ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામા વરસાદ થવાની કરાયેલી આગાહી
જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના
ભારતીય હવામાન વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં તા.૧૧ અને ૧૨ જૂન ૨૦૨૩ દરમિયાન ભારે વરસાદની આગાહી કરાઈ છે. જે અનુસાર તા. ૧૨ અને ૧૩ જૂન ૨૦૨૩ સુધી નર્મદા જિલ્લામાં ગાજવીજ અને અંદાજે ૩૦-૪૦ કી.મી. પ્રતિ/કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા વ્યકત કરાઈ છે.
જિલ્લામાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કેટલાક તકેદારીના પગલાં લેવા આવશ્યક હોવાનુ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા માર્ગદર્શિકા જારી કરાઇ છે જેમાં
શાકભાજી તેમજ બાગાયતી પાકોને ઉતારી લેવા, તૈયાર પેદાશો, ઘાસચારાને સલામત સ્થળે ખસેડવા, એપીએમસી અથવા ખરીદ કેન્દ્ર તેમજ અન્ય ગોડાઉનો ખાતે ખેત જણસીના જથ્થાને સલામત રાખવા માટે તમામ તાલુકા નોડલ અધિકારીશ્રીએ તેઓને ફાળવેલ તાલુકાના સંબંધિત મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી સાથે સંકલન કરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તકેદારી રાખી સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓ જોડે જરૂરી સંકલન કરી તકેદારીની જરૂરી વ્યવસ્થા ગોઠવવા તેમજ આપના વિસ્તારમાં અનિચ્છનીય ઘટના બને ત્યારે તાત્કાલિક (૦૨૬૪૦-૨૨૪૦૦૧) પર સંપર્ક કરવા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.