નવરાત્રીમાં શક્તિ આરાધના સાથે રાસની રંગત જમાવતો ખોડલધામનો ગરબા મહોત્સવ
નવરાત્રિના પાવન પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે શહેરના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા ગરબા મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ખોડલધામ સમિતિ દ્વારા સમાજના હજાર લોકો એક સાથે ગરબાનો આનંદ માણી રહ્યા છે.
નવરાત્રિના પાવન પર્વની શહેરમાં ધામધૂમથી ઉજવણી થઇ રહી છે. ત્યારે શહેરના છાણી વિસ્તારમાં આવેલા સપ્તપદી પાર્ટી પ્લોટ ખાતે ખોડલધામ સમિતિ વડોદરા દ્વારા ગરબા મહોત્સવ ૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ખોડલધામ સમિતિ દ્વારા સમાજના હજાર લોકો એક સાથે ગરબાનો આનંદ માણી રહ્યા છે.
ખોડલધામ સમિતિ વડોદરાના પ્રમુખ કુમુદ અકબરીએ જણાવ્યું હતું કે, આ નવરાત્રી ગરબા આયોજનનો હેતુ કમાવાનો નથી, સમાજની દીકરીઓ લવ જેહાદનો ભોગ ના બને, પરંતુ માત્ર સારા વાતાવરણમાં બેન દીકરીઓ સારી રીતે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન ગરબા રમી શકે અને વધારે આર્થિક બોજ ના પડે એ અમારા ખોડલધામ સમિતિનો હેતુ છે.
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હજારો દીકરીઓ હોસ્ટેલમાં રહે છે. આ દીકરીઓ પણ નવરાત્રીમાં ગરબા રમી શકે એ માટે હોસ્ટેલથી સ્પેશિયલ બસમાં બેસાડીને ગરબા ગ્રાઉન્ડ પર લાવવામાં આવે છે. ગરબા પૂર્ણ થયા બાદ ગરબા ગ્રાઉન્ડથી જમાડીની હોસ્ટેલ પરત મુકવા માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ સાથે ગરબે ઘૂમતા અને ગરબા નિહાળવા આવેલા લોકોએ અન્નનો બગાડ નહીં કરવાના શપથ સાથે રાજ્યભરમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે, ત્યારે હવે આ અભિયાન જનજાગૃતિનું માધ્યમ બની ચૂક્યું છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારના "સ્વચ્છતા હી સેવા’ અભિયાન હેઠળ ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં ગુજરાતમાં સ્વચ્છતા ઝૂંબેશ તરીકે હાથ ધરાયું છે. ત્યારે અમે પણ સમાજના લોકો આ અભીયાન જોડાયેલા રહે એવો આગ્રહ અને અપીલ કરીએ છીએ.
માં આદ્યશક્તિની આરાધના કરવા માટે ખેલૈયાઓ કોકિલકંઠી ગાયિકા ફાલ્ગુની આર. ભેંસાણીયાના સૂર, સંગીતના તાલે મન મૂકીને ગરબે ઘુમે છે. ગરબાના મેદાનોમાં બાળકો અને ખેલૈયાઓ વિવિધ પ્રકારના ફેટાં, કેડિયા, ચણિયાચોળી તેમજ અન્ય આભુષણો પહેરીને ગરબે ઘુમી આકર્ષણનું કેન્દ્ર બને છે. જ્યારે ખેલૈયાઓ દ્વારા ગરબાની સ્પર્ધામાં ઈનામ લાગે તે માટે પણ રોજે રોજ આકર્ષક ડ્રેસ પહેરીને ગરબે ઘુમી રહ્યાં છે.
અમારાખોડલધામપરિવારનોહેતુ લોકોમાં ગરબા રમવાનો ઉત્સાહ બમણો થાય તે હેતુસર પુરૂષ અને મહિલાઓ અને બાળકો ની અલગ-અલગ કેટેગરીમાં પ્રતિદિન ૧૪ ઇનામો આપવામાં આવે છે. શ્રીસૌરાષ્ટ્રલેઉવાપટેલસમાજવડોદરાના ઉપપ્રમુખ કુમુદઅકબરીએ સામાજીક ઉત્સવોના માધ્યમ દ્વારા સામાજિક, શૈક્ષણિક અને આરોગ્યલક્ષી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ ચલાવે છે.
વીજળીની બચતને લોકો પોતાનો ધર્મ સમજીને પ્રમાણિકતાપૂર્વક પોતાનું કર્તવ્ય નિભાવશે તો બચાવેલી ઉર્જાનો વિકાસમાં, રાષ્ટ્ર નિર્માણમાં સદુપયોગ કરી શકાશે. વીજળીની બચતને આદત બનાવીએ : રાજ્યપાલ
બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું છે કે,બાળકોની સુરક્ષા અને તેમના અધિકારોનું સંરક્ષણ રાજ્ય સરકાર અને સમાજની પ્રાથમિક જવાબદારી છે જે અંતર્ગત ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બાળ અધિકારો ના ભંગ અંગે "suo moto" કાર્યવાહી હાથ ધરીને જવાબદારો સામે ત્વરિત કાર્યવાહી કરવા સંબંધિતોને સૂચના આપવામાં આવી છે.
વિધાનસભા ગૃહ ખાતે રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતની નારીશક્તિ શિક્ષણ મેળવીને સન્માનપૂર્વક જીવન જીવી શકે તે માટે રાજ્ય સરકારે ચિંતા કરીને દીકરીઓના ભણતર માટે “વ્હાલી દીકરી યોજના” અમલમાં મૂકી હતી.