૧૯મી વખત AMA એઆઈએમએનો બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ કેટેગરી-૧ જીત્યું
અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (એએમએ) ભારતમાં મેનેજમેન્ટ પ્રોફેશનની રાષ્ટ્રીય સર્વોચ્ચ સંસ્થા, ઓલ ઈન્ડિયા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમોટર અને સ્થાપક-સભ્યો પૈકીમાનું એક છે. દર વર્ષે એઆઈએમએ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન્સને "બેસ્ટ લોકલ મેનેજમેન્ટ એસોસિએશન એવોર્ડ" એનાયત કરે છે.
અમને એ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે નવી દિલ્હી ખાતે આયોજિત એઆઈએમએના ૫૦મા નેશનલ મેનેજમેન્ટ કન્વેન્શન 'વાઇબ્રન્ટ ઇન્ડિયાઃ રિઇમેજિંગ ધ ઇન્ડિયન ડ્રીમ' દરમિયાન ૨૭મી સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રતિષ્ઠિત વક્તાઓ, સીઈઓ, મંત્રીઓ અને વિચારશીલ નેતાઓ ઉપસ્થિતિમાં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનને એઆઈએમએનો શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિએશનનો એવોર્ડ ૨૦૨૨- ૨૦૨૩ એનાયત કરવામાં આવ્યો હતો. આ સાથે, એએમએ વ્યાવસાયિક સંચાલનમાં તેના ઉત્કૃષ્ટ યોગદાન માટે ૧૯૯૦થી ૨૦૨૩ દરમિયાન ૧૯ વખત એઆઈએમએ દ્રારા શ્રેષ્ઠ સ્થાનિક મેનેજમેન્ટ એસોસિયેશન એવોર્ડ કેટેગરી-૧ જીત્યું છે.
મુખ્ય અતિથિ શ્રી એસ. સોમનાથ – સેક્રેટરી,ડીપાર્ટમેન્ટ ઓફ સ્પેસ અને ચેરમેન, ઈસરો, સ્પેસ કમિશન દ્રારા એએમએના તાત્કાલિક ભૂતપૂર્વ પ્રમુખ શ્રી દિવ્યેશ રાડિયા; એઆઈએમએ અને એએમએના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાજીવ વસ્તુપાલ; અને એએમએના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી ઉન્મેષ દીક્ષિતને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો. એએમએ ડૉ. વિક્રમ સારાભાઈના વારસાને આગળ ધપાવવા અને અને મેનેજમેન્ટ ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે માટે કટીબધ્ધ છે.
કૃપા કરીને એવોર્ડ સેરેમનીની ઝલક માટે જોડાયેલ ફોટોગ્રાફ જુઓ. વધુ વિગતો માટે કૃપા કરીને અમને ૦૭૯-૨૬૩૦૮૬૦૧ પર કૉલ કરો અથવા અમારી વેબસાઇટની મુલાકાત લો: www.amaindia.org
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.