જીવીકેના કેશવ રેડ્ડીનો આઈડી પ્લેટફોર્મ ઈક્વલ સાથે ભારતના ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ
અમિતાભ બચ્ચન, સલમાન ખાન, એસએસ રાજામૌલી, જુનિયર એન.ટી.આર., કિયારા અડવાણી, ડ્રીમ સ્પોર્ટ્સના સહ-સ્થાપક હર્ષ જૈન, ટાઈટન કેપિટલના સહ-સ્થાપક કુણાલ બહલ, કોટક811ના વીપી જય કોટક, સાનિયા મિર્ઝા અને પીવી સિંધુ સહિત મનોરંજન, બિઝનેસ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની 50થી વધુ પ્રખ્યાત હસ્તીઓ ઈક્વલ માટે સમર્થન અને ઉત્સાહ દર્શાવે છે.
સ્વતંત્રતા દિવસના અવસરે, જીવીકેના કેશવ રેડ્ડી અને તેમના સહ-સ્થાપક, રાજીવ રંજને, ભારતીયો માટે એક-ક્લિક સાથે સુરક્ષિત રીતે અને સરળ રીતે આઈડી શેર કરવા માટે ઈક્વલની જાહેરાત કરી છે જે કન્સેન્ટ-ફર્સ્ટ અને પ્રાઈવસી-કેન્દ્રિત પ્લેટફોર્મ છે. ઈક્વલ એ ઈન્ડિયા સ્ટેક (ભારતનું એડવાન્સ્ડ પબ્લિક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) અને ડિજિલોકર સાથે ભાગીદારીમાં બનાવવામાં આવ્યું છે. બીટામાં 1 મિલિયન યુઝર્સ પહેલેથી જ તેનો ઉપયોગ કરી રહ્યાં છે. ઈક્વલનો ઉદ્દેશ્ય હોટેલ અને કો-વર્કિંગ સ્પેસ ચેક-ઇન્સ, રિયલ એસ્ટેટ વ્યવહારો, કર્મચારીઓનું વેરિફિકેશન, લોન
વેરિફિકેશન, હાઉસિંગ ફાઇનાન્સ વેરિફિકેશન, ઈન્શ્યોરન્સ ક્લેમ વેરિફિકેશન, હોસ્પિટલ ચેક-ઇન,વાહન ખરીદી, કૃષિ સંબંધિત ઓન-બોર્ડિંગ અને ડિજિટલ એકાઉન્ટ ઓન-બોર્ડિંગ સહિત વિવિધ ઉપયોગના કેસોમાં 100 મિલિયન ભારતીયોને સશક્ત બનાવવાનો છે. ઈક્વલની મહત્વાકાંક્ષા વ્હાઈટ કોલરથી લઈને બ્લુ કોલર કામદારો, ખેડૂતો, ઉધાર લેનારાઓ અને ઉપભોક્તાઓ
સુધીના વિવિધ સમૂહોના જીવનને પ્રભાવિત કરવાની છે અને તેમને તેમના પર્સનલ આઈડેન્ટિફિકેશન ડોક્યુમેન્ટ્સને વધુ સારી રીતે મેનેજ કરવામાં મદદ કરવાની છે.
ઈક્વલ તેના પ્લેટફોર્મ પર વપરાશકર્તાઓને સરકારી આઈડી અને પાન નંબર, ડ્રાઇવિંગ લાઇસન્સ, હેલ્થ અને ફાઈનાન્શિયલ રેકોર્ડ અને વધુ સહિત અન્ય રેકોર્ડ્સ સ્ટોર કરવા, મેનેજ કરવા અને શેર કરવા માટે સુરક્ષિત અને કન્સેન્ટ-ફર્સ્ટ એન્વાર્યમેન્ટ પૂરું પાડે છે. “ઈક્વલ પાછળની ફિલસૂફી 100 મિલિયન ભારતીયોની વિશાળ વસ્તી દ્વારા સ્થાનો અને તકોને એક્સેસ કરવા માટે દૈનિક ધોરણે અનુભવાતી આઈડેન્ટિટીને લગતી સમસ્યાઓનું સમાધાન લાવવા અંગેની છે. ડોક્યુમેન્ટ્સ બેડસાઇડ ડ્રોઅર્સ, ફોટો લાઇબ્રેરીઓ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન્સ અને ક્લાઉડ ડ્રાઇવ્સમાં વેરવિખેર પડ્યા હોય છે. તેથી, ઈક્વલનું ધ્યેય, વપરાશકર્તાઓને તેમના હાથમાં સંપૂર્ણ નિયંત્રણ સાથે, યુનાઈટેડ ફ્રન્ટ દ્વારા, જ્યાં પણ અને જ્યારે પણ જરૂરી હોય ત્યાં તેમની આઈડેન્ટિટીને સુરક્ષિત અને એકીકૃત રીતે શેર કરવાની મંજૂરી આપવાનો છે. અમે તેને ડેટા-પ્રાઇવસી સિક્યોરિટીમાં ગોલ્ડ-સ્ટાન્ડર્ડ તરીકે ગણીને ભારત પર્સનલ આઈડેન્ટિફિકેશનને કેવી રીતે સમજે છે અને તેનું સંચાલન કરે છે તેમાં એક ક્રાંતિ તરીકે જોઈએ છીએ,” એમ ઈક્વલના સ્થાપક કેશવ રેડ્ડીએ જણાવ્યું હતું.
લોન્ચિંગના દિવસે, ઈક્વલને બિઝનેસ, મનોરંજન અને સ્પોર્ટ્સ ક્ષેત્રની 50 પ્રખ્યાત વ્યક્તિઓ તરફથી સમર્થન મળ્યું હતું. સિનેમાની દુનિયામાંથી અમિતાભ બચ્ચન, સલમાન ખાન,
એસ.એસ. રાજામૌલી, જુનિયર એન.ટી.આર., વરુણ ધવન, કિયારા અડવાણી, શાહિદ કપૂર, અલ્લુ અર્જુન, રાણા દગ્ગુબાટી, સોનમ કપૂર આહુજા, સામંથા પ્રભુ, તમન્ના ભાટિયા, નીના
ગુપ્તા અને રવિના ટંડન જેવી અનેક હસ્તીઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી અને ઉત્સાહ વ્યક્ત કર્યો હતો. સ્ટાર્ટઅપ વર્લ્ડમાંથી, યુનિકોર્ન ફાઉન્ડર
અને ડ્રીમ સ્પોર્ટ્સના સહ-સ્થાપક હર્ષ જૈન, કોટક811ના વીપી જય કોટક, ટાઇટન કેપિટલના સહ-સ્થાપક કુણાલ બહલ અને સ્કાયફ્લો – ડેટા પ્રાઈવસી વોલ્ટના સહ-સ્થાપક અને સીઈઓ
અંશુ શર્મા તથા સ્પોર્ટ્સ ક્ષેત્રેથી સાનિયા મિર્ઝા અને પીવી સિંધુએ પ્લેટફોર્મને જાહેરમાં તેમનો ટેકો વ્યક્ત કર્યો હતો. ઈક્વલે તેની વેબસાઈટ www.equal.in પર વેઈટલિસ્ટની જાહેરાત કરી છે, જેના દ્વારા યુઝર્સ પ્લેટફોર્મનો અનુભવ કરનાર પ્રથમ વ્યક્તિઓમાં સામેલ થઈ શકે છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.