પાટણ : રાધનપુર હાઇવે પર બસ-ટ્રકની ટક્કરમાં ચારનાં મોત
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અન્ય 10 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે.
પાટણના રાધનપુર હાઇવે પર મોડી રાત્રે બસ અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા. અન્ય 10 લોકો ઘાયલ થયા છે અને તેમને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ તપાસ માટે ઘટના સ્થળે પહોંચી છે.
રાપર-આણંદ એસટી બસ અને ટ્રક વચ્ચે ખારિયા બ્રિજ નજીક રાપરિયા હનુમાન નજીક મધરાતના સુમારે અકસ્માત સર્જાયો હતો. મૃતકોમાં બંને વાહનોના ચાલકોનો સમાવેશ થાય છે. સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે અકસ્માત ઝડપ, નબળી દૃશ્યતા અથવા અન્ય પરિબળોને કારણે થયો હતો.
ઘટનાની જાણ થતા સ્થળ પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ વિગતો એકઠી કરી રહી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. પીડિતોની ઓળખ અને તેમના પરિવારજનોને જાણ કરવાના પ્રયાસો ચાલુ છે. વધુમાં, પોલીસ વાહનના છેલ્લા જાણીતા સ્ટોપને ટ્રેસ કરવા માટે જીપીએસ ડેટાનો ઉપયોગ કરીને ડ્રાઇવર દારૂના નશામાં હતો કે કેમ તે તપાસશે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.