Gandhinagar: હવેથી ગુજરાતની આ 11 યુનિવર્સિટીઓ આવશે સરકાર હસ્તક, સ્ટૂડન્ટ પોલિટિક્સ ખતમ
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે.
ગાંધીનગર: ગુજરાત પબ્લિક યુનિવર્સિટી વિધેયક ગૃહમાં પસાર કરવામા આવ્યું છે. જેનાથી હવે રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટીઓ એક છત્ર નીચે રહેશે. રાજ્યની સરકારી તમામ 11 યુનિવર્સિટીઓની સત્તા સરકાર હસ્તક રહેશે. યુનિવર્સિટીઓની સત્તા, ભરતી સહીતની બાબતોના નિયમો ઘડાયા છે. યુનિવર્સિટી સાથે જોડાયેલા પ્રદ્યાપકો ખાનગી ટ્યુશન કે ક્લાસિસ ચલાવી શકશે નહી. યુનિવર્સિટીઓના કર્મચારીઓ હવેથી રજસેવક ગણાશે.
કુલપતિની નીમણૂંક , પ્રાદ્યાપકો કર્મચારીઓની બદલી થઈ શકશે. રાજ્ય સરકારની મંજૂરી વિના ભરતી પ્રક્રિયા થઈ શકશે નહી. યુનિવર્સિટીઓની સ્થાવર મિલકત વેચાણ અથવા ભાડે ચઢાવવા સરકારની મંજૂરી લેવી પડશે. યુનિવર્સિટીઓના ફંડનો ઉપયોગ અન્ય હેતુ માટે કરી શકાશે નહી. સેનેટ અને સિન્ડિકેટની ચૂંટણીઓ હવે યુનિવર્સિટીમાં નહિ થાય. યુનિવર્સિટી અને કોલેજમાંથી સ્ટુડન્ટ પોલિટિકસ ખતમ થઈ જશે. સેનેટ અને સિન્ડિકેટની જગ્યાએ બોર્ડ ઓફ મેનેજમેન્ટ અસ્તિત્વમાં આવશે.
વિવિધ યુનિવર્સિટીઓના પોતાના અધિનિયમો અને નિયમો ખતમ થશે. તમામ સરકારી યુનિવર્સિટીમાં એકસમાન અભ્યાસક્રમ, પ્રવેશ અને પરીક્ષા પદ્ધતિ અમલમાં આવશે. પ્રવેશ,પરીક્ષા અને પદવીમાં એકસૂત્રતા આવી જશે. 11 સરકારી યુનિવર્સિટીની સ્વાયત્તતા ખતમ અને સરકારની સત્તા અમલમાં આવશે. 11 સરકારી યુનિવર્સિટીઓની એકેડેમીક અને ફાઈનાન્સિયલ ઓટોનોમિ ખતમ થશે. કુલપતિની ટર્મ 3ના બદલે 5 વર્ષની અને કુલપતિ રિપિટ નહિ થાય.
યુનિવર્સિટીના પોતાના સક્ષમ સત્તામંડળની મંજૂરીથી નવા પ્રોગ્રામ્સ, નવા કોર્સિસ શરુ કરવા માટે સ્વાયત રહેશે. યુનિવર્સિટી એક્સ્ટર્નલ તરીકે વિદ્યાર્થીઓને ડીગ્રી આપી શકશે.ઓનલાઈન કોર્સિસ તૈયાર કરી શકશે. દૂરવર્તી પાઠ્યક્રમો પણ ચલાવી શકશે.
પ્રોફેસર કે અન્ય સ્ટાફની ભરતી એક જ જગ્યાએથી થશે. વડોદરા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં રાજમાતા સુભાંગીની ગાયકવાડ ચાન્સેલર રહેશે. બાકીની 10 યુનિવર્સિટીના ચાન્સેલર રાજ્યપાલ રહેશે. પબ્લિક યુનિવર્સિટી એકટથી યુનિવર્સિટીની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. અધ્યાપકો અને આચાર્યોની ભરતીમાં 33 ટકા મહિલા અનામત રહેશે. યુનિવર્સિટી પ્રોફેસરો અને અધ્યક્ષોની નિમણુંકમાં પણ 33 ટકા મહિલા અનામત રહેશે.
1 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા
2 ગુજરાત યુનિવર્સિટી
3 સરદાર પટેલ યુનિવર્સિટી
4 સૌરાષ્ટ્ર યુનિવર્સિટી
5 મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટી
6 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી
7 ડોકટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી
8 ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનવર્સિટી
9 ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી
10 ગુરુ ગોવિંદ યુનિવર્સિટી
11 વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનવર્સિટી
ગયા અઠવાડિયે રાજ્યમાં ઠંડા પવન સાથે ભારે ઠંડીનો અનુભવ થયો હતો. મકર સંક્રાંતિ બાદ, છેલ્લા ત્રણ-ચાર દિવસોથી ઠંડીમાં રાહત મળી છે,
અમદાવાદમાં દક્ષિણ બોપલ તેના નવા ગ્રીન હેવન-ઓક્સિજન પાર્કનું સ્વાગત કર્યું, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની વિવિધ નગરપાલિકાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં શહેરી વિકાસ પ્રોજેક્ટ માટે રૂ. 605.48 કરોડ મંજૂર કર્યા છે.