ગિફ્ટ નિફ્ટીએ 29 ઓગસ્ટ, 2023ના રોજ 12.98 અબજ યુએસ ડોલરનું એક જ દિવસનું અત્યાર સુધીનું સર્વોચ્ચ ટર્નઓવર નોંધાવ્યું
12.98 અબજ યુએસ ડોલર (રૂ. 1,07,267 કરોડ સમકક્ષ)ના ટર્નઓવર સાથે 3,36,535 કોન્ટ્રાક્ટ્સની અત્યાર સુધીની સૌથી વધુ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી નોંધાવી, ઓપન ઈન્ટરેસ્ટ 29 ઓગસ્ટ, 2023ના રોજ 11.93 અબજ યુએસ ડોલર (રૂ. 98,589 કરોડ સમકક્ષ)ના 3,08,254 કોન્ટ્રાક્ટ્સ પર છે.
ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીના નવા માપદંડ તરીકે ઊભરી આવેલા ગિફ્ટ નિફ્ટીએ 29 ઓગસ્ટ, 2023ના રોજ 12.98 અબજ યુએસ ડોલર (રૂ. 1,07,267 કરોડ સમકક્ષ)ના ટર્નઓવર સાથે 3,36,535 કોન્ટ્રાક્ટની એક જ દિવસની અત્યાર સુધીની સૌથી વધુ ટ્રેડિંગ એક્ટિવિટી નોંધાવી હતી.
3 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીના પૂર્ણ કક્ષાની કામગીરીની શરૂઆતથી NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી વધી રહ્યું છે. પૂર્ણ કક્ષાની કામગીરીના પ્રથમ દિવસથી, ગિફ્ટ નિફ્ટીએ 113.73 અબજ યુએસ ડોલરના કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે કુલ 2.94 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટ્સનું કુલ ક્યુમ્યુલેટિવ વોલ્યુમ જોયું છે.
અમે ગિફ્ટ નિફ્ટીની સફળતાના સાક્ષી બનવા માટે પ્રસન્ન છીએ અને તમામ સહભાગીઓને તેમના જબરજસ્ત સમર્થન અને ગિફ્ટ નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ તેમનો નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.