આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા વિના-મુલ્યે સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
આશીર્વાદ ફાઉન્ડેશન દ્વારા ૨૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ, અમદાવાદ ખાતે વુમન વેલનેસ ક્લિનિક પ્રોગ્રામ (WWC) હેઠળ આશીર્વાદ ફાઉન્ડેશનના સંસ્થાપક સીએ શ્રી આર. એસ. પટેલ સાહેબ, બહેનોમાં રોલ મોડેલ એવા આશીર્વાદ મેડિકલ સેન્ટરના ડિરેક્ટર શ્રીમતિ હિનાબેન જરીવાલા, શ્રીમતી નિકિતાબેન પંચાલ – મંત્રીશ્રી, પરિશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ તથા શ્રી ભાઈલાલભાઈ પંચાલ – મેનેજીંગ ટ્રસ્ટી, શ્રી પંચાલ મિલન મંદિર ટ્રસ્ટ, શાહીબાગના સહયોગથી લાભાર્થીઓ માટે પ્રોજેક્ટ ઇન્ચાર્જ શ્રીમતી કિન્નરીબેન ભટ્ટ તથા ટીમ દ્વારા સ્તન કેન્સર સ્ક્રીનીંગ ચેકઅપ તથા જાગૃતિ કાર્યક્રમ નું સફળતાપૂર્વકનું આયોજન કરવામાં આવ્યું.
સ્તનના સ્વ-પરીક્ષણ દ્વારા ૫ મહત્વના પગલાં દ્વારા કોઈ નાની ગાંઠ, લાલ ચકામા, કે ખીલ, ફોલ્લી અથવા નિપલમાં થી પ્રવાહી જરતું હોય તો આ ચિન્હો દેખાય તો ડૉક્ટરી તપાસ કે મેમોગ્રાફી અને સોનોગ્રાફી દ્વારા વહેલા તબક્કે થતું સ્તન કેન્સરનું નિદાન થઈ શકે છે. કેન્સરની આ બિમારી કોઈ પણ જાતના દર્દ વિના થતી હોવાથી દરવર્ષે તેનું નિદાન કરાવવાથી વહેલા તબક્કે રોગનું નિદાન થાય તો તેનો ઈલાજ થઈ શકે છે.ચોથા તબક્કે પહોચેલ બિમારી ખૂબ ખર્ચાળ અને દર્દીઓને બચાવવા અનિશ્ચિત બને છે.
મોટા પ્રમાણમાં લાભાર્થીઓનું વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનીગ ચેક-અપ કરવામાં આવ્યું હતું જે અન્વયે શંકાસ્પદ આવેલ બહેનોને મેમોગ્રાફી-સોનોગ્રાફી ચેક-અપ માટે આશીર્વાદ ફાઉન્ડેશનમાં બોલાવવામાં આવશે.સદરહુ માહિતીથી મોટા ભાગની બહેનો અજાણ હોવાથી તેમને આ માહિતી રસપ્રદ લાગી હતી તથા આ સમસ્યાઓ સમજવા માટે આ લાભ તેમને અગાઉ ક્યારેય મળ્યો ના હોવાથી સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ અંગે સૌએ પ્રશંસા કરી હતી તથા તેઓએ આ માહિતી બીજી પાંચ થી દસ બહેનોને પહોચાડવાની ખાતરી આપી હતી. આ માહિતી અન્યને પહોંચાડવાથી કોઈ દર્દીનું પોઝીટીવ નિદાન થાય તો આંગળી ચિંધ્યાના પૂણ્યના તમે અધિકારી બની શકો છો. દરેક બહેનોને પ્રોત્સાહિત કરવા માટે વિનામૂલ્યે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ બુકલેટનું વિતરણ કરવામાં આવ્યું.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.