નર્મદા જિલ્લા કક્ષાના ૭૫માં વન મહોત્સવની ઉજવણી કરાઈ
મહાનુભાવો હસ્તે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું: સાથે પ્રશસ્તિપત્ર પણ અર્પણ કરાયા.
રાજપીપલા : ‘એક પેડ, માં કે નામ’ અભિયાન અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાના ૭૫ મા વન મહોત્સવની ઉજવણી ડાંગના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજપીપલાના સરદાર ટાઉન હોલ ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે સરદાર ટાઉન હોલ પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જિલ્લા કક્ષાના કર્યક્રમમાં ઉપસ્થિત નાગરિકોને સંબોધતા નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, દેશની વનસંપદા અને વૃક્ષોની સંખ્યામાં વધારો થાય તેવા ઉમદા હેતુસર ગુજરાતના પનોતાપુત્ર અને તત્કાલીન કેન્દ્રીય પ્રધાન સ્વ. કનૈયાલાલ મુનશીએ વર્ષ ૧૯૫૦માં દેશભરમાં વૃક્ષારોપણ અને વૃક્ષઉછેરની ઉજવણીના અનોખા લોકોત્સવ વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. સમાજના તમામ વર્ગના લોકોને આ ઉમદા પ્રવૃતિમાં જોડાવા હાકલ કરી હતી. જેને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૦૪થી શરૂ કરેલી આ પરંપરામાં વર્ષ ૨૦૨૩ સુધીમાં કુલ ૨૨ સાંસ્કૃતિક વનોની સ્થાપના કરી છે.
વધુમાં તેમણે ઉમેર્યું કે, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૮ મી ઓગષ્ટ- ૨૦૨૪ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકાના હરસિદ્ધિ માતા મંદિર, ગાંધવી ગામે ૨૩માં સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારે સરકારશ્રીના આ સતત પ્રયત્નોથી અને રાજયના પર્યાવરણ પ્રેમી લોકોને સાથે રાખી રાજ્યએ વન ક્ષેત્રે નવી સિધ્ધીઓ હાંસલ કરી છે.
સામાજિક વનીકરણ ક્ષેત્રે ગુજરાત રાજ્યએ હરણફાળ ભરી છે. રાજયના વધુને વધુ ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોના વાવેતર થકી વધુ આર્થિક લાભ મેળવતા થયા છે. તેમની પૂરક આજીવિકામાં વધારો થયો છે. રાજય સરકાર દ્વારા વૃક્ષોની ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહન મળે અને વધુને વધુ ખેડૂતો વૃક્ષોની ખેતી તરફ વળે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સામાજિક વનીકરણ ક્ષેત્રે બિન સરકારી સંસ્થાઓ તેમજ લોકભાગીદારીના બહોળા પ્રતિસાદ દ્વારા વનવિસ્તારમાં અકલ્પનીય વધારો થયો છે. ગુજરાતની જનતાનો સામાજિક વનીકરણ માટે હંમેશા સહયોગ મળી રહ્યો છે. વિવિધ બિન - સરકારી સંસ્થાઓ દ્વારા સમયાંતરે લોકજાગૃતિ માટે કાર્યક્રમો યોજી ગુજરાતને હરિયાળું બનવવામાં અમૂલ્ય ફાળો આપેલ છે. તેમ પણ તેઓશ્ચીએ ઉમેર્યું હતું.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.