પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત બગડી, દિલ્હી AIIMSના ઈમરજન્સી વોર્ડમાં દાખલ
Manmohan Singh Health Update: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. મનમોહન સિંહને આજે સાંજે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની તબિયત લથડી છે. તેમને ગુરુવારે સાંજે દિલ્હીની AIIMSમાં દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર 92 વર્ષીય મનમોહન સિંહને સાંજે ઈમરજન્સી વોર્ડમાં લાવવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ સિંહની તપાસ કરી રહી છે. તેની હાલત ગંભીર છે. મનમોહન સિંહ બે વખત દેશના પીએમ રહી ચૂક્યા છે. તેમની તબિયત ઘણા સમયથી સારી નથી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે ગુરુવારે રાષ્ટ્રીય રાજધાનીમાં ભારતીય બીજ સહકારી સમિતિ લિમિટેડ (BBSSL) ની સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) ના 26માં સ્થાપના દિવસ નિમિત્તે 1 જાન્યુઆરીએ રજાની જાહેરાત કરી હતી અને દરેકને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
દિગ્ગજ ભારતીય જનતા પાર્ટી (BJP) નેતા લાલકૃષ્ણ અડવાણી, જેઓ દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, તેમની તબિયતમાં સુધારાને પગલે આ સપ્તાહની શરૂઆતમાં રજા આપવામાં આવી હતી.