ગોદરેજ એગ્રોવેટ તેના બાયોસ્ટીમ્યુલન્ટ ડબલના 25 વર્ષની ઉજવણી કરે છે
ભારતની 3 કરોડ એકર ખેતીની જમીનની ટ્રીટમેન્ટ કરવામાં આવી જેનાથી 2 કરોડ ખેડૂત પરિવારોનું જીવન સમૃદ્ધ બન્યું, ખેડૂતોને નકલી પ્રોડક્ટથી બચાવવા માટે નવું પેકેજિંગ લોન્ચ કરવામાં આવ્યું
ગોદરેજ એગ્રોવેટ લિમિટેડ (જીએવીએલ)ના ક્રોપ પ્રોટેક્શન બિઝનેસે આજે જાહેરાત કરી છે કે તેના બાયોસ્ટીમ્યુલન્ટ, ડબલે ભારતીય ખેડૂતો માટે વધુ સારી ઉપજને સક્ષમ કરવાના 25 વર્ષ પૂરા કર્યા છે. ડબલે છેલ્લા 25 વર્ષમાં ભારતની 3 કરોડ એકર ખેતીની જમીનની ટ્રીટમેન્ટ કરી છે અને 2 કરોડ ખેડૂત પરિવારોના જીવનમાં સમૃદ્ધિ આણી છે. કંપનીએ ડબલના 25 વર્ષ અને બહેતર ખેતી માટેની પ્રતિબદ્ધતા દર્શાવવા ઉપરાંત ખેડૂતોને નકલી પ્રોડક્ટ્સથી બચાવવા સેલિબ્રેટરી પેક પણ લોન્ચ કર્યું છે.
ડબલનું નવું પેક યુઝર-ફ્રેન્ડલી છે અને સલામત પેકેજિંગ બોટલમાં આવે છે. તેમાં ટેમ્પર-એવિડન્ટ સીલ છે જે જ્યારે
કોઈ પણ વ્યક્તિ બોટલ ખોલવાનો પ્રયાસ કરે છે ત્યારે એકદમ જ ખૂલીને પડી જાય છે. ડુપ્લિકેશન ટાળવા માટે
લેબલમાં જટિલ વોટરમાર્ક્સ છે અને બોટલમાં હોલોગ્રામ પણ છે એટલે કે અધિકૃતતાની ખાતરી કરવા માટે દરેક બોટલ પર એક યુનિક 9-ડિજિટનો કોડ છે. પ્રોડક્ટ અસલી છે તેની ગ્રાહકને ખાતરી અપાવવા માટે હોલોગ્રામમાં સ્માર્ટલી એમ્બેડેડ અક્ષર 'G' પણ છે અને દ્રષ્ટિહીન લોકો માટે નેક રીડિંગ ડેન્જર પર 'બ્રેઇલ' માર્કિંગ પણ ઉમેરવામાં આવ્યું છે.
એક બાયોસ્ટીમ્યુલન્ટ તરીકે ડબલ કપાસ, સોયાબીન, મગફળી અને શાકભાજી (ટામેટા) જેવા પાકોમાં ફૂલો પડવાનું અને ફળોનું ખરવાનું ઘટાડે છે. ફૂલો પડવાથી અને ફળો ખરવાથી ખેડૂતોની ઉપજને 15%-25% અસર થાય છે. યોગ્ય ખેતી પદ્ધતિઓ અને ડબલની યોગ્ય માત્રા સાથે, ખેડૂતોને તેમની ઉપજ વધારવામાં મદદ કરી શકે છે. કપાસમાં ડબલ થી બહેતર ફળદ્રુપીકરણમાં મદદ મળે છે જેનાથી બહેતર બીજ સેટિંગ (જે બીજની રચનાની પ્રક્રિયામાં વિકાસનો ખૂબ
મહત્વનો તબક્કો) અને મજબૂત શીંગોનો (એક ગોળાકાર પાકેલું ફળ) પાયો સક્ષમ બને છે. સરેરાશ રીતે બે વખત ડબલ ઉમેરવાથી ઉપજમાં 18%-20%નો વધારો મેળવવામાં મદદ મળે છે.
સોયાબીન અને મગફળીના પાક પર ડબલનો આ જ પ્રકારે ઉપયોગ પાકની ફળદ્રુપતા આડે નડતા અવરોધોને દૂર કરવામાં મદદ કરે છે, ફૂલોના ડ્રોપિંગને ઘટાડે છે અને પોડ સેટિંગમાં સુધારો કરે છે પરિણામે ઉપજમાં અનુક્રમે 30%-35% અને 10%-12% નો વધારો થાય છે. ટામેટા માટે તે પરાગની વાયેબિલિટીમાં સુધારો કરવામાં મદદ કરે છે અને ફૂલથી ફળમાં રૂપાંતરણને સુધારે છે જેના પરિણામે છોડ દીઠ ફૂલો પડી જવામાં ઘટાડો અને છોડ દીઠ વધુ ફળોની આવક, એકસમાન સાઈઝ, રંગ અને પાકના આધારે ફળોના વજનમાં 15%-18% વધારો થાય છે.
ડબલના 25 વર્ષ પર ટિપ્પણી કરતા જીએવીએલના મેનેજિંગ ડિરેક્ટર બલરામ સિંહ યાદવે જણાવ્યું હતું કે, 'ખેડૂતોને તેમના પાકની ઉપજ વધારવામાં મદદ કરવાના હેતુ સાથે ડબલ લોન્ચ કરવામાં આવી હતી. તેની રૂઆતથી જ અમે 2 કરોડ ભારતીય ખેડૂતોના જીવનમાં પરિવર્તનો લાવ્યા છીએ અને ઉપજમાં સરેરાશ 18% વધારો જોવા મળ્યો છે જેના પગલે આપણા ભારતના ખેડૂતોની આવકમાં વધારો થયો છે. અમને વિશ્વાસ છે કે ડબલ જેવી પ્રોડક્ટનો યોગ્ય માત્રામાં અને યોગ્ય સમયે ઉપયોગ કરવામાં આવે તો ખેડૂતોની ઉપજ અને આવકમાં વધારો કરવામાં મદદ મળશે તથા આપણા રાષ્ટ્રની અન્ન સુરક્ષા સુનિશ્ચિત થશે.'
જીએવીએલે 1992માં ડબલ માટે કાચો માલ ગણાતા હોમોબ્રાસિનોલિડ (એચબીઆર) પર વ્યાપકપણે કામ કરવાનું શરૂ કર્યું હતું. પાકમાં કોષ વિભાજન અને કોષ વિસ્તરણમાં સુધારો કરવામાં તે મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું જણાતાં કંપનીએ 1998માં ડબલ લોન્ચ કરી, જેથી ખેડૂતો તેનો લાભ ઉઠાવી શકે. ફૂલો પડવા અને ફળોના ખરી જવાનું પ્રમાણ ઘટાડવા ઉપરાંત ડબલ જેવા બાયોસ્ટીમ્યુલન્ટ પાકની જૈવિક અને અજૈવિક તાણ સામે ટકી રહેવાની ક્ષમતાને વધારવામાં પણ મદદ કરે છે.
અજૈવિક તાણમાં તાપમાન, અલ્ટ્રાવાયોલેટ રેડિયેશન, ખારાશ, પૂર, દુષ્કાળ વગેરેનો સમાવેશ થાય છે, જે પાકના છોડને અસર કરે છે જ્યારે જૈવિક તાણ એ જંતુઓ, તૃણાહારીઓ, ફૂગ, બેક્ટેરિયા અથવા નીંદણ દ્વારા થતા નુકસાન દર્શાવે છે. જીએવીએલના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી બુર્જિસ ગોદરેજે બાયોસ્ટીમ્યુલન્ટ્સના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, ' વૈશ્વિક સ્તરે ઉપજમાં 70% તફાવત આબોહવા પરિવર્તન દ્વારા નિર્ધારિત થાય છે. ભારતમાં પણ વધતું તાપમાન અને અનિયમિત વરસાદ પાકની ઉપજને અસર કરે છે અને નીંદણ તથા જંતુઓના પ્રસારને વધારે છે. આવી પ્રતિકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં બાયોસ્ટીમ્યુલન્ટ્સ પાકની ઉપજ વધારવામાં મદદ કરે છે.
વૈશ્વિક અને ભારતીય બાયોસ્ટીમ્યુલન્ટ બજાર વર્ષ 2031 સુધીમાં અનુક્રમે 11.8% અને 12.5%ના સીએજીઆરથી વધવાની અપેક્ષા છે. તેથી, એચબીઆરના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક તરીકે અમે જીએવીએલ ખાતે ભારતીય ખેડૂતોને તેમની પાકની જરૂરિયાત મુજબ વિવિધ બાયોસ્ટીમ્યુલન્ટ ઓફર કરીને સેવા આપવાનું ચાલુ રાખીશું.
ભારત વિશ્વભરના અનેક દેશો પૈકીનો એક દેશ છે જેણે બાયોસ્ટીમ્યુલન્ટ્સ માટે અલગ નિયમો બનાવ્યા છે.
રૂ.1,640 કરોડના અસંગઠિત બાયોકેમિકલ ક્ષેત્ર સાથે તે સૌથી ઝડપથી વિકસતા પેટા ક્ષેત્રોમાંનું એક છે. વર્ષ 2021માં બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ ઉત્પાદકોએ કેમિકલ કમ્પોઝિશન અને એક્સપાયરી ડેટનો ઉલ્લેખ થાય તે પ્રકારે પ્રોડક્ટ્સનું લેબલિંગ કરવું તેમજ સરકારમાં ફરજિયાત પૂર્વ નોંધણી કરવી જરૂરી છે.
આ નિયમનના મહત્વ પર ટિપ્પણી કરતા જીએવીએલના ક્રોપ પ્રોટેક્શન બિઝનેસના સીઈઓ શ્રી રાજવેલુ એન.કે.એ
જણાવ્યું હતું કે, 'ખેડૂત તેમના પાકમાંથી મહત્તમ ઉપજ મેળવવાની આશા સાથે પાકનું રક્ષણ કરતી પ્રોડક્ટમાં રોકાણ કરે છે. ભારતના 85% નાના અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગના હોવાથી તેમને ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ પૂરી પાડવી જરૂરી છે જે અસલી હોય અને ઉપયોગમાં સરળ હોય. આથી આ દિશામાં નિયમનો સ્થાપવા એ પહેલું પગલું છે અને ખેડૂતોને યોગ્ય તથા ભલામણ કરેલ માત્રામાં અધિકૃત પ્રોડક્ટના ઉપયોગ અંગેના ફાયદાઓ વિશે શિક્ષિત કરીને તેમને જાગૃત કરવા માટે ઉદ્યોગ-વ્યાપી સહયોગની જરૂર છે.'
ડબલનું નવું પેકેજિંગ સરકાર દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા સાથે સંરેખિત છે અને વપરાશ માટે અનુકૂળ છે. આબોહવા પરિવર્તનની કટોકટીએ વર્ષ 2021માં ભારતમાં 50 લાખ હેક્ટર પાકનું નુકસાન કર્યું છે. જંતુઓ, રોગો અને નબળી કૃષિ પદ્ધતિને કારણે ઉપજને પણ અસર થઈ રહી છે ત્યારે જીએવીએલ માને છે કે ઉદ્યોગ માટે યોગ્ય સમયે યોગ્ય પ્રોડક્ટનો ઉપયોગ કરીને યોગ્ય સ્પ્રે થકી પાક સંરક્ષણ વિશે અને ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ સાથે બાયોસ્ટીમ્યુલન્ટ્સના મહત્વ અંગે જાગૃતિ લાવવાની સમયની જરૂર છે.
ભારતીય શેરબજાર મંગળવારે સપાટ નોંધ પર ખુલ્યું હતું, જેમાં મુખ્ય સૂચકાંકો મિશ્ર રીતે ટ્રેડ થતા હતા. સવારે 9:33 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 116 પોઈન્ટ અથવા 0.19% ઘટીને 76,957 પર હતો, જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ અથવા 0.08% વધીને 23,363 પર હતો.
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં સતત વધઘટ જોવા મળી રહી છે. 21 જાન્યુઆરી, 2025ના રોજ, WTI ક્રૂડ ઓઈલ 1.46% ઘટીને $76.74 પ્રતિ બેરલ થઈ ગયું, જ્યારે બ્રેન્ટ ક્રૂડ 0.02% વધીને $80.17 પ્રતિ બેરલ થઈ ગયું. આ ફેરફારોને કારણે ભારતના વિવિધ શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.
વૈશ્વિક બજારમાં કાચા તેલની કિંમતોમાં સતત વધઘટના કારણે દેશના અનેક શહેરોમાં તેલની કિંમતોમાં દરરોજ ફેરફાર જોવા મળી રહ્યા છે. સોમવારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં ફેરફાર જોવા મળ્યો હતો. આ પછી દેશના અનેક શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો.