નાંદોદ તાલુકામાં બળજબરીથી ધ્વજ પ્રદર્શિતઃ હર ઘર તિરંગા અભિયાન હેઠળ 300 ત્રિરંગાનું ફરજિયાત સંપાદન ચિંતામાં મૂકાયું
તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..?
(પ્રતિનિધિ ભરત શાહ)રાજપીપળા : દેશની આઝાદીનાં ૭૫ વર્ષ થયાં હોવાથી ગયા વર્ષે સ્વતંત્રતા કા અમૃત મહોત્સવ ની ઉજવણી હેઠળ હર ઘર તિરંગાનું અભિયાન ચલાવવા માં આવ્યું હતું.આ અભિયાન હેઠળ લોકોને પોતાના ઘર પર તિરંગો અને લાકડી મફતમા આપવામાં આવ્યા હતા પરંતુ આ વર્ષે એ માટે પચીસ રૂપિયા લેવામાં આવનાર છે ત્યારે આ અભિયાનમાં હવે કેટલાક જિલ્લાઓમાં ગ્રામપંચાયતો પર વધુ ત્રિરંગા લેવા પડશે તેવું દબાણ કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે
જેમાં વાત કરીએ તો નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલી ગ્રામ પંચાયતો માં કેટલીક ગ્રામપંચાયતો માં ફરજિયાત 300 તિરંગા લેવાનું દબાણ તાલુકા પંચાયત તરફથી થઈ રહ્યું હોવાની વાત જાણવા મળતા આ મુદ્દે અમે ટીડીઓ અંજલીબેન ચૌધરી સાથે ટેલીફોનીક વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપરથી એમને માંગણી કરતા વધારે ત્રિરંગા આપેલા છે,માટે બધાને આપ્યા છે બાકી ફરજિયાત નથી,આતો દેશભક્તિ નું કામ છે પણ હું હમણાં મિટિંગ માં જાઉં છું માટે પછી વાત કરું છું તેમ કહી વાત અધૂરી મૂકી હતી.
ત્યારે કેટલીક ગ્રામ પંચાયત માંથી જાણવા મળ્યા મુજબ તાલુકા પંચાયત માંથી 300 ત્રિરંગા લેવા દબાણ કરાયું છે પરંતુ અમુક ગામોમાં આટલા તો ઘર પણ નથી તો આટલી મોટી સંખ્યામાં ત્રિરંગા લઈ તેના રૂપિયા કોણ ચૂકવશે..? એક ત્રિરંગા ની કિંમત 25 રૂપિયા ચૂકવવી પડે છે તો ગામમાં ઘર દીઠ એક ત્રિરંગો ખરીદે તે મુજબ નો જથ્થો આપે તો પણ યોગ્ય ગણાય અને એમાં પણ દરેક ઘર નાં લોકો રૂપિયા ખર્ચી ત્રિરંગો લે તેવું પણ દબાણ નાં કરી શકાય તો વધારાના ત્રિરંગા નાં રૂપિયા કોણ ચૂકવશે તેવા સવાલ સાથે ગ્રામ પંચાયત વાળા મૂંઝવણ માં મુકાયા છે.
ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS), નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને નૌકાદળના સહયોગી ઓપરેશનમાં, ગુજરાતના પોરબંદરના દરિયાકિનારે ડ્રગનો એક મોટો પર્દાફાશ થયો હતો.
અમદાવાદની ખ્યાતી હોસ્પિટલ કૌભાંડને લઈને વ્યાપક આક્રોશ વચ્ચે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ મામલે પોતાનું પહેલું નિવેદન જાહેર કર્યું છે.
અમદાવાદની જાણીતી ખ્યાતી હોસ્પિટલના ડૉક્ટરોની બેદરકારીને કારણે ગાંધીનગરના શેરથા ગામના એક દર્દીએ જીવ ગુમાવ્યો હતો. આ ઘટનાએ હોસ્પિટલ સામે જાહેરમાં આક્રોશ ફરી વળ્યો છે