ફોર્ચ્યુન રાઇસે સેટેલાઇટ ટેક્નોલોજી દ્વારા પાક વ્યવસ્થાપનમાં સુધારો કરવા Arya.ag સાથે પાર્ટનરશિપ કરી
Arya.ag અને ફોર્ચ્યુન રાઇસે ડાંગરના પાકની દેખરેખ વધારવા સેટેલાઈટ અને એઆઈ આધારિત ટેક્નોલોજી માટે ભાગીદારી કરી છે, જે કૃષિમાં પ્રિસિજન ક્રાંતિ લાવશે.
ભારતનું સૌથી મોટું અને એકમાત્ર નફાકારક અનાજ પ્લેટફોર્મ Arya.agએ કૃષિ ઉદ્યોગ માટે પાકની દેખરેખની ક્ષમતાઓને આગળ વધારવાના ઉદ્દેશ્ય સાથે ફોર્ચ્યુન રાઇસ લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી છે. આ પાર્ટનરશિપ Arya.agના અત્યાધુનિક સેટેલાઇટ સર્વેલન્સ પ્રોડક્ટનો લાભ ઉઠાવશે, જે ફોર્ચ્યુન રાઇસની કૃષિમાં કુશળતા સાથે મળીને ડાંગરના પાકની દેખરેખ અને વૃદ્ધિમાં વધારો કરશે.
આ ભાગીદારીના ભાગરૂપે, ફોર્ચ્યુન રાઇસ લિમિટેડ મોનિટરિંગ હેઠળ 2000 એકર ખેતીની જમીનની વિગતો પ્રદાન કરશે. Arya.ag ડેટા આધારિત ડિસિજન-મેકિંગ ટુલ્સ વડે પાકના સ્વાસ્થ્ય અને ગ્રોથની પેટર્ન, ખેડૂતોના સશક્તિકરણ અને કૃષિ વ્યવસાયો વિશે વ્યાપક માહિતી પ્રદાન કરશે.
આ સહયોગની મુખ્ય વિશેષતાઓમાંની એક Arya.agના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ સર્વેલન્સ સોલ્યુશન્સનું એકીકરણ છે જે વિશાળ ડેટાસેટ્સ, વિગતવાર નકશા અને સુરક્ષિત એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) દ્વારા સ્ટ્રીમલાઈન ડેટા રિકવરી ડિઝાઈન કરે છે. તેમના સબ્સ્ક્રાઇબ કરેલા જિલ્લાઓ, ગામો અને બ્લોક્સનું રિઅલ ટાઈમ મોનેટરીંગ અને એનાલિસિસની સુવિધા આપશે, જેનાથી પાકની કામગીરી વિશે ઊંડી સમજ સુનિશ્ચિત થશે. આનાથી મોનિટર કરવામાં આવેલી ખેતીની જમીનની વિસંગતતાઓની વહેલીસર તપાસ કરી શકાશે અને સિંચાઈની જરૂરિયાતો તથા પેસ્ટ કંટ્રોલ માટે જરૂરી સક્રિય પગલાં લેવામાં આવશે, જેથી ઓપરેશનલ કાર્યક્ષમતા અને પાકની ઉપજમાં વધારો થાય છે. આ તમામ પ્રક્રિયા યુઝર-ફ્રેન્ડલી મોબાઇલ દ્વારા કરવામાં આવશે.
અદાણી ગ્રૂપે તેના સ્થાપક અને ચેરમેન ગૌતમ અદાણી, તેમના ભત્રીજા સાગર અદાણી અને અદાણી ગ્રીન એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર અને CEO વિનીત જૈન વિરુદ્ધ લાંચ અને ભ્રષ્ટાચારના આરોપોને સખત રીતે નકારી કાઢ્યા છે.
NTPC Green IPO માટે, QIB કેટેગરીના રોકાણકારોએ કુલ 3.32 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, NII કેટેગરીના રોકાણકારોએ કુલ 0.81 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું, રિટેલ રોકાણકારોએ 3.44 વખત અને કર્મચારીઓએ 0.88 વખત સબ્સ્ક્રાઇબ કર્યું હતું.
ભારતની સૌથી મોટી ફૂડ અને એફએમસીજી કંપનીઓમાંની એક અદાણી વિલ્મર લિમિટેડે ફોર્ચ્યુન ફૂડ્સ બ્રાન્ડની ઉજવણી ઘરે રાંધેલા ખોરાક અને તેના પ્રસિદ્ધ સંદેશ, 'ઘર કા ખાના, ઘર કા ખાના હોતા હૈ' પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવતા ખાસ લોગો લોન્ચ કરીને કરી છે.