ફ્રીડમ સંસ્થા દ્વારા ગરબા મહોત્સવ ઉજવવામાં આવ્યો અને બાળકોમનમૂકીને ઝુમ્યાં
ન્યુ વે એજયુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા દ્વારા ગરબા મહોત્સવનું આયોજન તા -09/10/2024 ને બુધવારનાં રોજ સાંજે 4 થી 7 સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મીઠીકૂઈ ધોળકા મુકામે કરવામાં આવ્યું.
ન્યુ વે એજયુકેશનલ એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ સંચાલિત ફ્રીડમ ડે કેર સેન્ટર ધોળકા દ્વારા ગરબા મહોત્સવનું આયોજન તા -09/10/2024 ને બુધવારનાં રોજ સાંજે 4 થી 7 સરદાર પટેલ કોમ્યુનિટી હોલ મીઠીકૂઈ ધોળકા મુકામે કરવામાં આવ્યું.જેમાં ધોળકા નગર પાલિકા પ્રમુખ શ્રી અશોકભાઇ મકવાણા, ધોળકા નગર પાલિકા ચીફ ઓફિસર શ્રી જતીનભાઇ મેહતા, ધોળકા નગર પાલિકા કાઉન્સિલર શ્રી સાકીરભાઈ મલેક, ધોળકા નગર પાલિકા પૂર્વ પ્રમૂખ શ્રી હરીશભાઈ પરમાર, સંસ્થા પ્રમૂખ શ્રી ભાવિન પરમાર તથા સ્ટાફ દ્રારા બાળકો સાથે આરતી કરવામાં આવી હતી,ઉપસ્થિત મહેમાનોનું બાળકો તથા સ્ટાફે બૂકે આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
દરેક બાળકો તથા વાલીએ તથા સ્ટાફે યોજાયેલ ગરબામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ માં ની આરાધના કરી અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે ગરબાના તાલે ઝૂમી રહ્યાં હતાં. ધોળકા નગર પાલિકા દ્વારા સરદાર પટેલ કોમ્યુનિટી હોલ વિનામુલ્યે આપવામાં આવ્યો હતો શ્રી જતીનભાઇ મેહતા તથા સાકીરભાઇ મલેક દ્વારા દરેક બાળકોને ગીફ્ટ આપવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે પ્રમુખ શ્રી ભાવિન પરમાર દ્વારા ઉપસ્થિત મહેમાન શ્રીનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.