જીટીયુ , એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું
વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. -પ્રો. ડૉ. પંકજરાય પટેલ કુલપતિ
અમદાવાદ | ટેક્નિકલ જ્ઞાનનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સતત કાર્યરત રહે છે. તાજેતરમાં જ જીટીયુ સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ), એજ્યુનેટ ફાઉન્ડેશન અને SAPના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓમાં ટેક્નોલોજી પ્રત્યે રુચી વધે અને તેમના ઈનોશીએટીવ આઈડિયાઝને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તે અર્થે કોડ ઉન્નતિ પ્રોગ્રામ અંતર્ગત આઈડિયા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંદર્ભે જીટીયુના કાર્યકારી કુલપતિ પ્રો. ડૉ. પંકજરાય પટેલે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓમાં ટેક્નિકલ જ્ઞાનનો વધારો થાય તથા ઈનોવેશન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળી રહે તે માટે આ પ્રકારની મેરેથોન ખૂબ જ મદદરૂપ થશે. જે આત્મનિર્ભર ભારત અભિયાનને વેગ પૂરો પાડશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન ખેર , જીટીયુ જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ.ડી. પંચાલ , એડ્યુનેટ ફાઉન્ડેશનના સિનિયર ડાયરેક્ટર શ્રી વૈભવ ઓસ્તવાલે અને SAPના શ્રી શિવાની સિન્હા કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં.
IT, ઈન્સ્ટ્રૂમેન્ટલ એન્ડ કંટ્રોલ, કૉમ્પ્યૂટર અને ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કૉમ્યુનિકેશન શાખાના વિદ્યાર્થીઓના આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ, ઈન્ટરનેટ ઑફ થિંગ્સ મશીન લર્નિંગ અને ડેટા સાયન્સ વિષય પરના આઈડીયાને ઈનોવેશન અને પ્રોટોટાઈપમાં રૂપાંતરીત કરવા માટે તાજેતરમાં જ જીટીયુ દ્વારા રાજ્ય કક્ષાની ઇનોવેશન મેરેથોનમાં ભાગ લેવા અરજી મંગાવવામાં આવી હતી. કુલ 400 માંથી 25 ટીમોને જીટીયુ ખાતે ઈનોવેશન મેરેથોનમાં બોલાવવમાં આવી હતી. સ્ટાર્ટઅપકર્તાને ઔદ્યોગીક ક્ષેત્રેથી નાણાંકીય સહાય પ્રાપ્ત થઈ શકે અને પોતાના આઈડિયા અને ઈનોવેશનને રજીસ્ટ્રેશન કરીને ફંડ મેળવી શકે તે માટે, બ્લોક ચેઈન ટેક્નોલોજી પર વડોદરાની બાબરીયા ઈન્સ્ટિટ્યૂટની ટીમ દ્વારા નિર્મિત ક્રાઉડ ફંડિગ એપ્લિકેશનને પ્રથમ સ્થાન પ્રાપ્ત થયું હતું. IOTઆધારીત સોલાર પેનલ ક્લિનર કિટનું ઈનોવેશન કરનાર GEC ગાંધીનગરની ટીમ દ્રિતિય ક્રમે રહી હતી. મશીન લર્નિંગ ટેક્નોલોજી આધારીત પરિવહનના વાહનોમાં હિંસાત્મક પ્રવૃતિને અટકાવવા માટે દરેક પેસેન્જરનું મોનીટરીંગ કરીને વાયોલેન્સ ક્રાઈમ એલર્ટ આપતી કેમેરા કિટનું ઈનોવેશન કરનાર સુરતની GIDC ડિગ્રી એન્જિનિયરીંગ કૉલેજની ટીમ તૃતિય ક્રમે પસંદગી પામી હતી. જીટીયુના કુલપતિ , કુલસચિવ અને જીસેટ ડાયરેક્ટરે ઈનોવેશન મેરેથોનના સફળ સંચાલન બદલ પ્રો. ડૉ. માર્ગમ સુથારને અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ (S.T.) કોર્પોરેશને, રાજ્ય સરકારના સહયોગથી, 29 ડિસેમ્બર, રવિવારના રોજ કંડક્ટરની પરીક્ષામાં બેસનાર ઉમેદવારો તેમના પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરી છે.
મહેસાણા જિલ્લાના દાવડા ગામની સીમમાં સીઆઈડી ક્રાઈમની ટીમે ટ્રેક કરીને એક મહિનાથી નાસતા ફરતા ભૂપેન્દ્ર ઝાલાની ધરપકડ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ધરપકડ કરવામાં આવી હતી,
પરીક્ષામાં ભાગ લેનાર અનુસૂચિત જનજાતિ-ST અને અનુસૂચિત જાતિ- SCના ઉમેદવારોને એસ. ટી. નિગમ દ્વારા વિનામૂલ્યે પરીક્ષા કેન્દ્ર સુધી લાવવા લઇ જવાની સુવિધા આપવામાં આવશે.