ગરુડેશ્વર એપીએમસીનાં એક કરોડના હોટલ કૌભાંડમાં ઝાબાજ વહીવટદાર મુકાયા બાદ હોટલ ખાલી કરાવાઈ
જોકે હોટલ ખાલી કરાવવા કાર્યવાહી કરવા ખેડૂતોની માંગ હતી જેમાં ઝાબાજ વહીવટદાર અભિષેક સુવાએ આખરે હોટલ ખાલી કરાવી કબ્જો મેળવ્યો છે.
(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જીલ્લાના ગરુડેશ્વર તાલુકા ની ખેત ઉત્તપન્ન બજાર સમિતિ માં ખેડૂત તાલીમ કેન્દ્ર ની સરકારી ગ્રાન્ટ નો દુરપયોગ કરી નીતિ નિયમ કાયદા ને અભરાઈએ ચડાવી દઈ તાલીમ કેન્દ્ર ને બદલે વૈભવી હોટલ બનાવી દેતા અને જિલ્લા રજિસ્ટ્રાર ની તપાસ ના પગલે સરકારે ગરુડેશ્વર APMC ની સંચાલક સમિતિ ને પદચ્યુત કરી વહીવટદાર ની નિમણુંક કરી હતી ત્યારબાદ હાલમાં હોટલ ખાલી કરાવી કબ્જો લેવાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ ગરુડેશ્વર APMC ને સરકારી યોજના હેઠળ ખેડૂત તાલીમ કેન્દ્ર બનાવવા રૂ.એક કરોડ ની ગ્રાન્ટ ફાળવી હતી પરંતુ નર્મદા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ના વર્ગ -3 ના એક કર્મચારી તેમજ ગાંધીનગર સહકાર વિભાગ ના એક ઉચ્ચ અધિકારી એ બજાર સમિતિ ના ચેરમેન ની મીલીભગત માં કાયદા ની ઐસી કી તૈસી કરી મોટી હોટલ બનાવી દેતા આ સમગ્ર કૌભાંડ અંગે કમિટી સભ્ય રમણભાઈ ભીમાભાઇ તડવી એ જિલ્લા રજિસ્ટ્રાર ને જાણ કર્યા બાદ આ સમગ્ર કૌભાંડ નો અહેવાલ અખબારો માં પ્રસિદ્ધ થતા જિલ્લારજીસ્ટ્રારે તપાસ કરી ગાંધીનગર અહેવાલ મોકલતા તંત્ર ચોકી ઉઠ્યું હતું અને કડક કાર્યવાહી કરી ગરુડેશ્વર એપીએમસી સમિતિ ને બરખાસ્ત કરી વહીવટદાર તરીકે જિલ્લા રજિસ્ટ્રાર ની નિમણુંક કરી હતી ત્યારબાદ ખેડૂતો એ હોટલ ક્યારે ખાલી થશે તેવા પ્રશ્નો કરતા આખરે ઝાબાજ વહીવટદાર અભિષેક સુવા એ કોઈની પણ સ્નેહ સરમ રાખ્યા વિના નિયમ મુજબ આ હોટલ ખાલી કરાવી કબ્જો લઈ લેતા આ સમગ્ર કૌભાંડ નો અંત આવ્યો છે.
ગુજરાત હવામાનમાં અસામાન્ય પરિવર્તન અનુભવી રહ્યું છે. છેલ્લા બે દિવસથી, લોકોએ એક અલગ "ગુલાબી ઠંડી" અનુભવવાનું શરૂ કર્યું છે,
શિયાળાની શરૂઆત હોવા છતાં, શાકભાજીના ભાવમાં અપેક્ષિત ઘટાડો પ્રપંચી રહ્યો છે, લસણના ભાવમાં અભૂતપૂર્વ વધારો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢના ગીરનારમાં આવેલા અંબાજી મંદિરના મહંત તનસુખગીરી બાપુના અવસાન બાદ આગેવાની અંગે મહત્વનો વિવાદ ઉભો થયો છે.