પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે પુષ્પાંજલિ અર્પણ કરાઈ
વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
વિદેશમાં રહીને ભારતની આઝાદીના ચળવળમાં પોતાનું અમુલ્ય યોગદાન આપનાર સ્વાતંત્ર્ય સેનાની પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની ૧૬૫મી જન્મજયંતિ નિમીત્તે વિધાનસભા પોડિયમ ખાતે આવેલા તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી હીરજીભાઈ કારણીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ શાહે તેમના તૈલચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ગુજરાત સરકારના પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ શાહે શ્રદ્ધાસુમન પાઠવ્યા બાદ જણાવ્યું હતું કે, પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ વિદેશમાં રહીને ભારતની આઝાદીમાં પોતાનું અમુલ્ય યોગદાન આપ્યું હતું. તેમનું સ્વપ્ન હતું કે, તેમના અસ્થીઓને ભારતમાં લઈ જવામાં આવે. તેમના મૃત્યુ બાદ તેમના અસ્થિઓને જિનીવા ખાતે સુરક્ષિત રાખવામાં આવ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના ૫૫ વર્ષો બાદ સ્વિત્ઝર્લૅન્ડથી તેમના અસ્થિને દેશમાં લાવી તેમના અંતિમ સ્વપ્નને સાકાર કર્યું હતું.
આ વેળાએ ગુજરાત વિધાનસભાના સંયુક્ત સચિવ શ્રીમતી રીટાબહેન મહેતા તથા વિધાનસભાના અન્ય અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
નવું આધાર ગવર્નન્સ પોર્ટલ જીવનને સરળ બનાવશે, સેવાઓને વધુ લોકો માટે મૈત્રીપૂર્ણ બનાવશે અને નાગરિકો-કેન્દ્રિત સેવાઓની પહોંચમાં સુધારો કરશે.
રાજ્ય સરકાર દ્વારા ‘ડિજિટલ ગુજરાત’ અંતર્ગત વર્ષ ૨૦૧૮ થી બિનખેતીની અરજીઓ માટે ઓનલાઈન મંજૂરી આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જે હેઠળ તા. ૩૧ ડિસેમ્બર ૨૦૨૪ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ગાંધીનગર જિલ્લામાં ૪,૧૧૫ બિન ખેતીની અરજીઓ મંજૂર કરવામાં આવી છે.
પીડિતાઓને ન્યાય અપાવવા રાજ્ય સરકાર દ્વારા દુષ્કર્મના ગુનામાં ગુનેગારો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થતી રહેશે: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી.