હિટ વેવની આગાહીના પગલે ગીર સોમનાથ આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી છે. જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા હાલ જિલ્લામાં હિટવેવ અંગેની અસરને ધ્યાને લેતા જાહેર જનતા માટે સાવધાની માટે કેટલાક સૂચનો અનુસરવા અનુરોધ કરાયો છે.
રેડિયો સાંભળો, ટી.વી જુઓ, હવામાન અંગેના સ્થાનિક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવામાન વિષે ની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.
વાઈ,હ્ર્દય,કીડની કે યકુત સંબધિત બિમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહી ની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાં પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડૉકટરની સલાહ લેવી.
શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી,ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઉપયોગ કરો.વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સૂતરાઉ વસ્ત્રો પહેરો.જો તમે ઘરની બહાર હોવ તો, માથાનો ભાગ કપડા, છત્રી
કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી, છાસ, ઓ.આર.એસ, બરફના પેક, પ્રાથમિક સારવારની પેટી ની વ્યવસ્થા કરો. કાર્ય કરતી વખતે સીધો સુર્ય પ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો, સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો.
બહારની પ્રવુત્તિઓ માટે વિશ્રાંતિ સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમી વાળા વિસ્તારમાં કાર્ય કરવા ટેવાયેલ નથી તેમણે હળવુ તેમજ ઓછી અવધી માટે કામ આપો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિશે માહિતગાર કરો. શક્ય હોય ત્યા સુધી ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો. ઢીલા કપડા પહેરો અને ઠંડા પાણીમાં વારવાર સ્નાન કરો.
આપના કાર્યાલય કે રહેઠાણ ના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો, કાર પુલિંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનનો ઉપયોગ કરો. જો તમને ચક્કર આવતા હોય કે બિમાર હોવ તો તબીબી સલાહ લો અથવા ઘરના કોઈ સદ્સ્યને કહો કે તમને તબીબ પાસે લઈ જાય.
ઘરની દીવાલો ને સફેદ રંગ થી રંગો.ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે ફુલ રુફ ટેક્નોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો ફુલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ કરો. સૂકા ઘાંસ ની ગંજી છત ઉપર રાખો અથવા શાકભાજી પણ ઉગાડી શકો. ઘરની બારીઓ ઉપર સુર્યપ્રકાશને પરાવર્તિત કરવા
માટે એલ્યુમિનિયમ ફોઇલ કવરવાળા પૂંઠા લગાવો. ઘેરા રંગના પડદા, બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત રાત્રે બારીઓ ખોલો.બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો,લીલા રંગના છાપરા, ઈન્ડોર છોડ મકાન કે કુદરતી રીતે ઠંડું રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે અને તેમાથી બહાર નીકળતી વધારાની ગરમી ને ઓછી રાખે છે. એર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો. આને કારણે તમારું વિજળીનું બિલ ઓછું કરશે અને સાથે તમારી સ્વસ્થતાનું પણ ધ્યાન રાખશે. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ચણતર કરો કે ગરમીને રોકશે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલ ને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કુદરતી સામગ્રીનો ઉપયોગ કરો.બાંધકામ પુર્વે મકાન બાંધકામના નિષ્ણાંતની સલાહ લો.
ઉભા પાક ને હળવુ તેમજ વારવાર સિંચન કરો. પાક વિકાસની મહ્ત્વના સ્તરે સિંચાઈ ની માત્રા વધારો.નિદામણ કરી ને જમીન ના ભેજ નું પ્રમાણ જાળવો.વહેલી સવારે અથવા સાંજે સિંચાઈ કરો. જો તમારો વિસ્તાર હીટ વેવ કે લુ ફુંકાતા પવનમાં આવતો હોય તો સ્પ્રિક્લર થી સિંચાઈ કરો.
પશુઓને છાંયડામાં રાખો અને તેમને શુદ્ધ અને ઠંડું પાણી પુષ્કળ પ્રમાણમાં આપો.તેમની પાસે થી સવારના ૧૧ વાગ્યા થી બપોરના ૪ વાગ્યા સુધી કામ ન લો. આશ્રય સ્થાનનુ તાપમાન ઓછું કરવા માટે તેના છત ને ઘાસ ની ગંજી થી ઢાંકો, અથવા તો છાણ કાદવ અથવા સફેદ રંગ થી રંગો. આશ્રય સ્થાનમાં પંખા લગાવો,પાણીનો છટકાવ કરો કે, ફોગસ લગાવો બહુ જ ગરમી હોય તેવા સંજોગોમાં પાણીનો છટકાવ કરો અથવા પશુ ને પાણી ના હવાડા નજીક લઈ જઈ જાવડઅહારમાં તેમને લીલો ચારો આપો.પ્રોટીન્ચરબી વગરનો આહાર આપો, ખનીજ દ્ર્વ્ય યુક્ત ખોરાક આપો. જ્યારે બહુ ગરમી પડતી હોય એ સમયે ચરાવા લઈ જાવ.મરઘા ઉછેર કેંદ્ર માં પડદા લગાવો અને હવા ઉજાસ ની યોગ્ય વ્યવ્સ્થા કરો. તેમજ બપોર ના સમયે પશુઓ ને ચરવા ન લઈ જાવ.
રાજ્યના શિક્ષણ વિભાગ અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાના ઈનામ વિતરણ સમારોહમાં આયોજક અને વિજેતાઓને અભિનંદન પાઠવી સંસ્કાર સિંચનના કાર્યમાં યુવાઓની ભાગીદારી ખૂબ જરૂરી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.
જાન્યુઆરીમાં, સુપ્રીમ કોર્ટે આસારામને રાહત આપી હતી અને તેમને 31 માર્ચ સુધી વચગાળાના જામીન આપ્યા હતા. તેમના વચગાળાના જામીનનો સમયગાળો પૂરો થવાનો હતો.
રાજ્યની જરૂરિયાતમંદ બહેનોને વિવિધ યોજના દ્વારા વધુને વધુ આર્થિક પગભર બનાવવા સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય’ યોજના હેઠળ રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૬.૪૯ લાખથી વધુ બહેનોને રૂ. ૨,૧૬૪ કરોડથી વધુની રકમ ચૂકવવામાં આવી છે