જીટીયુ દ્વારા મહિલા સાહસિક સશક્તિકરણ માટે "વી-પીચ કોમ્પિટિશન" નું આયોજન
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલ અને વુમનનોવેટર દ્વારા સંયુક્ત રીતે તા.2 ઓગસ્ટ, 2024 ના રોજ “વી-પીચ કોમ્પિટિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની ઇનોવેશન કાઉન્સિલ અને વુમનનોવેટર દ્વારા સંયુક્ત રીતે તા.2 ઓગસ્ટ, 2024 ના રોજ “વી-પીચ કોમ્પિટિશન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ મહિલા સ્ટાર્ટઅપ માલિકો, માઇક્રો, સેમી-મધ્યમ અને મિડિયમ સાહસો અને સામાજિક કાર્યકરોને નેટવર્કિંગ તક અને માર્ગદર્શન પ્રદાન કરવા માટે તેમજ ઉદ્યોગ નિષ્ણાતો, સીઈઓ અને સમુદાયના નેતાઓ સાથે જોડાવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પ્રદાન કરવાનો હતો.
કાર્યક્રમ દરમિયાન 60 નોંધણીઓ થઇ, 42 સહભાગીઓએ પોતાના વિચારો રજૂ કર્યા. સ્પર્ધામાં 15 શ્રેષ્ઠ વિચારો રજૂ કરનારને ટ્રોફી એનાયત કરવામાં આવી અને 5 શ્રેષ્ઠ વિજેતાઓને રોકડ ઈનામ આપવામાં આવ્યું.
વિશેષજ્ઞ નિર્ણાયકો ડો. નેહા શર્મા, શ્રીમતી તેજશ્રી શાહ, શ્રીમતી દર્શના ઠક્કર, શ્રીમતી સ્વાતિ પંચાલ, સુશ્રી પાયલ પટેલ અને ડો. નિલેશ પ્રિયદર્શીએ નવીનતા(ઇનોવેશન), બજાર કદ(માર્કેટ સાઈઝ) અને અગ્રણી મહિલાઓમાં ઉદ્યોગસાહસિકોની ભૂમિકા (રોલ ઓફ એન્ટ્રેપ્રેન્યોર્સ ઈન લીડીંગ વુમન ઈન બિઝનેસ) જેવા વિષયો પર આધારિત વિચારોનું મૂલ્યાંકન કર્યું હતું.
ટોચના પાંચ વિજેતાઓ તરીકે કુ. અંકિતા વિજયવર્ગીય, કુ. ક્રિષ્ના સિદ્ધપુરા, કુ. નીતા મસાણીયા, કુ. રૂત્વી શાહ અને કુ. હર્ષાબેન સોરઠીયાનું સન્માન કરાયું, જેઓએ વેસ્ટ મેનેજમેન્ટ, એપેરલ, પ્લાસ્ટિક વીવિંગ, હેલ્થકેર ડિવાઇસીસ અને નેચરલ પ્રોડક્ટ્સ જેવા ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કર્યું.
મુખ્ય મહેમાનો કુ. સ્નેહલ બ્રહ્મભટ્ટ અને શ્રી પ્રણવ પંડ્યાએ ઉદ્યોગસાહસિકતા પર પોતાના વિચારો રજૂ કર્યા. કાર્યક્રમનું સમાપન ડૉ. રાજુલ કે. ગજ્જર, ડૉ. તુષાર પંચાલ અને ડૉ. મિહિર શાહના પ્રવચનો સાથે કરવામાં આવ્યું, જેમાં ઇનોવેશન, મહિલા સશક્તિકરણ (વુમન એમ્પાવરમેન્ટ) અને 'થીંકીંગ આઉટ ઓફ ધ બોક્સ' જેવા વિષયો પર ભાર મુકવામાં આવ્યો. “વી-પિચ” સ્પર્ધાએ મહિલા સાહસિકો માટે વિકાસ અને સફળતાના નવા માઈલસ્ટોનને પેદા કરીને, સહભાગીઓને નોંધપાત્ર અનુભવ અને નવી ઉદ્યોગસાહસિકતા માટે પ્રેરણા આપી.
માનનીય રેલ્વે અને ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ રાજ્યમંત્રી રવનીત સિંહ બિટ્ટુએ પશ્ચિમ રેલ્વેના અમદાવાદ ડિવિઝનની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે અમદાવાદ, પાલનપુર અને ગાંધીનગર કેપિટલ સ્ટેશનોનું નિરીક્ષણ કર્યું.
પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી (પી.ડી.ઇ.યુ.) એ તાજેતરમાં કેમો-ઓ-ક્લેવ યુથ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જે એક એવો કાર્યક્રમ હતો, જેમાં વર્ષ 2015માં સ્નાતક થયેલા 2011ની બેચના નામાંકિત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ઔદ્યોગિક વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે રાજ્યની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ આપી