1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2024 સુધી ટિકિટ ચેકિંગમાંથી દંડ તરીકે રૂ. 11.61 કરોડ પ્રાપ્ત કર્યા
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ લઈને કરતા મુસાફરોને રોકવા માટે સતત સઘન ટિકિટ ચેકિંગ અભિયાનો હાથ ધરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ મંડળ દ્વારા ટિકિટ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં મંડળ દ્વારા 1 એપ્રિલથી 31 ઓક્ટોબર, 2024 દરમિયાન રૂ.11.61 કરોડની આવક એકત્ર કરવામાં આવી છે. અમદાવાદ મંડળનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ સમયગાળા દરમિયાન, ટિકિટ વિનાની મુસાફરીના 1.53 લાખ કેસમાંથી કુલ રૂ.11.61 કરોડનું રાજસ્વ અને રેલવે પરિસરમાં ગંદકી કરતા 1721 મુસાફરો પાસેથી રૂ.2.91 લાખનું રાજસ્વ પ્રાપ્ત કરવામાં આવ્યું હતું. પશ્ચિમ રેલવે દ્વારા લોકોને હંમેશા યોગ્ય અને માન્ય ટિકિટ સાથે મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.