ગલતેશ્ર્વર તાલુકા પંચાયતમા પ્રમુખ ઉપ પ્રમુખની વરણી
ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી.
ખેડા જિલ્લા ના ઠાસરા વિધાનસભા વિસ્તાર ના ગલતેશ્ર્વર તાલુકા મા ભાજપ સાસિત તાલુકા પંચાયત ની ટમૅ પુરી થતા નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી કરવામા આવી. પ્રાંત અધિકારીશ્રી ની ઉપસ્થિતિમાં યોજાયેલા ચુટણી પ્રક્રીયા મા પ્રમુખ ઉપ પ્રમુખ બહુમતી થી ચુટાયેલ જેમા તાલુકા પંચાયત ના નવા પ્રમુખ તરીકે જયંતિ ભાઈ આર પરમાર તથા ઉપ પ્રમુખ તરીકે કૃતિશ કુમાર પી પટેલ સર્વાનુમતે ચુટાયેલ અને કારોબારી ચેરમેન તરીકે કીરીટભાઇ એ.પરમાર ની વરણી કરવામા આવી પક્ષ ના નેતા તરીકે શ્રીમતિઅમૃતાબેન આર.મકવાણા અને દડક તરીકે શ્રીમતિ શાંતીબેન નાયકા ની વરણી કરવામા આવી.
ભાજપની સિસ્ત બધતા પ્રમાણે ટમૅ પુરી કરી તેવા પુર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રીમતી નમ્રતાબેન રીપલભાઈ પટેલ નવા પ્રમુખ શ્રી અને પુરી ટીમ ને શુભેચ્છા પાઠવી હતી નવા પ્રમુખ ઉપ પ્રમુખ ની વરણી ની સમગ્ર પ્રક્રીયા ને ખેડા જિલ્લા ભાજપ ના જાંબાઝ યુવા નેતૃત્વ જેમાં જીલ્લા સંગઠન પ્રમુખ શ્રી અજય ભાઈ બ્રહ્મભટૃ તથા ઠાસરા ના ધારાસભ્ય શ્રી યોગેન્દ્ર સિંહ પરમાર ના માર્ગદર્શન થી કરવામાં આવી હતી અને પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા નક્કી થયેલા પ્રમુખ ઉપ પ્રમુખ તરીકે ના નામો ખેડા જિલ્લા ઉપ પ્રમુખ શ્રી વિકાસ ભાઈ પટેલ જીલ્લા મહામંત્રી શ્રી અમિતભાઈ ડાભી, ગલતેશ્વરમંડલ ના પ્રભારી શ્રીધવલભાઈ પટેલ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યા હતા નવ નિયુક્ત પ્રમુખ ઉપ પ્રમુખ અને તેમની ટીમ ને ધારાસભ્ય શ્રીયોગેન્દ્રસિંહ પરમાર તથા ગલતેશ્ર્વર તાલુકા સંગઠન પ્રમુખ શ્રી શૈલેષ ભાઈ પટેલ બને મહામંત્રી શ્રીઓ તેમજ સંગઠન ના હોદેદારો અને જીલ્લા સંગઠન ને અભિનંદન પાઠવ્યા હતા.
સોમવારે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક બંધ ફ્લેટમાં ATS અને DRI એ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન, શેરબજાર સંચાલકના બંધ ફ્લેટમાંથી 90 કિલો સોનું અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
ગુજરાતના ૧૮,૦૪૬ ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે તેમ, આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્યશ્રી દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું.
નાંદોદના ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે બેઠકમાં ઉપસ્થિત રહી પ્રજાના પ્રશ્નોનાને ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂક્યો.