લીમખેડા ના પોલીસીમળ થી અંબાજી પગ પાળા સંઘ રવાના, આજે સંઘ માલપુર સુધી પહોંચીયો
લીમખેડાના પોલિસીમાળથી અંબાજી સુધીની યાત્રાના 7મા દિવસે પગપાળા યાત્રાળુઓનો સમૂહ પગપાળા સંઘ આજે માલપુર પહોંચ્યો હતો. સંઘનું નેતૃત્વ પૂર્વ જિલ્લા પંચાયતના ચેરમેન મંગુભાઈ મુનીયા કરી રહ્યા છે.
દિપક રાવલ દાહોદ: જય મા અંબે ગ્રુપ પોલીસીમળ આયોજિત પગપાળા યાત્રા સંઘ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુ ભાઈ મુણીયા ની આગેવાની હેઠળ બોલ માડી અંબે જય જય અંબે ના જય ઘોષ સાથે અંબાજી જવા રવાના થયો હતો દર વર્ષે નીકળતા આ સંઘ મા આ વર્ષે 100 થી વધારે માય ભક્તો જોડાયા છે જેઓ ડી જે ના તાલે મા અંબે નું હોલરડું વગાડી વાજતે ગાજતે નાચ ગાન કરી માતાજી ની આરાધના કરતા કરતા અંબાજી પહોંચશે આજ નીકળેલ સંઘ 7 દિવસે કુળદેવી અંબાજી પહોંચી મા અંબા ના દર્શન કરશે અને 8 મા દિવસે ધજા ચડાવશે
આ સંઘ મા દરેક પગ પાળા યાત્રાળુઓ માટે ચા નાસ્તો સુવાની વ્યવસ્થા દવાઓ સહિત તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે સંઘના મુખ્ય આયોજક પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મંગુભાઈ મુણીયા પ્રભારી વિનોદ તડવી પાલ રીન્કુ ભાઈ સર્વ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી છે આ સંઘ અંબાજી પહોંચી ગયા બાદ ત્યાં વિશાલ ભજન સંધ્યા નું આયોજન કરવામાં આવશે ત્યારબાદ બધા ભક્તો મળીને કુળદેવી માં અંબાના દર્શન કરી ને માતાજીના પ્રસાદીનો ભોગ ધરાવી ધન્યતા અનુભવશે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.