GCS Hospitalએ અનોખી રીતે કરી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી
જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે
જીસીએસ હોસ્પિટલ અને વેસ્ટર્ન રેલ્વે સ્વાસ્થય કેન્દ્રના સહયોગથી વિશ્વ હાથ સ્વચ્છતા દિવસની ઉજવણી કાલુપુર રેલ્વેસ્ટેશન પર કરવામાં આવી. વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ દર વર્ષે 5 મેના રોજ ઉજવવામાં આવે છે. આજે, વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ પર, જીસીએસ હોસ્પિટલ દ્વારા રોગોના ફેલાવાને રોકવા માટે આપણા હાથને સ્વચ્છ રાખવાનું શું મહત્વ છે. તે સમજાવામાં આવ્યું. જેમાં ઓછામાં ઓછા 20 સેકન્ડ માટે સાબુ અને પાણીથી
હાથ ધોવા અથવા આલ્કોહોલ આધારિત હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ કરવાથી જંતુઓને મારવામાં અને ચેપનું જોખમ ઘટાડવામાં મદદ મળી શકે છે.
નિયમિત હાથની સ્વચ્છતા આપણને ફલૂ, સામાન્ય શરદી અને ખોરાકજન્ય રોગોથી બચાવે છે. હાથની સ્વચ્છતાને આપણી દિનચર્યાનો એક ભાગ બનાવવી જરૂરી છે, ખાસ કરીને શૌચાલયનો ઉપયોગ કર્યા પછી, જમતા પહેલા અને જાહેર સ્થળોએ ગયા પછી. સીએસ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર દ્વારા હાથની સ્વચ્છતા માટે કાલુપુર રેલ્વે સ્ટેશન પર ૧૫૦થી વધુ લોકોને કેવી રીતે હાથ ને સ્વચ્છ રાખવા તે માટે ના ૭ સ્ટેપ સમજાવ્યા જેમાં કુલી, રેલ્વે કર્મચારી, રેલ્વે પોલીસ તેમજ મુસાફરોએ ભાગ લીધો. આ ઉપરાંત ભાગ લીધેલા લોકો પાસે હાથની સ્વછતા માટે સંકલ્પ કરાવ્યો. યાદ
રાખો, સ્વચ્છ હાથ જીવન બચાવે છે!
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યભરની સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ પ્રાથમિક શાળાઓમાં નર્સરીથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પૌષ્ટિક નાસ્તો પૂરો પાડવાના હેતુથી "મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના" શરૂ કરવાની જાહેરાત કરી છે.
સમગ્ર દેશમાં સાયબર છેતરપિંડી અને ડિજિટલ ગુનાઓ વધી રહ્યા છે ત્યારે વધુ એક પોન્ઝી સ્કીમ કૌભાંડ બહાર આવ્યું છે, જેમાં પાલનપુરનું મલ્ટી ગ્રુપ વિવાદના કેન્દ્રમાં છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમરેલી જિલ્લાની ધારી ગ્રામ પંચાયતને નગરપાલિકાનો દરજ્જો આપવાની મંજૂરી આપી છે.