અનિલ નાઇક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટરમાં ફાઉન્ડર્સ ડે અને એએમ નાઇકના 82માં જન્મદિવસની ઉજવણી કરાઇ
અનિલ નાઇક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટરએ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)ના ચેરમેન એએમ નાઇકના જન્મદિવસ નિમિત્તે આજે તેના વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરી હતી.એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર માટે આ ખૂબજ મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણકે ઘણાં લોકોના જીવનને સ્પર્શીને સકારાત્મક પરિવર્તન લાવનાર તેમના સ્વપ્નદ્રષ્ટા લીડરની ઉમદા પ્રવૃત્તિઓની તેમણે ઉજવણી કરી હતી.
અનિલ નાઇક ટેક્નિકલ ટ્રેનિંગ સેન્ટર (એએનટીટીસી)એ લાર્સન એન્ડ ટુબ્રો (એલએન્ડટી)ના ચેરમેન એએમ નાઇકના જન્મદિવસ નિમિત્તે આજે તેના વાર્ષિક ફાઉન્ડર્સ ડેની ઉજવણી કરી હતી. એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ (એલટીપીસીટી) પરિવાર માટે આ ખૂબજ મહત્વપૂર્ણ પ્રસંગ છે કારણકે ઘણાં લોકોના જીવનને સ્પર્શીને સકારાત્મક પરિવર્તન લાવનાર તેમના સ્વપ્નદ્રષ્ટા લીડરની ઉમદા પ્રવૃત્તિઓની તેમણે ઉજવણી કરી હતી.
આ કાર્યક્રમમાં એલટીપીસીટીના ટ્રસ્ટી અતિક દેસાઇએ વર્ષ 2023-24 માટે ‘યંગ સાયન્સ લીડર’ (વાયએસએલ) પ્રોગ્રામની શરૂઆત કરાવી હતી. ગત વર્ષે આ પ્રોગ્રામમાં 300થી વધુ શાળાઓએ ભાગ લીધો હતો અને તેનાથી યુવાનો વચ્ચે વૈજ્ઞાનિક ઉત્કૃષ્ટતાને પ્રોત્સાહિત કરવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઇ હતી.
આ કાર્યક્રમમાં ઘણાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં, જેમાં ગાયત્રી ઓલેટી (એલટીપીસીટી ખાતે ઓપરેશન્સના વડા), સંજય દેસાઇ (એએમ નાઇક હેવી એન્જિનિયરીંગ કોમ્પલેક્સ (એએમએનએચઇસી), હજીરા ખાતે વીપી અને સીઇઓ), વિન્ની રાવલ (એલપીટીસીટી ખાતે એએનટીટીસીના સીઇ), અલ્પા પટેલ (એએમએનએચઇસી ખાતે સીએસઆરના ડીજીએમ), રતિલાલ ટંડેલ (એએનટીટીસીના પ્રિન્સિપાલ), પ્રકીર્ણ રાણા (એલટીપીસીટી ખાતે વિદ્યાના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર), સ્નેહા રાઉત (એનસીટીના પ્રોગ્રામ કો-ઓર્ડિનેટર), જિતુભાઇ મહેતા (ખારેલ એજ્યુકેશન સોસાયટી (કેઇએસ)ના સેક્રેટરી), વિરલ દેસાઇ (કેઇએસ ખાતે કેવીએસના પ્રિન્સિપાલ), ડો. અનિલ જૈન (નિરાલી કેન્સર હોસ્પિટલ, નવસારીના સીઇઓ) અને રિશિ કપૂર (નિરાલી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, નવસારીના સીઇઓ) સામેલ હતાં.
એએનટીટીસી ગુજરાતમાં અગ્રણી સંસ્થાન છે, જે સ્કૂલ ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને વ્યવસાયિક તાલીમ આપે છે. સાત ટ્રેડમાં 13 વ્યાપક કોર્સિસ ઓફર કરતા સેન્ટરનો ઉદ્દેશ્ય શૈક્ષણિક પડકારોનો સામનો કરનાર યુવાનોના ઉત્કર્ષ અને સશક્તિકરણનો છે. એએનટીટીસી વિનામૂલ્યે કોર્સ ઓફર કરીને સુનિશ્ચિત કરીને વિદ્યાર્થીઓ માટે રહેણાંક સુવિધાઓ સુનિશ્ચિત કરે છે. તેમને આવશ્યક કૌશલ્યો અને જ્ઞાનથી સજ્જ કરતાં આ સેન્ટર તેમને અવરોધો પાર કરીને તેમના પસંદગીના ક્ષેત્રોમાં સફળતા હાંસલ કરવા સક્ષમ કરે છે.
આ ટ્રેનિંગ સેન્ટરને ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ – એલએન્ડટી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ, નાઇક ચેરિટેબલ ટ્રસ્ટ અને ખારેલ એજ્યુકેશન સોસાયટીનો સહયોગ મળે છે. તેમના સહિયારા પ્રયાસોથી એએનટીટીસીને વિદ્યાર્થીઓના જીવન અને સમુદાયો ઉપર નોંધપાત્ર અસરો પેદા કરવામાં મદદ મળી છે. ફાઉન્ડર્સ ડે એએમ નાઇકના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વ અને પરોપકાર માટે તેમના અતૂટ સમર્પણની યાદ અપાવે છે. તેમના પ્રેરણાદાયી કાર્યો અને સેન્ટરને કારણે જોવા મળેલા સકારાત્મક પરિવર્તનોને પ્રતિબિંબિત કરવાની આ તક છે. અમને એએનટીટીસીની ગાઢ અસરો જોવા મળવાનું ગૌરવ છે કે જેનાથી વિદ્યાર્થીઓ અને સમુદાયોના જીવનમાં બદલાવ આવ્યો છે અને તે ચેરમેન દ્વારા સ્થાપિત મજબૂત આધારને આભારી છે.
ટેક્સટાઇલ ઉદ્યોગ અને કેમિકલ સેક્ટર વચ્ચે એક ટ્રાયલબ્લેઝિંગ સહયોગ શોધો, જે વિશ્વભરમાં ઉત્પાદન અને ટકાઉપણાના પ્રયાસોમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે.
આ ભાગીદારી ઓનલાઈન ઓર્ડર કરતા ગ્રાહકોની સંખ્યામાં વધારો કરવામાં કારગત સાબિત થશે.
ક્રોમાએ સાણંદમાં તેના પ્રથમ સ્ટોર, સુરત ભાગલમાં 56માં સ્ટોર અને વડોદરા કોઠીમાં 57માં સ્ટોરના પ્રારંભ સાથે ગુજરાતમાં તેના વિસ્તરણની જાહેરાત કરી છે. સાણંદમાં નવો ક્રોમા સ્ટોર વર્ધમાન સ્કવેરમાં આવેલો છે.