જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલના દિવસે સફાઈ કર્મચારીઓ માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે સેમિનાર યોજાયો
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જીસીએસ હોસ્પિટલ દ્વારા નાતાલ ના દિવસે સફાઈ કર્મચારી માટે સ્વાસ્થ્યની જાગૃતિ માટે ખાસ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં 60+ સફાઈ કર્મચારીઓ એ ભાગ લીધો હતો.
જીસીએસ હોસ્પિટલના મેડિસિન વિભાગના નિષ્ણાત ડૉ. મિહિર ત્રિવેદી દ્વારા લાંબા અને ટૂંકા ગાળા ના રોગો, પ્રાથમિક આરોગ્ય, અને સ્વાસ્થ્ય ની કાળજી રાખવા ઉપર ચર્ચા કરવામાં આવી હતી. નિષ્ણાત ડોક્ટર દ્વારા સફાઈ કર્મચારીને તેમના રોજિંદા કામકાજ થી થતા રોગો અને એ રોગો થી બચવા માટે રાખવામાં આવતી સાવચેતીઓ થી જાગૃત કરવામાં આવ્યા હતા.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.
ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) 19 થી 25 નવેમ્બર 2024 દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરી રહ્યું છે,
અમદાવાદ ટૂંક સમયમાં ભારતના પ્રથમ અને સૌથી મોટા કમળના આકારના પાર્કનું ઘર બનશે, જેનું નામ લોટસ પાર્ક (ભારત નો માલા) છે,
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઐતિહાસિક નગર સોમનાથ ખાતે ગુજરાતની 11મી ચિંતન શિબિરનું ઉદ્ઘાટન કર્યું, તેને પ્રતિબિંબ અને પ્રગતિ માટે એક શક્તિશાળી પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું.