જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં નિ:શુલ્ક મેડિકલ કેમ્પ
તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, હંસપુરા ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ રોગોનું સમયસર નિદાન થાય તેમજ યોગ્ય સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ, હંસપુરા ખાતે નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મેડિસિન, બાળકોના રોગ, હાડકા, ચામડીના રોગો માટે જીસીએસ હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો અને ટીમ દ્વારા નિઃશુલ્ક કન્સલ્ટેશન કરવામાં આવ્યું.
અન્ય ટેસ્ટ રાહત દરે કરી આપવામાં આવ્યું. આ ઉપરાંત નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી. એક્સસલેન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં 300થી વધુ લોકોએ આ કેમ્પ નો લાભ લીધો હતો. જીસીએસ હોસ્પિટલમાં તમામ જનરલ સ્પેશિયાલિટી માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન ઉપલબ્ધ છે અને નિ:શુલ્ક સારવાર-સર્જરી માટે આયુષ્માન ભારત યોજના (PMJAY)ની સુવિધા પણ ઉપલબ્ધ છે.
જીસીએસ હોસ્પિટલ એ 750-બેડની NABH પ્રમાણિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્યસંભાળ સેવાઓને વધારવા માટે મહત્વનો નિર્ણય લીધો છે.
ગીર સોમનાથના સુત્રાપાડામાં એક મકાનમાંથી તાડીની કોથળીઓ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે તાડી કુદરતી ન હતી પરંતુ તેમાં ઝેરી રસાયણોની ભેળસેળ કરવામાં આવી હતી.
ગુજરાતની એક સીબીઆઈ કોર્ટે અમદાવાદમાં સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ બ્રાન્ચ મેનેજર સહિત 15 લોકોને મોટી બેંક છેતરપિંડીના કેસમાં તેમની સંડોવણી બદલ સખત કેદની સજા ફટકારી છે.