ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 વિશ્વનાં સૌથી મોટાં થોટ લીડરશીપ પ્લેટફોર્મ તરીકે ઊભરવા સજ્જ
વિશ્વની સૌથી મોટી ફિનટેક કોન્ફરન્સ તરીકે ઊભરી રહેલી ‘ધ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF) તેની બીજી ફિઝિકલ એડિશન સાથે પાછી આવી રહી છે. GFF 2023 જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઇ ખાતે 5-7 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે.
વિશ્વની સૌથી મોટી ફિનટેક કોન્ફરન્સ તરીકે ઊભરી રહેલી ‘ધ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ’ (GFF) તેની બીજી ફિઝિકલ એડિશન સાથે પાછી આવી રહી છે. GFF 2023 જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટર, મુંબઇ ખાતે 5-7 સપ્ટેમ્બરનાં રોજ યોજાશે. આ વર્ષની કોન્ફરન્સની થીમ છે ‘ગ્લોબલ કોલેબોરેશન ફોર એ રિસ્પોન્સિબલ ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમઃ ઇન્ક્લુઝિવ|રિઝિલન્ટ|સસ્ટેનેબલ.’
GFF 2023 ને ઇલેક્ટ્રનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MietY), આર્થિક બાબતોનો વિભાગ(DEA),
નાણા મંત્રાલય અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI) અને ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેન્ટર્સ
ઓથોરિટી(IFSCA) નો સહયોગ છે અને તેનું આયોજન પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(PCI), ફિનટેક કન્વર્જન્સ
કાઉન્સિલ (FCC) અને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI) દ્વારા કરવામાં આવ્યું છે.
GFF 2023 સાથે ભાગીદારી કરનારી અગ્રણી ઇન્ટરનેશનલ એજન્સીઓમાં વર્લ્ડ બેન્ક, ગ્લોબલ નોલેજ પાર્ટનરશીપ
ઓન માઇગ્રેશન એન્ડ ડેવલપમેન્ટ(KNOMAD), કન્સલ્ટેટિ ગ્રૂપ ટુ આસિસ્ટ ધ પુવર(CGAP), અને વીમેન્સ વર્લ્ડ
બેન્કિંગનો સમાવેશ થાય છે. ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, ગ્રેટ બ્રિટન, જર્મની અને ઇઝરાયેલ GFF 2023નાં કન્ટ્રી પાર્ટનર્સ
છે.
GFF 2023માં પોતાનાં વિચારો રજૂ કરનારા વક્તાઓમાં નાણા મંત્રી નિર્મલા સીતારામન, વાણિજ્ય, કાપડ અને
ગ્રાહક બાબતો તથા અન્ન અને જાહેર વિતરણ વિભાગના મંત્રી પિયુષ ગોયલ, આરબીઆઇના ગવર્નર શક્તિકાન્તા
દાસ, સેબીના ચેરપરસન માધબી પુરી બીચ, IRDAIના ચેરપરસન દેબાશિષ પાંડા, ઇન્ટરનેશનલ ફાઇનાન્સિયલ
સર્વિસિસ સેન્ટર ઓથોરિટી (IFSCA)ના ચેરપરસન કે રાજારામન, ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસિસ,
નાણામંત્રાલયના સેક્રેટરી ડો. વિવેક જોષી, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના ચેરમેન દિનેશકુમાર ખારા, પેટીએમના સ્થાપક
અને સીઇઓ વિજય શેખર શર્મા, CREDના સ્થાપક કુણાલ શાહ ઉપરાંત અનેક નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો અને
ઉદ્યોગનાં અગ્રણીઓનો સમાવેશ થાય છે.
GFF 2023માં માત્ર ભારત જ નહીં, વિશ્વનાં ફિનેટક અને નાણા ક્ષેત્રનાં અગ્રણીઓ પણ એકત્ર થશે, જેમાં નેપાળ
રાષ્ટ્ર બેન્કના ગવર્નર મહા પ્રસાદ અધિકારી, બેન્ક ઓફ ઘાનાના ફર્સ્ટ ડેપ્યુટી ગવર્નર ડો. મેક્સવેલ ઓપુકુ-અફારી,
નેશનલ બેન્ક ઓફ રવાન્ડાના વાઇસ ચેરપરસન અને ડેપ્યુટી ગવર્નર સોરાયા એમ હાકુઝિયારેમી, બેન્ક ઓફ
ફિનલેન્ડના ફિનટેક વડા એલેક્સી ગ્રીમ, સેન્ટ્રલ બેન્ક ઓફ પેરુના જનરલ મેનેજર એડુઅર્ડો એનરિક ટોરેસ લોસા
વિલ્લાકોર્ટા, સાઉદી સેન્ટ્રલ બેન્કના ડિરેક્ટર (ફાઇનાન્સિયલ સેક્ટર ડેવલપમેન્ટ) નામદાર ખાલેદ અલ બસિયાસ,
જાપાનના નાણા મંત્રાલયના વડા દોરિસ ડિયેત્ઝ, બેન્ક ઓફ જાપાનના પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ ડિપાર્ટમેન્ટના
ફિનટેક સેન્ટરના વડા માસાકી બેશ્શો. ઓસ્ટ્રેલિયન પેમેન્ટ્સ નેટવર્ક(AusPayNet) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર
એન્ડી વ્હાઇટ અને ગુગલ ક્લાઉડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર થોમસ કુરિયનનો સમાવેશ થાય છે.
3 દિવસ | 13 ટ્રેક | 800+ વક્તા | 15+ થોટ લીડરશીપ રિપોર્ટસ |81 એકેડેમિક પેપર્સ| 50+ વર્કશોપ | 125+
દેશો | 250+સેશન| 250+ રોકાણકારો |500+ પ્રદર્શકો |150K સ્કવેર ફુટ એક્ઝિબિશન એરિયા |3 હેકેથોન|
50000+ પ્રતિનિધીઓ મહત્વના લક્ષ્યો અને GFF 2023નાં વિઝનની સમજૂતિ આપતા GFF 2023ની એડવાઇઝરી બોર્ડના ચેર, એક્સિલોર વેન્ચર્સના ચેરમેન અને ઇન્ફોસિસના સહ-સ્થાપક ક્રિસ ગોપાલાક્રિશ્નને જણાવ્યું હતું કે, “ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં અમે પરિવર્તનના નિર્માતાઓ તરીકે એકત્ર થયા છીએ અને ઉદ્યોગનાં ભાવિ પર ચર્ચા અને ડિબેટ કરવા વિવિધ હિતધારકોને એક મંચ પર લાવી રહ્યા છીએ. અમારું વિઝન માત્ર ઇનોવેશન પૂરતું મર્યાદિત નથી. તે અમારા સ્ટાર્ટઅપ સમુદાયમાં કૌશલ્યનું સંવર્ધન કરે છે અને એવું વાતાવરણ સર્જે છે જ્યાં દરેક હિતધારક પ્રગતિ કરે અને વૃધ્ધિ, સર્વસમાવેશિતા અને સંયુક્ત પ્રગતિને વેગ આપે તેવી ઇકોસિસ્ટમનાં નિર્માણની યાત્રામાં હિસ્સો બને.”
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા(NPCI)ના ચીફ ઓપરેટિંગ ઓફિસર પ્રવીણ રાયે જણાવ્યું હતું કે, ”ગ્લોબલ
ફિનટેક ફેસ્ટ ફિનટેક સમુદાયની પ્રગતિનું પ્રમાણ છે, જેમાં આપણને બધાંને પ્રેરણા મળે તેવી સફળતાની ગાથાઓ અને સીમાચિહ્નો રજૂ કરવામાં આવે છે. જોડાણ, ઇનોવેશન અને વૃદ્ધિને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબધ્ધતા
ક્યારેય આટલી મજબૂત નહોતી. આ મંચ દ્વારા અમે ઉદ્યોગના અગ્રણીઓ, સ્ટાર્ટઅપ્સ અને રોકાણકારોને
નેટવર્કિંગની તકો ઝડપવા અને ફાઇનાન્સનું ભાવિ નિર્ધારિત કરે તેવી ભાગીદારી ઘડવા ઉદ્યોગના અગ્રણીઓને
આમંત્રણ આપીએ છીએ. સાથે મળીને અમે અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા પ્રાઇવસી અને સાયબર સિક્યોરિટીને
અમારાં બદલાતા જતા પરિપ્રેક્ષ્યમાં વિશ્વાસનાં પ્રતીક તરીકે સ્વીકારીશું.”
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપુર્વ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર, બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપુર્વ ચેરમેન અને ગ્લોબલ
ફિનટેક ફેસ્ટ 2023ના એડવાઇઝરી બોર્ડ મેમ્બર જી પદ્મનાભને સમજાવ્યું હતું કે કઈ રીતે કોન્ફરન્સ ભારતની આર્થિક
પ્રગતિ સાથે એકરૂપ છે. તેમણે જણાવ્યું કે, “ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 ઉદ્યોગની તીવ્ર વૃધ્ધિની સૌથી જીવંત
ઉજવણી બની રહેશે. અમારો હેતુ માત્ર ફિનટેક એન્જિન બનવાનો નથી, પણ આ ઇવેન્ટ પાવરહાઉસ બનવાની
સંભાવના છે, જે ભારતને 2047 સુધીમાં 30 ટ્રિલિયન ડોલરનાં વિક્સિત અર્થતંત્ર બનાવવાની દિશામાં આગળ
ધકેલશે. આ પ્રયાસમાં અમે સાતત્યપૂર્ણ, સમાવેશી અને કિફાયતી ઇકોસિસ્ટમનું નિર્માણ કરવા માટે પ્રતિબધ્ધ છીએ,
જે ભારતનાં વિક્સિત દેશ તરીકેનાં પરિવર્તનમાં રોકાણ કરવા અને તેમાં ભાગ લેવા વિદેશી મૂડી માટે પ્રથમ પસંદગી
સ્થળ બની રહે.”
એસબીઆઇના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને હેડ ઓફ સ્ટ્રેટેજી તથા ગ્લોબલ ફિનટેક ફેસ્ટીવલ 2023ના એડવાઇઝરી
બોર્ડ મેમ્બર શ્રીનિવાસ જૈને જણાવ્યું હતું કે, “ફિનેટક ફેસ્ટ શરૂ થયો ત્યારથી સતત સફળતા હાંસલ કરતો રહ્યો છે અને સરહદોને પાર કરીને જોડાણો કરતો રહ્યો છે. જ્યાં ભાગીદારી સમૃધ્ધિને લાવે છે તેવા આ સમયમાં આ સંમેલન
અમને નિયમનકારી જટિલતાઓનું સંચાલન કરે તેવો સોલ્યુશન્સ ઘડવામાં સશક્ત કરે છે, જે ફિનેટકની વૃધ્ધિ માટે
પર્યાવરણનું સંવર્ધન સુનિશ્ચિત કરે છે. અમે GFF 2023માં મહિલાઓનું સન્માન કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેમની
મહત્વની ભૂમિકા અને અસરકારકતા માટેનાં પ્રયાસોની અમે કદર કરીએ છીએ. ફેસ્ટની ઇન્ટરએક્ટિવ વર્કશોપ
ફિનટેકનાં ગતિશીલ વાતાવરણની પ્રથમદર્શી ઝાંખી રજૂ કરે છે, જ્યાં ટેકનોલોજી માત્ર એક સાધન નથી પણ
પરિવર્તનશીલ બળ છે. અમે ઉદ્યોગને આગળ લઇ જનારાનાં અસાધારણ પ્રદાનનું સન્માન કરીએ છીએ અને
ભારપૂર્વક કહીએ છીએ કે ડેટા પ્રાઇવસી, સાયબર સિક્યોરિટી અને વિશ્વાસ માત્ર ચર્ચાસ્પદ શબ્દો નથી પણ ફિનટેકનાં ભાવિનાં પાયા છે.”
GFF 2023ના ઓર્ગેનાઇઝર અને એડવાઇઝરી બોર્ડ મેમ્બર તથા ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલના ચેરમેન નવીન સૂર્યાએ જણાવ્યું હતું કે, “ભારતે વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોસિસ્ટમ બનીને ઇન્ટરનેશનલ ફિનટેક ક્ષેત્રમાં પોતાની આગેવાની પ્રસ્થાપિત કરી દીધી છે. દેશ ટોચનાં ત્રણ અર્થતંત્રો બનવાની દિશામાં સજ્જ થઈ રહ્યો છે ત્યારે ફિનટેક ઇકોસિસ્ટમ પણ તેની મહત્વની ભૂમિકા ભજવશે અને ગ્લોબલ લીડરશીપ માટે સંપૂર્ણપણે સજ્જ છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023 ભારતને સૌથી મોટા થોટ લીડરશીપ પ્લેટફોર્મ તરીકે સ્થાપવાનો અને વિશ્વ સાથે જોડાણ કરવાનો તથા જવાબદાર ઇનોવેશન કરવાનો અમારો પ્રયત્ન છે. અમે ગ્લોબલ ફિનટેક ઇકોસિસ્ટમ સાથે કામ કરવા અને નાણાકીય રીતે બાકાત રહી ગયેલી વિશ્વભરની બે તૃતીયાંશ વસતિ માટે યોગ્ય ફ્યુચર-પ્રુફ મોડલ ડિલિવર કરવા આશાવાદી છીએ.”
પ્રાઇસવોટરહાઉસકુપર્સ (PwC) GFF 2023 ની નોલેજ પાર્ટનર છે, જ્યારે બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રૂપ (BCG) થોટ લીડરશીપ પાર્ટનર છે. ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023માં ભારત અને વિશ્વભરમાંથી નીતિ ઘડવૈયાઓ, નિયમનકારો, વહીવટકારો અને ઉદ્યોગ અગ્રણીઓ હાજર રહેશે, જેઓ મજબૂત અને લવચીક ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમ તૈયાર કરવા સઘન જોડાણ માટે ચર્ચા અને મનોમંથન કરશે.
GFF 2023 હેઠળ ગ્લોબલ ફિનટેક એવોર્ડ્સ (GFA) પણ સ્થાપવામાં આવ્યા છે, જે વિશ્વભરમાં ફિનટેક કંપનીઓની સફળતાની કદર અને સન્માન કરે છે. GFA અભૂતપુર્વ ઊભરતાં સ્ટાર્ટ- અપ્સ, ડિસરપ્ટિવ ટેકનોલોજી, અનોખાં બિઝનેસ મોડલ અને ઇનોવેટિવ સ્થાપકો વિશ્વભરનાં ઉદ્યોગસાહસિકોનું સન્માન કરશે. ફિનટેક કંપનીઓ, નાણા સંસ્થાઓ અને સ્ટાર્ટ-અપ્સ ત્રણ વર્ગીકરણ હેઠળ 21 વૈવિધ્યસભર સબ કેટેગરી માટે પોતાનાં કામનું નોમિનેશન મોકલી શકે છે.
કોન્ફરન્સ, લાઇવ એજન્ડા અને વક્તાઓની યાદી માટે વેબસાઇટની મુલાકાત લોઃ Global Fintech Fest 2023
જબરજસ્ત માંગને કારણે, કોલ્ડપ્લેએ અમદાવાદમાં બીજા કોન્સર્ટની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજાશે.
અમદાવાદના બોપલ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડીંગમાં મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 65 વર્ષીય મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું
જામનગર શહેરના રામેશ્વર નગર ચોક ખાતે આવેલ હનુમાન મંદિર પાસે ગઈકાલે રાત્રે એક ઝડપી કારે કાબુ ગુમાવતા મકાનની દિવાલ સાથે અથડાતા કરૂણ અકસ્માત સર્જાયો હતો.