જીટીયુ જીપેરીને ડિપ્લોમા કોર્સીસ ચલાવવા માટે AICTEની માન્યતા મળી
AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) દ્વારા સંચાલિત ગુજરાત પાવર એન્જિનીયરીંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઑલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેક્નિકલ એજ્યુકેશન (AICTE) સમક્ષ જીપેરી ખાતે ડિપ્લોમા કોર્સીસ માટેની માન્યતા પ્રાપ્ત કરવા માટે અરજી કરવામાં આવેલ હતી. જેના ઉપલક્ષે તાજેતરમાં જ AICTEના તજજ્ઞો દ્વારા સ્થળ ચકાસણી કરીને તમામ પ્રકારની વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સુવિધાને ધ્યાને લઈને સિવિલ,મિકેનિકલ,ઇલેક્ટ્રિકલ અને કૉમ્પ્યુટર એન્જિનિરીંગની 4 બ્રાન્ચ માટે ડિપ્લોમા કોર્સીસ શરૂ કરવા માટેની મંજૂરી આપવામાં આવી છે.
આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે , AICTEના તમામ પ્રકારના ધરાધોરણોમાં ખરી ઉતરીને જીટીયુ જીપેરીને ડિપ્લોમાં કોર્સિસ ચલાવવા માટેની મંજૂરી આપવામાં આવેલ છે. જે ઉત્તર ગુજરાતના તમામ વિદ્યાર્થીઓને લાભદાયી થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે.એન.ખેરે જીપેરીના પ્રિન્સિપાલ ડૉ. ચીરાગ વિભાકર , કો-ઓર્ડિનેટર્સ ડૉ. જે. બી. પટેલ અને ડૉ. ઉત્સવ ગઢીયા સહિત સમગ્ર ટીમને આ બદલ અભિનંદન પાઠવ્યા હતાં.
AICTE દ્વારા જીપેરી ખાતે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કૉમ્પ્યુટર એન્જિનિયરીંગમાં પ્રતિ બ્રાન્ચ 60 એમ કુલ મળીને 240 સીટ્સ ફાળવવામાં આવી છે. ચાલુ શૈક્ષણિક વર્ષથી જ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે.
જીટીયુ જીપેરી અવિરતપણે પ્રગતિના પંથે આગળ વધી રહી છે ત્યારે, ડિપ્લોમા કોર્સીસની માન્યતા મળવાથી ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે આ ખૂબજ લાભદાયી નિવડશે. જેના કારણોસર તેઓને અભ્યાસઅર્થે વતનથી દૂર જવું નહીં પડે. અદ્યતન હોસ્ટેલની સુવિધા ,પરિવહન તેમજ દરેક પ્રકારની સરકારી નિયમોનુસાર મળતી સ્કૉલરશીપ અને જીટીયુની મેરીટ બેઝ્ડ સ્કૉલરશીપનો લાભ પણ આ વિદ્યાર્થીઓને મળવાપાત્ર થશે.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.
પશ્ચિમ રેલ્વે દ્વારા હોળીના તહેવાર અને ઉનાળાની ઋતુ દરમિયાન મુસાફરોની સુવિધા અને વધારાની ભીડ ધ્યાનમાં રાખીને તેમની મુસાફરીની માંગને પહોંચી વળવા માટે અસારવા-આગ્રા કેન્ટ વચ્ચે વિશેષ ભાડા પર ત્રિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. જેની વિગતો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૨૩-૨૪માં સુરેન્દ્રનગર જિલ્લામાં ૧,૭૯૪ હેક્ટર વિસ્તારમાં દાડમનું વાવેતર થયું; દાડમનું ઉત્પાદન ૧૮,૧૧૯ મે. ટન નોંધાયું.