Share Market Today: શેરબજારમાં આજે સપાટ શરૂઆત, સેન્સેક્સ 77000ને પાર
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
બજારના વિશ્લેષકો યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્રેડ ટેરિફના અમલીકરણમાં વિલંબને ફ્લેટ ઓપનિંગ માટે જવાબદાર માને છે. આ નિર્ણયથી ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ બંનેમાં ઘટાડો થવાની ધારણા છે, જે ભારત જેવા બજારો માટે સાનુકૂળ માનવામાં આવે છે.
સપાટ શરૂઆત છતાં, વ્યાપક બજારનું વલણ સકારાત્મક રહે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર, 1,694 શેરો લીલા રંગમાં હતા, જ્યારે 599 શેરો લાલ રંગમાં હતા. મિડકેપ અને સ્મોલકેપ બંને શેરોએ મિશ્ર હલચલ દર્શાવી હતી, જેમાં નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 154 પોઈન્ટ અથવા 0.28% ઘટીને 54,952 પર અને નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સ 7 પોઈન્ટ અથવા 0.02% વધીને 17.86 પર છે.
સેન્સેક્સ પેકમાં ટોપ ગેઇનર્સમાં અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા મોટર્સ, આઇટીસી, સન ફાર્મા, એલએન્ડટી, ઇન્ફોસિસ, ટાટા સ્ટીલ, નેસ્લે, એશિયન પેઇન્ટ્સ, એચડીએફસી બેન્ક અને ટીસીએસ હતા. બીજી તરફ ઝોમેટો, કોટક મહિન્દ્રા, એનટીપીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ અને ભારતી એરટેલ ટોપ લુઝર હતા.
ઓટો, આઈટી, ફાર્મા, એફએમસીજી, મેટલ, મીડિયા, એનર્જી અને ઈન્ફ્રા જેવા સેક્ટરમાં સકારાત્મક ચાલ જોવા મળી હતી, જ્યારે પીએસયુ બેન્ક, રિયલ્ટી અને પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં દબાણ જોવા મળ્યું હતું.
નિષ્ણાતો સૂચવે છે કે નિફ્ટીને 23,250 અને ત્યારબાદ 23,100 અને 23,000ના સ્તરે સપોર્ટ મળી શકે છે. અપસાઇડ પર, પ્રતિકાર સ્તરો 23,400, 23,500 અને 23,700 પર છે.
દરમિયાન, સોમવારે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડે નિમિત્તે યુએસ શેરબજારો બંધ રહ્યા હતા, પરંતુ મોટાભાગના એશિયન બજારો લીલા રંગમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટના કારણે દેશના અનેક શહેરોમાં તેલની કિંમતોમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોમવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ પછી દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા શેરબજારમાં તેજી જોવા મળીસોમવારે ભારતીય શેરબજારો મોટે ભાગે ફ્લેટ રહ્યા હતા, કારણ કે રોકાણકારો યુનાઇટેડ સ્ટેટ્સના 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણની રાહ જોઈ રહ્યા હતા.