલો હતો.
તદઅનુસાર IIMના પાંચ અત્યંત સક્ષમ યુવાઓએ પાંચથી સાત સપ્તાહના સમયગાળા માટે આ પ્રોજેક્ટમાં કોઈ પણ વેતન માન લીઘા વિના મદદરૂપ થવાની ઈચ્છા દર્શાવી છે.
આ યુવાઓમાં IIM અમદાવાદ ત્રણ અને બેંગાલુરૂના બે યુવાઓનો સમાવેશ થાય છે. આ યુવાઓ ગરવી ગુર્જરીના જે પ્રોજેક્ટમાં સહાયક બનવાના છે, તેમાં ઓનલાઇન વિઝિબિલિટી અને રીચ વધારવાના હેતુથી ડિઝીટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા માર્કેટિંગ સ્ટ્રેટેજી, બ્રાન્ડ પોઝિશનીંગ અને કોમ્પિટિશન તથા રિબ્રાન્ડિંગ, એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ, ઉપભોક્તા વર્તણૂક અને વિશ્લેષણ જેવા ગહન વિષયો આવરી લીધા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આ યુવાઓએ પોતાના પ્રોજેક્ટ કાર્ય વિશે માહિતગાર કર્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ તેમના યોગદાનની સરાહના કરતા ગ્રામીણ કારીગરોની બનાવટ સહિતના ગરવી ગુર્જરીના ઉત્પાદનોના વેચાણ માટેની વ્યવસ્થાઓને સમયાનુકુલ અદ્યતન બનાવવામાં આ યોગદાન ઉપયુક્ત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. કુટિર ઉદ્યોગ સચિવ શ્રી પ્રવીણ સોલંકી તેમજ ગરવી ગુર્જરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંધુ અને અધિકારીશ્રીઓ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ સ્ટ્રીટ ફૂડ ગાઇડમાં જાણો શહેરના શ્રેષ્ઠ ખાણીપીણીના સ્થળો, લોકપ્રિય વાનગીઓ જેમ કે ફાફડા, ઢોકળા અને પાણીપુરી, અને સ્વાદનો અનુભવ લેવાની ટિપ્સ. આ લેખ તમને લઈ જશે અમદાવાદના સ્ટ્રીટ ફૂડની દુનિયામાં!
આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી પરંતુ પેટ્રોલ પંપના કર્મચારીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડના વાહનો આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
IIM અમદાવાદે દુબઈમાં તેના પ્રથમ આંતરરાષ્ટ્રીય કેમ્પસના ઉદઘાટનની જાહેરાત કરી છે જે સપ્ટેમ્બર 2025 થી શરૂ થવાનું છે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓના વૈશ્વિક વિસ્તરણમાં આ એક મહત્વપૂર્ણ પગલું છે.