ગાયત્રી ગોપીચંદ અને ત્રિશા જોલીની જોડી જર્મન ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની ડબલ્સ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
ભારતીય જોડીએ ચેકોસ્લોવાકિયાની સોના હોરિન્કોવા અને કેટેરીના જુજાકોવાને સીધા સેટમાં 21-10, 21-11થી પરાજય આપ્યો હતો.
ટ્રેસા જોલી અને ગાયત્રી ગોપી ચંદની ભારતીય જોડી જર્મનીના મુલ્હેમમાં ચાલી રહેલી જર્મન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. ગઈ કાલે ભારતીય જોડીએ ચેકોસ્લોવાકિયાની સોના હોરિન્કોવા અને કેટેરીના જુજાકોવાને સીધા સેટમાં 21-10, 21-11થી પરાજય આપ્યો હતો. ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં ભારતીય જોડીનો મુકાબલો ચીનની યી જિંગ લી અને ઝુ મીન લુઓની જોડી સામે થશે.
વિમેન્સ સિંગલ્સમાં, અક્ષર્શી કશ્યપ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડ સામે 13-21, 14-21થી હારી ગઈ હતી. મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં સતીશ કુમાર કરુણાકરનનો આયર્લેન્ડના નહાટ ન્ગ્યુએન સામે 18-21, 22-24થી પરાજય થયો હતો.
MS Dhoni: ૨૦૨૦ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર એમએસ ધોની હજુ પણ આઈપીએલમાં રમી રહ્યો છે. શું આ વર્ષની લીગ પછી ધોની IPLમાંથી નિવૃત્તિ લેશે? આવી ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
બોમ્બે હાઈકોર્ટે ફેમિલી કોર્ટને યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માના છૂટાછેડા કેસમાં 20 માર્ચ સુધીમાં પોતાનો ચુકાદો સંભળાવવાનો નિર્દેશ આપ્યો છે. ધનશ્રીને ૪.૭૫ કરોડ રૂપિયાનું ભરણપોષણ મળવાના સમાચાર. નવીનતમ અપડેટ્સ, કારણો અને પૂર્ણ કોર્ટ સુનાવણીની વિગતો અહીં વાંચો.
IPL 2016 માં વિરાટ કોહલીએ બનાવેલો રેકોર્ડ આજ સુધી તૂટી શક્યો નથી. આ વખતે આપણે જોવું પડશે કે કોઈ બેટ્સમેન તેની નજીક આવી શકે છે કે નહીં.