અમદાવાદના ઇતિહાસમાં સર્વપ્રથમ વખત ૩૫ જૈન દીક્ષાનો વિક્રમસર્જક વીરવ્રતોત્સવ
જૈનધર્મના અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિર્વાણનાં ૨,૫૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૩૫ મુમુક્ષુઓ ૨૨ એપ્રિલ, ૨૦૨૪ના શુભ દિને સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે.
અમદાવાદમાં જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં પાંચ પરિવારો એવા છે કે તેમની દીક્ષા સાથે તેમનાં ઘરોને તાળાં લાગી જશે અને સમગ્ર પરિવાર પ્રભુ વીરના પંથે વિચરશે.
સુરતમાં રહેતા સંજયભાઈ માણિકચંદ સાદરીયા ટેક્સટાઇલ માર્કેટમાં મોટા વેપારી છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં દીક્ષા ગ્રહણ કરી હતી. હવે સંજયભાઈ અને તેમનાં શ્રાવિકા બીનાબહેન પણ દીક્ષા ગ્રહણ કરશે ત્યારે સમગ્ર પરિવાર ઘર છોડીને ઉપાશ્રયમાં વસતો થઈ જશે.
મુંબઈમાં રહેતા કાપડના વેપારી જશવંતભાઈ શાંતિલાલ શાહ અને તેમનાં શ્રાવિકા દીપિકાબહેન અમદાવાદમાં દીક્ષા ગ્રહણ કરવાનાં છે. તેમના બે જોડિયા પુત્રો અગાઉ જ દીક્ષા ગ્રહણ કરીને પ્રભુ શ્રી મહાવીરના પંથે પ્રયાણ કરી ચૂક્યા છે.
જશવંતભાઈના નાના ભાઈ મુકેશભાઈના પરિવારમાં તેમનાં શ્રાવિકા મોનિકાબહેન ઉપરાંત પુત્ર હિત અને પુત્રી ક્રિશા છે. હવે સમગ્ર પરિવાર સર્વસ્વનો ત્યાગ કરવાનો છે.
સુરતમાં રહેતાં જગદીશભાઈ મહાસુખલાલ શાહ અને તેમનાં શ્રાવિકા શિલ્પાબહેન દીક્ષા અંગિકાર કરશે. તેમનો એકનો એક પુત્ર ૨૦૨૧માં દીક્ષા અંગિકાર કરી ચૂક્યો છે.
અમદાવાદમાં રહેતા ભાવેશભાઈ ગિરીશભાઈ ભંડારી રિયલ એસ્ટેટનો બહોળો કારોબાર ધરાવે છે. તેઓ તેમનાં શ્રાવિકા જિનલબહેન સાથે દીક્ષા લેવાના છે. તેમના પુત્રે અને પુત્રીએ વર્ષ ૨૦૨૧માં સુરત ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. ભાવેશભાઈ ૩૫ દીક્ષા નિમિત્તે અમદાવાદમાં વસતા ૪૦,૦૦૦ જૈન પરિવારોમાં મિઠાઈનું વિતરણ કરી રહ્યા છે.
દીક્ષા ગ્રહણ કરનારા દરેક મુમુક્ષુઓ વિશિષ્ટ પ્રતિભાના સ્વામી છે. મુંબઈમાં રહેતી હીનલકુમારી સંજયભાઈ જૈન ડિજીટલ માર્કેટિંગમાં માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી હીનલકુમારી મોબાઈલ કે લેપટોપ જેવાં સાધનોનો સ્પર્શ પણ નહીં કરે. તે દુન્યવી ડિજીટલ માર્કેટિંગનો ત્યાગ કરીને પરમાત્મા મહાવીર દેવના આધ્યાત્મિક માર્ગનું માર્કેટિંગ કરશે.
અમદાવાદમાં રહેતા મુકેશભાઈ ૧૨મા ધોરણમાં સમગ્ર સિરોહી જિલ્લામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થયા હતા. હવે તેઓ ગુરુ વેયાવચ્ચમાં પ્રથમ રેન્ક માટે પુરૂષાર્થ કરશે. સુરતમાં રહેતા ભવ્યભાઈ દર મહિને શ્રી ગિરનાર તીર્થની યાત્રા કરવાનો નિયમ ધરાવે છે. જે મહિને શ્રી ગિરનારની યાત્રા ન થાય તે મહિને તેઓ મિઠાઈનો ત્યાગ કરે છે. ગિરનાર તીર્થના અધિનાયક શ્રી નેમિનાથ પ્રભુની જેમ તેઓ લગ્ન કર્યા વિના દીક્ષા ગ્રહણ કરવાના છે.
સુરતમાં રહેતા દેવેશ નંદિષેણભાઈ રાતડિયા સાત સૂરોની સરગમના સથવારે વીતરાગ પરમાત્માની ભક્તિના મંત્રમુગ્ધ ગાયક અને પ્રતિભાશાળી સંગીતકાર છે. તેઓ દીક્ષાના પ્રસંગોમાં દીક્ષાર્થીની અનુમોદનાનાં ગીતો ગાતાં વૈરાગ્યના રંગે રંગાઈને દીક્ષા ગ્રહણ કરવા જઈ રહ્યા છે. અમદાવાદમાં રહેતા ૧૮ વર્ષના હિત મુકેશભાઈ શાહ ક્રિકેટના જબરા શોખીન હતા. દર વખતે તેમને વર્લ્ડ કપ જોયા વિના ચેન પડતું નહોતું.આ વખતે હિતે વર્લ્ડ કપ તો જોયો નહોતો પણ દીક્ષા લીધા પછી તે કદી કોઈને ક્રિકેટનો સ્કોર પણ પૂછવાનો નથી. સુરતમાં રહેતાં ૧૩ વર્ષના હેત મયૂરભાઈ શાહે નાની ઉંમરમાં જૈન ધર્મનાં સૂત્રો જેવાં કે પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, ત્રણ કર્મગ્રંથ, યોગશાસ્ત્ર, અલંકાર શાસ્ત્ર વગેરેનો ગહન અભ્યાસ કર્યો છે. તેમણે જૈન ધર્મના આશરે ૩,૫૦૦ શ્લોકો કંઠસ્થ કર્યા છે.
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત પાસે જે ૩૫ મુમુક્ષુઓ દીક્ષા ગ્રહણ કરવાના છે, તેમાં ૧૦ મુમુક્ષુઓ તો ૧૮ વર્ષની નીચેનાં છે. તેઓ પોતાનાં માતાપિતાની સંમતિથી દીક્ષા ગ્રહણ કરી રહ્યા છે.
• રાજનગર અમદાવાદમાં ૩૫ મુમુક્ષુઓને જૈન ધર્મની દીક્ષા આપનારા પૂજ્ય આચાર્યશ્રી વિજય યોગતિલકસૂરિજીએ તેમની સંસારી અવસ્થામાં સી.એ.ની ડિગ્રી મેળવ્યા પછી સંસારથી વિરક્ત થઈને વર્ષ ૧૯૮૮માં મુંબઈ મુકામે દીક્ષા અંગિકાર કરી હતી.
• તેમનાં પ્રવચનોમાં એવો જાદુ છે કે તેનું શ્રવણ કરનારાને સંસારનો ત્યાગ કરીને દીક્ષા લેવાની તીવ્ર ઝંખના જાગ્રત થઈ જાય છે.
• આચાર્યશ્રીનાં વૈરાગ્યરસપ્રચૂર પ્રવચનો સાંભળીને અત્યાર સુધીમાં ૧૨૫ ભાઈઓ અને ૨૩૩ બહેનો દીક્ષા અંગિકાર કરી ચૂક્યાં છે.
• તેમની નિશ્રામાં ભૂતકાળમાં વર્ષ ૨૦૧૨માં પાલીતાણામાં ૧૭, વર્ષ ૨૦૧૪માં સુરતમાં ૪૫, વર્ષ ૨૦૧૬માં સુરતમાં ૩૬, વર્ષ ૨૦૧૭માં અમદાવાદમાં ૨૬, વર્ષ ૨૦૧૮માં મુંબઈમાં ૪૪, વર્ષ ૨૦૧૯માં ફરી સુરતમાં ૧૮ અને વર્ષ ૨૦૨૧માં સુરતમાં ૭૪ દીક્ષાના કાર્યક્રમો યોજાઈ ચૂક્યા છે.
• આચાર્યશ્રીની છત્રછાયામાં હાલ ૧૩૭ સાધુ ભગવંતો અને ૨૫૩ સાધ્વીજી ભગવંતો ભગવાન મહાવીરના પંથે ચાલીને સંયમજીવનની ઉત્તમ સાધના કરી રહ્યા છે.
• આચાર્યશ્રી પાસે દીક્ષા લેનારા પુણ્યાતમાઓ પૈકી ૧૮ ભાઈઓ અને ૨૯ બહેનો બાળવયમાં દીક્ષિત બન્યાં હતાં.
• આચાર્યશ્રીની નિશ્રામાં પાલીતાણામાં અજિત-શાંતિની પ્રતિષ્ઠા, ઉપધાન, ૬ ‘રી’ પાલક સંઘ જેવા સંખ્યાબંધ શાસનપ્રભાવક પ્રસંગો યોજાયા છે.
• આચાર્યશ્રીની નિશ્રામાં છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૦૦થી વધુ પુણ્યાત્માઓ દીક્ષા અંગિકાર કરી ચૂક્યા છે, જે જૈન શાસનમાં અજબગજબની ઘટના માનવામાં આવે છે.
• અમદાવાદના ઇતિહાસમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો દીક્ષાનો મહોત્સવ યોજવા માટે સાબરમતી રિવરફ્રન્ટમાં ત્રણ લાખ ચોરસ ફીટ વિસ્તારમાં રાજસ્થાનના ભવ્ય મહેલોની ઝાંખી કરાવતી અધ્યાત્મ નગરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• તેમાં બે લાખ મીટર કાપડનો અને ૨.૫ લાખ ચોરસ ફૂટ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
• તેનો મુખ્ય મંડપ ૬૦,૦૦૦ ચોરસ ફૂટનો છે, જેમાં બે હજાર ચોરસ ફૂટનું સ્ટેજ મુમુક્ષુ પરિવારો માટે બાંધવામાં આવ્યું છે. બીજાં સ્ટેજ પર પૂજ્ય સાધુ ભગવંતો અને ત્રીજાં સ્ટેજ પર પૂજ્ય સાધ્વીજી ભગવંતો બિરાજમાન થશે.
• મુખ્ય મંડપમાં આશરે ૨૦,૦૦૦ દર્શકો સાથે બેસીને દીક્ષાના કાર્યક્રમોને નિહાળી શકશે. ઉનાળાની ગરમીમાં એર કન્ડીશનર કે પંખાનો ઉપયોગ કર્યા વિના પણ ઠંડક થાય તેવા ઉપાયો કરવામાં આવશે.
• તેમાં રાત્રિના સમયે બે હજાર દીવાઓ દ્વારા રોશની કરવામાં આવશે.
• અધ્યાત્મ નગરીમાં પરમાત્માની ભક્તિ માટે રાજસ્થાનના રાજમહેલની થીમ પર ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
• આ મંદિરની રચના બોલિવૂડના આર્ટ ડિરેક્ટર ચંદ્રશેખર પરબે કરી છે.
• અધ્યાત્મ નગરીમાં દીક્ષાના સાક્ષી બનવા માટે પધારનારા મહેમાનો માટે ૩૦૦ કારના પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે.
• કોઈ પણ આગની ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડની ગાડી સ્થળ પર હાજર જ રહેશે.
• મુલાકાતી માટે પર્યાપ્ત સંખ્યામાં વોશરૂમની અને ટોઇલેટની પણ સુઘડ વ્યવસ્થા કરવામાં આવી છે.
"સેવા, સુશાસન આને સમર્પણ ના 2 વર્ષ" (અસાધારણ સેવા, સમર્પણ અને પ્રતિબદ્ધતાના બે વર્ષ) પૂર્ણ થવા નિમિત્તે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂત ઉત્પાદક સંગઠનો (FPOs) ના પ્રતિનિધિઓ સાથે સીધા વાર્તાલાપ સત્રનું આયોજન કર્યું,
ગુજરાતમાં, ખાનગી હોસ્પિટલો પર બિનજરૂરી સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અને MA કાર્ડ યોજનાઓ હેઠળ સરકાર પાસેથી વધુ પડતી ફી વસૂલવાનો આરોપ છે, જેના કારણે કૌભાંડ થાય છે.
મદાવાદ-મુંબઈ હાઈવે પર નવસારી બોરિયાચ ટોલ પ્લાઝા દ્વારા દારૂની હેરફેરની શંકાસ્પદ આઈસ્ક્રીમ ટ્રક અંગે મળેલી સૂચના પર કાર્યવાહી કરી હતી.