જીસીપીએલે રૂ. 15ની કિંમતે શેમ્પૂ હેર કલર બ્રાન્ડ ‘ગોદરેજ સેલ્ફી’ રજૂ કરી, શેમ્પૂ હેર કલર્સ માટે રૂ. 680 કરોડની માર્કેટ તક ઉપર નજર
માત્ર રૂ.15ની કિંમતે શેમ્પૂ હેર કલર વેરિઅન્ટ સાથે માર્કેટમાં હલચલ પેદા કરી, પહેલીવાર સૌથી વાજબી શેમ્પૂ હેર કલર લોંચ કરાયું
ભારતની સૌથી મોટી હેર કલર કંપની પૈકીની એક ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (સીજીપીએલ)એ રૂ. 15ની કિંમતે નવી શેમ્પૂ હેર કલર બ્રાન્ડ સાથે ભારતમાં હેર કલર કેટેગરીમાં હલચલ પેદા કરી છે. કંપનીએ ગોદરેજ સેલ્ફી લોંચ કર્યું છે, જે 5-મીનીટ ક્વિક શેમ્પૂ હેર કલર બ્રાન્ડ છે તથા દરેક વ્યક્તિ માટે હેર કલરિંગ અનુકૂળ અને સુલભ બનાવે છે.
ભારતીય શેમ્પૂ હેર કલર માર્કેટનું વર્તમાન કદ અંદાજે રૂ. 680 કરોડ છે. આ ફોર્મેટે દેશભરમાં ઝડપી લોકપ્રિયતા હાંસલ કરી છે. વધુમાં હેર કલર પાઉડર અને મહેંદી જેવા ફોર્મેટનો ઉપયોગ કરતાં ગ્રાહકો સહિત માર્કેટ કદ રૂ. 1500 કરોડથી વધુ છે. જીસીપીએલ હવે હેલ કલર્સમાં તેની કુશળતા સાથે ગોદરેજ સેલ્ફી સાથે ફર્સ્ટ મૂવરનો લાભ ધરાવે છે. આ શેમ્પૂ હેર કલર રૂ. 15ની કિંમતે હેર કલર ઓફર કરે છે.
આ બ્રાન્ડ વિશે વાત કરતાં ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (સીજીપીએલ)ના હેર કેરના કેટેગરી હેડ નીરજ સેનગુટ્ટુવને કહ્યું હતું કે, “શેમ્પૂ હેર કલર એક એવું ફોર્મેટ છે, જેમાં વ્યક્તિ સંપૂર્ણ સરળતાથી પોતાની જાતે હેર કલર કરી શકે છે. આથી અમે અમારી નવી શેમ્પૂ હેર કલર બ્રાન્ડનું નામ ગોદરેજ સેલ્ફી રાખ્યું છે. આ બ્રાન્ડનો ઉદ્દેશ્ય પુરુષો અને મહિલાઓ માટે માત્ર રૂ. 15ની કિંમતે ટૂંકા અને લાંબા હેર પેક વિકલ્પો પ્રદાન કરીને ભારતમાં હેર કલર માર્કેટમાં હલચલ પેદા કરવાનો છે.”
નીરજે ઉમેર્યું હતું કે, “જીવનના દરેક તબક્કાના ગ્રાહકો અનુકૂળ અને વાજબી ઉકેલો ઇચ્છી રહ્યાં છે ત્યારે જીસીપીએલ ગોદરેજ સેલ્ફી સાથે હેર કલર કેટેગરીમાં હલચલ પેદા કરી રહ્યું છે, જે ખૂબજ વાજબી શેમ્પૂ હેર કલર છે.”
ગોદરેજ સેલ્ફી તેના ઉત્તમ ફોર્મ્યુલેશન સાથે બેજોડ પ્રોડક્ટ છે. તેનું નો-એમોનિયા ફોર્મ્યુલા વાળને નુકશાન થતું અટકાવે છે. આ પ્રોડક્ટ એલોવીરાના ગુણોથી ભરપૂર છે, જે વાળને સોફ્ટ અને સ્મૂધ રાખે છે. આ યુનિસેક્સ પ્રોડક્ટ બેક સાઇઝમાં ઉપલબ્ધ છે, રૂ. 15નું પેક ટૂંકાવાળ ધરાવતા ગ્રાહકો તથા સ્ટાન્ડર્ડ લાર્જ પેક મુખ્યત્વે લાંબાવાળ ધરાવતા ગ્રાહકો માટે છે.
ગોદરેજ સેલ્ફી શેમ્પૂ હેર કલર ખૂબજ સરળ અને અનુકૂળ હેર કલરિંગ અનુભવ આપે છે. પ્રોડક્ટનો ઉપયોગ કરવા માટે માત્ર પાઉચને કાપો અ સૂકા વાળ ઉપર તેને લગાવો. મસાજ કરીને 5 મિનિટમાં વાળ ધોઈ નાખો. આ ગ્રાહકો માટે અનુકૂળ વિકલ્પ છે કે જેમની પાસે સલૂનની મુલાકાત લેવા અથવા પરંપરાગત હેર કલર ઉત્પાદનોનો ઉપયોગ કરવા માટે સમય અથવા સંસાધનો નથી.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.
બજેટ 2025 માં, વીમા ક્ષેત્રને બૂસ્ટર ડોઝ આપવા માટે કામ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે એટલે કે શનિવારે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે વીમા ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરી છે.