મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત વડોદરાના ગીતાબેન હાંડે બન્યા પગભર
શહેરના તરસાલી વિસ્તારમાં રહેતા ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા માન્યો સરકારનો આભાર.
રાજ્યની ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારની મહિલાઓને આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે ગુજરાત સરકાર દ્વારા મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનાનો અંતર્ગત લોન તથા સબસિડી મળતા વડોદરાના ગંગાસ્વરૂપા ગીતાબેન હાંડે આર્થિક રીતે પગભર બનતા સરકારનો આભાર માની રહ્યા છે.
ગીતાબેન હાંડે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં પોતાની બે દીકરીઓ સાથે રહે છે. આજથી પાંચ વર્ષ પહેલાં પોતાના પતિનું હૃદયરોગના હુમલામાં નિધન થતાં તેઓ સાવ ભાંગી પડ્યા હતા. પોતાની દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તથા રોજી રોટી માટે તેમને ચાર વર્ષ પહેલાં રેડીમેડ ગારમેન્ટની દુકાન ખોલી હતી.
અગાઉ દુકાન શરૂ કરવા તથા માલસામાન લાવવા માટે ગીતાબેને ખાનગી માઇક્રો ફાઇનાન્સ બેંકમાંથી લોન લેતા હતા. ત્યારબાદ મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મળતી લોન વિશે જાણ થતાં તેમણે લોન મેળવવા માટે અરજી કરી હતી. ચાર મહિના પહેલા યોજના અંતર્ગત બે લાખ રૂપિયાની લોન અને લોનના ૪૦% લેખે સબસિડી મળતા ખુબજ મોટી આર્થિક સહાય મળી છે.
સરકાર શ્રીનો આભાર માનતા ગીતાબેન જણાવે છે કે, આ યોજના અંતર્ગત મળેલ તમામ રકમ પોતાના રેડીમેડ ગારમેન્ટની દુકાન માટે જ ખર્ચ કરી છે તથા સબસીડી સાથે આ લોન મળતા ખુબજ મોટી રાહત થઈ છે. મહિલાઓને પગભર કરવા માટે આવી યોજનાઓ ખુબજ જરૂરી છે.
વધુમાં ઉમેરતાં લાભાર્થી ગીતાબેન જણાવે છે કે આ યોજના અંતર્ગત લાભ મળતા તેઓ પોતાના પરિવાર માટે કમાણીમાં ખુબ જ મોટું યોગદાન આપી રહ્યા છે. અને તેમના રેડીમેડ ગારમેન્ટના ધંધાને વિકસાવવામાં ખૂબ જ મોટી મદદ મળી છે.
જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી ના જણાવ્યા અનુસાર જિલ્લામાં આવી કુલ ૯ મહિલાઓને આ યોજનાનો લાભ મળ્યો છે. આ યોજના અંતર્ગત મળેલ લોન અને સબસિડી થકી મહિલાઓએ કપડાંની દુકાન, અનાજ કરિયાણાની દુકાન, ડેરી ઉદ્યોગ, સીવણ કામની દુકાન અને અન્ય વેપારને વિકસાવીને સ્વરોજગારીનો માર્ગ અપનાવ્યો છે.
આમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ મહિલા સ્વાવલંબન યોજના થકી ગીતાબેન જેવી અનેક મહિલાઓ સ્વરોજગાર મેળવીને સ્વાવલંબી બની છે. આજે રાજ્યની મહિલાઓ સરકારશ્રીની યોજનાનો લાભ લઇ સશક્ત બની ઘર પરિવારના ગુજરાન માટે આર્થિક ઉપાર્જનની પ્રવૃત્તિઓ કરતી થઈ છે.
વડોદરા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી મહેશભાઈ પાંડે દ્વારા શિક્ષણ ક્ષેત્રમાં કામ કરતા જિલ્લાના ૨૦૦ શિક્ષકો અને સીઆરસી કોઓર્ડીનેટરની આરોગ્ય ચકાસણીનું સુમનદીપ વિદ્યાપીઠ અને ધીરજ હોસ્પિટલના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું.
સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષા, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, વડોદરા દ્વારા ધોરણ ૧-૨ ની શિક્ષક તાલીમ માટેના માસ્ટર ટ્રેનર્સ તાલીમ યોજાઈ હતી.
ગુજરાતે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ "ડિજિટલ ગુજરાત" હાંસલ કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું હતું, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના "ડિજિટલ ઇન્ડિયા"ના વિઝનને અનુરૂપ હતું. રાજ્યએ સુશાસન દિવસ પર પરિવર્તનકારી હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર ટુ ફેમિલી) પહેલ શરૂ કરી, જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ કનેક્ટિવિટી વધારવા અને ટેકનોલોજી દ્વારા જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે.