ભારતનું ફાયનાન્સિયલ ગેટ-વે બન્યું ગાંધીનગરનું ગિફ્ટ સિટી
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની અત્યાર સુધીની ૨૩ વર્ષની સંકલ્પ સિદ્ધિને જનજનમાં ઉજાગર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતભરમાં “વિકાસ સપ્તાહ” ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી રહી છે.
અમદાવાદ અને ગુજરાતના પાટનગર ગાંધીનગર વચ્ચે સાબરમતી નદીના કિનારે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારની પહેલ અને ભારત સરકારના સહયોગથી ગાંધીનગર ખાતે આકાર પામેલ ગિફ્ટ સિટી ભારતનું પ્રથમ ઓપરેશનલ સ્માર્ટ સિટી અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર તરીકે વિકાસ પામ્યું છે. દેશના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને માર્ગદર્શન હેઠળ વર્ષ ૨૦૦૭ માં ગિફ્ટ સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે નાણાકીય રીતે સમૃદ્ધ એવા ન્યુયોર્ક, લંડન, ટોક્યો, પેરિસ, સિંગાપોર અને દુબઈ જેવા દેશોની જેમ ભારતને પણ ફાઈનાન્સિયલ સેન્ટર તરીકે વિકસાવવાના હેતુસર ગિફ્ટ સિટીની રચના કરવામાં આવી છે.
ગાંધીનગર ખાતે હાલમાં ૮૮૬ એકર જમીનમાં ફેલાયેલ ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરની વ્યાપારી, રહેણાંક અને સામાજિક સુવિધાઓ સાથે સુઆયોજિત અને ટેકનોલોજીથી સક્ષમ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહી છે. ગિફ્ટ સિટી મલ્ટી સર્વિસ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન(SEZ) માં આવેલ ભારતની એકમાત્ર ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર(IFSC) અને ડોમેસ્ટિક ટેરિફ એરિયા(DTA) ધરાવે છે. ગિફ્ટ સિટીમાં હાલમાં ૨૦ જેટલી બિલ્ડિંગ કાર્યરત છે તથા બીજા વધુ પ્રોજેક્ટ્સ પણ પ્રગતિમાં છે. ગિફ્ટ સિટીની લોકપ્રિયતા અને ગુજરાત સરકારની પ્રોત્સાહક નીતિઓના કારણે વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કંપનીઓ અહિયાં આવી રહી છે, જેના પરિણામસ્વરૂપ ગિફ્ટ સિટીમાં ૭૦૦ થી વધુ બિઝનેસની સ્થાપના થઇ છે. આ ઉદ્યોગોના કારણે ગિફ્ટ સિટીમાં સીધી અને પરોક્ષ રીતે અંદાજિત ૨૫૦૦૦ જેટલી રોજગારીનું સર્જન થયું છે.
ગિફ્ટ સિટીમાં અત્યાધુનિક માળખાકીય સુવિધાઓ જેવી કે ડિસ્ટ્રિક્ટ કૂલિંગ સિસ્ટમ, ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સિસ્ટમ, અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ અને ગ્રીન ટ્રાન્સપોર્ટેશન તથા સામાજિક સુવિધાઓ જેવી કે સ્કૂલ, મેડિકલ, ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સ સુવિધાઓ સાથેની એક બિઝનેસ ક્લબ, મનોરંજનની સુવિધાઓ, ફાઈવ સ્ટાર હોટેલ, સુપરમાર્કેટ્સ અને મલ્ટિ-ક્યુઝિન રેસ્ટોરન્ટ્સનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીમાં કામ-ધંધાની સાથે સુનિયોજિત રહેણાંક હાઉસિંગ પ્રોજેક્ટ્સ પણ બની રહ્યા છે, જે ગિફ્ટ સિટીને ખરેખર "વૉક ટુ વર્ક" સિટી બનાવે છે. ગિફ્ટ સિટીમાં મેટ્રો ટ્રેનની કનેક્ટિવિટી, ૨૦ મિનિટના અંતરે આવેલ ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એરપોર્ટ, ૧૫ મિનિટના અંતરે આવેલ રેલ્વે સ્ટેશન, નેશનલ હાઇવેની કનેક્ટિવિટી સહિત વિવિધ ટ્રાન્સપોર્ટેશન સુવિધાઓ ઉદ્યોગો માટે સાનુકૂળ વાતાવરણ પૂરું પાડે છે.
જબરજસ્ત માંગને કારણે, કોલ્ડપ્લેએ અમદાવાદમાં બીજા કોન્સર્ટની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું
જામનગર શહેરના રામેશ્વર નગર ચોક ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ઝડપી કારે કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.