ગેરેનાએ ફ્રી ફાયર ઈન્ડિયાને લોન્ચ કરવાની જાહેરાત કરી
ફ્રી ફાયર ઈન્ડિયા ભારતીય ખેલાડીઓ માટે સુરક્ષિત, સ્વસ્થ અને ફનથી ભરપૂર ગેમપ્લેને પ્રોત્સાહન આપવા માટે વિકસિત લોકલ કન્ટેન્ટ અને ફીચર્સ આપે છે, ફ્રી ફાયર ઈન્ડિયાને ભારતમાં યોટ્ટાના ક્લાઉડ હોસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સપોર્ટ કરવામાં આવશે, જે ભારતીય યુઝર ડેટાને સ્ટોર કરવા અને સુરક્ષિત કરવામાં યોટ્ટાની ઉદ્યોગમાં શ્રેષ્ઠ કુશળતાનો લાભ લેશે.
નોઈડા, 31મી ઓગસ્ટ, 2023: સિંગાપોરની ગ્લોબલ ઓનલાઈન ગેમ્સ ડેવલપર અને પબ્લિશર ગેરેનાએ આજે ફ્રી ફાયર ઈન્ડિયા લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જે એક્સક્લુઝિવ રીતે ભારતમાં 5 સપ્ટેમ્બરથી ડાઉનલોડ કરી શકાશે. ફ્રી ફાયર ઈન્ડિયા સુરક્ષિત, તંદુરસ્ત અને મનોરંજક ગેમપ્લે અનુભવ આપવા માટે વિશિષ્ટ કન્ટેન્ટ અને ફીચર્સનો સમાવેશ કરે છે.
ગેરેનાના સહ-સ્થાપક ગેંગ યે અને યોટ્ટા ઈન્ફ્રાસ્ટ્રક્ચર (યોટ્ટા)ના સહ-સ્થાપક અને અધ્યક્ષ દર્શન હિરાનંદાણી દ્વારા આજે લોંચ ઈવેન્ટમાં ભારત ખાતે સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
હિરાનંદાણી ગ્રુપની કંપની યોટ્ટા ફ્રી ફાયર ઈન્ડિયા માટે લોકલ ક્લાઉડ હોસ્ટિંગ અને સ્ટોરેજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે. MeitY-એમ્પેનેલ્ડ સર્વિસ પ્રોવાઈડર તરીકે ભારતમાં યોટ્ટા ઈસ્પોર્ટ્સ સહિતની ગેરેના પ્રોડક્ટ ઓફરિંગને ટેકો આપવા માટે સ્થાનિક સર્વર્સ અને નેટવર્ક કનેક્ટિવિટી સર્વિસ પર ભારતીય યુઝર્સના વ્યક્તિગત ડેટાના શ્રેષ્ઠ સંચાલનની ખાતરી કરશે.
ફ્રી ફાયર ઈન્ડિયા ખાસ કરીને ભારતીય યુઝર્સ માટે વિકસાવવામાં આવેલ ફીચર્સ અને કન્ટેન્ટ તેમજ સુરક્ષિત, સ્વસ્થ અને મનોરંજક ગેમપ્લેને પ્રોત્સાહન આપવા માટે રચાયેલી સુવિધાઓની એક રેન્જ ઓફર કરશે. તેમાં પેરેંટલ સુપરવિઝન, ગેમપ્લે મર્યાદાઓ અને 'ટેક અ બ્રેક' રીમાઇન્ડર્સને એનેબલ કરવા માટે વેરિફિકેશન સિસ્ટમનો સમાવેશ થાય છે.
સ્પોર્ટ્સમાં ભારતના બેસ્ટની ઉજવણી કરવાની પ્રતિબદ્ધતા દર્શાવતા ગેરેનાએ ફ્રી ફાયર ઇન્ડિયાના નવા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે ભારતીય ક્રિકેટ આઇકોન તરીકે એમએસ ધોનીને પસંદ કર્યા છે. તે ગેમમાં રમી શકાય તેવા પાત્ર “થાલા” તરીકે દર્શાવવામાં આવનારા પ્રથમ ભારતીય સ્પોર્ટ્સમેન તરીકે રજુ કરાશે. ધોનીની સાથે ફૂટબોલ કેપ્ટન સુનીલ છેત્રી, બેડમિન્ટન ચેમ્પિયન સાયના નેહવાલ, ટેનિસ લિજેન્ડ લિએન્ડર પેસ અને કબડ્ડી ચેમ્પિયન રાહુલ ચૌધરી જેવા અન્ય અગ્રણી ખેલાડીઓ પણ જોડાશે.
આ વર્ષના પ્રારંભમાં ગેરેના અને યોટ્ટાએ ભારતમાં ઈસ્પોર્ટ્સના વિકાસને આગળ વધારવા માટે ઉત્તર પ્રદેશ સરકાર સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યા હતા. ગેરેનાએ આજે જાહેરાત કરી કે આ મહિનાના અંતમાં ફ્લેગશિપ ફ્રી ફાયર ઈન્ડિયા ચેમ્પિયનશિપ (FFIC) યોજાશે. આ ચેમ્પિયનશિપ ભારતભરની ટીમો માટે ખુલ્લી છે. વિજેતાઓને આ નવેમ્બરમાં થાઈલેન્ડમાં ફ્રી ફાયર વર્લ્ડ સિરીઝમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળશે. FFIC અને ફ્રી ફાયર ઇન્ડિયાને સમર્પિત અન્ય ઈસ્પોર્ટ્સ પહેલની વધુ વિગતો આવતા અઠવાડિયામાં જાહેર કરાશે.
ભારતમાં સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગે આ કાર્યક્રમમાં વાત કરતા જણાવ્યું કે, “ગેરેના દ્વારા ફ્રી ફાયર ઈન્ડિયાનું લોન્ચ અને સ્થાનિક સ્તરે ઈસ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું સ્થાનિકીકરણ અને વિકાસ કરવાની પ્રતિબદ્ધતા એ ભારતમાં મોબાઈલ ગેમ્સ અને ઈસ્પોર્ટ્સ સ્પેસની વાઈબ્રન્સી અને વૈશ્વિક સ્તરે ભારતની ક્ષમતાનો પુરાવો છે. હું ભારત અને સિંગાપોર વચ્ચે ડિજિટલ મીડિયા, મનોરંજન અને ઈસ્પોર્ટ્સ ક્ષેત્રોમાં વધુ ભાગીદારીની અપેક્ષા રાખું છું.”
ગેરેનાના સહ-સ્થાપક ગેંગ યેએ જણાવ્યું હતું કે, “ભારત ઈસ્પોર્ટ્સના શોખીનોના અત્યંત જ જુસ્સાદાર સમુદાયોનું ઘર છે અને અમે ફ્રી ફાયર ઈન્ડિયાના લોન્ચ સાથે ભારત તરફથી અમારા ચાહકોને ટેકો આપવા માટે સક્ષમ બનવા બદલ ઉત્સાહિત છીએ. અમે ભારતીય યુઝર્સ માટે આકર્ષક અને ઉચ્ચ કક્ષાનું અનુભવ પ્રદાન કરવા આતુર છીએ. અમારું માનવું છે કે યોટ્ટા સાથેની અમારી પાર્ટનરશિપ એ સુનિશ્ચિત કરશે કે અમારા યુઝર્સ ઉચ્ચ ગુણવત્તાવાળા ગેમપ્લે અનુભવનો આનંદ લઈ શકે અને ભારતીય યુઝર્સ ડેટાને સુરક્ષિત અને સુરક્ષિત કરવામાં યોટ્ટાની કુશળતાનો લાભ લઈ શકે. અમે ભારતના ઈસ્પોર્ટ્સ અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિકાસને ટેકો આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ. ફ્રી ફાયર ઈન્ડિયા ઈસ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ એ આગામી મહિનાઓમાં ભારતીય ઇસ્પોર્ટસ એથ્લેટ્સને વૈશ્વિક સ્તરે સફળ થવા માટે સક્ષમ બનાવવા માટે અમારી ઈસ્પોર્ટ ઇવેન્ટ્સ અને એક્ટિવિટીનું પ્લેટફોર્મ બનાવવાનું અમારું પ્રથમ પગલું છે.”
યોટ્ટાના ચેરમેન અને સહ-સ્થાપક દર્શન હિરાનંદાણીએ ભારતમાં ડેટા સેન્ટર સેક્ટરમાં થયેલી પ્રગતિ પર ભાર મૂકતાં જણાવ્યું કે, “ગેરેના સાથેની અમારી ભાગીદારી ભારતીય ડેટા સેન્ટર ઉદ્યોગમાં અસામાન્ય પ્રગતિનું મજબૂત સમર્થન છે. અમે ભારતીય યુઝર્સના લાભ માટે અમારી વિશેષ ડેટા હોસ્ટિંગ અને સાયબર સિક્યોરિટી એક્સપર્ટાઈઝ લાવતા આનંદીત છીએ. આ પાર્ટનરશિપ ભારત-સિંગાપોર ટેક્નોલોજી સહયોગને વધુ પ્રોત્સાહન આપશે.”
ભારતમાં સોનાના ભાવ સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા, જેમાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ ₹87,210 પર પહોંચી ગયો, જ્યારે 1 ગ્રામ ₹8,721 હતો. સોનાના ભાવમાં સતત વધારો વૈશ્વિક બજારની અનિશ્ચિતતાઓ વચ્ચે કિંમતી ધાતુમાં રોકાણકારોના વધતા રસને પ્રતિબિંબિત કરે છે.
સોમવારે ભારતીય શેરબજાર અને ચલણને ભારે ફટકો પડ્યો, જે તાજેતરના બજેટના આફ્ટરશોક્સ અને વધતા વૈશ્વિક વેપાર તણાવથી પીડાઈ રહ્યો હતો.
બજેટ 2025 રજૂ થયા પછી, લોકસભામાં ઉષ્મા અને પ્રશંસાનો ક્ષણ જોવા મળ્યો, કારણ કે મંત્રીઓ અને સાંસદોએ નાણામંત્રી નિર્મલા સીતારમણને જન કલ્યાણલક્ષી બજેટ રજૂ કરવા બદલ અભિનંદન આપ્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વ્યક્તિગત રીતે અભિનંદન આપવા માટે તેમની બેઠક પર ગયા, જેનાથી આ પ્રસંગ વધુ ખાસ બન્યો.