ગિફ્ટ નિફ્ટીએ 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલરનું ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટર્નઓવર નોંધાવ્યું
15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું) ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટ્સની ઓલ-ટાઈમ હાઈ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી નોંધાવી, 26 સપ્ટેમ્બર, 2023ના રોજ ઓપન ઈન્ટરેસ્ટ 12.19 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,01,433 કરોડજેટલું) ના મૂલ્યના 3,09,141 કોન્ટ્રાક્ટ્સ જેટલું છે.
ભારતીય ઇક્વિટી માર્કેટની ગ્રોથ સ્ટોરીના નવા માપદંડ તરીકે ઊભેલા ગિફ્ટ નિફ્ટીએ એક નવી સિદ્ધિ મેળવી છે અને ટ્રેડિંગ પ્રવૃત્તિઓના સંદર્ભમાં વધુ એક સીમાચિહ્ન હાંસલ કર્યું છે. ગિફ્ટ નિફ્ટી 26 સપ્ટેમ્બર, 2023ના રોજ 15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ જેટલું) ના ટર્નઓવર સાથે 3,86,350 કોન્ટ્રાક્ટની ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી પર પહોંચી હતી. ગિફ્ટ નિફ્ટીએ એક મહિનામાં તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો જ્યારે ટર્નઓવર 29 ઓગસ્ટ, 2023ના રોજ 12.98 બિલિયન યુએસ ડોલરની ટોચે પહોંચ્યું હતું.
NSE IX પર ટ્રેડિંગ ટર્નઓવર 3 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીના ફુલ-સ્કેલ ઓપરેશનની શરૂઆતથી ઝડપથી વધી રહ્યું છે. ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી જ ગિફ્ટ નિફ્ટીએ 178.54 બિલિયન યુએસ ડોલરના કુલ ક્યુમ્યુલેટિવ ટર્નઓવર સાથે કુલ 4.59 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટ્સનું કુલ ક્યુમ્યુલેટિવ વોલ્યુમ જોયું છે.
અમે ગિફ્ટ નિફ્ટીની સફળતાના સાક્ષી બનીને પ્રસન્ન છીએ અને તમામ સહભાગીઓનો તેમના જબરજસ્ત સમર્થન અને ગિફ્ટ નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવા બદલ નિષ્ઠાપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં, અનંત અને રાધિકા તેમના એક સ્ટાફ સભ્યનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ વીડિયો જોયા પછી, ચાહકો પણ અનંતની આ શૈલીથી પ્રેમમાં પડી ગયા છે.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે IT, તેલ અને ગેસ, પાવર, ફાર્મા, PSU બેંકમાં 0.5-1 ટકાનો ઘટાડો જોવા મળ્યો. છેલ્લા સત્રમાં બજાર લીલા નિશાનમાં બંધ થયું હતું.
સેબીએ બજાર ઉલ્લંઘનોની તપાસ વધારી છે અને સોશિયલ મીડિયા પર અનધિકૃત નાણાકીય સલાહને રોકવાનો પણ પ્રયાસ કર્યો છે.