દાહોદ જિલ્લામાં લીમખેડા તાલુકામાં આવેલો ઉમરિયા ડેમ ઓવરફ્લો
વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓફરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે.
દાહોદ: વરસાદની આગાહીના પગલે તાજેતરમાં પડી રહેલા વરસાદના કારણે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના ઉમરિયા ડેમમાં ઓવરફ્લો થતા આ ડેમની પૂર્ણ સપાટી ૨૮૫.૦૦ મીટરની છે. આજની તા.૧૬/૦૯/૨૦૨૩ના રોજ બપોરે ૨:૦૦ કલાકે આ ડેમની સપાટી ૨૮૫.૦૦ મીટરે પહોંચી છે. પાણીથી હાલ ભરેલો છે. અને પાણીની આવક વધવાની શકયતાએ હાલની સપાટી હાઈ એલર્ટ સ્ટેજના લેવલે થયેલ છે.
આ શક્યતાઓને ધ્યાને લઇને જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને ડિઝાસ્ટર શાખા મામલતદાર દ્વારા ડેમના હેઠવાસના લીમખેડા તાલુકાના અગારા, આંબા, પટવાણ, ચેડીયા, ઢઢેલા, કુણધા, નિનામના ખાખરીયા, વિસંલગા, પાડોળા મળી દશ ગામોને સાવચેતીના પગલે સબંધિત સ્થાનિક લોકો ગ્રામ પંચાયત તેમજ તલાટી કમ મંત્રી, મામલતદાર, પ્રાંત અધિકારી તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપવામાં આવી છે તેમ મામલતદાર ડિઝાસ્ટરની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.