ગોદરેજ એન્ડ બોય્સે રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં
સમગ્ર ભારતમાં 400 કેવી અને 765 કેવીના ઇએચવી સબસ્ટેશન માટે ઇપીસી, મુંબઇમાં 220 કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ સાથે જીઆઇએસ સબસ્ટેશન તથા નેપાળમાં 132 કેવી સબસ્ટેશન પ્રોજેક્ટ સામેલ છે
મુંબઇ : ગોદરેજ એન્ડ બોય્સ મેન્યુફેક્ચરિંગ લિમિટેડના બિઝનેસ યુનિટ ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિન્યૂએબલ એનર્જી (પીઆઇઆરઇ) બિઝનેસે પાવર ટ્રાન્સમીશન, રેલવે અને સોલર પ્રોજેક્ટ્સ પાસેથી રૂ. 2000 કરોડથી વધુ મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. આ પ્રોજેક્ટ્સમાં સમગ્ર ભારતમાં 400 કેવી અને 765 કેવીના ઇએચવી સબસ્ટેશન માટે ઇપીસી, મુંબઇમાં 220 કેવી અન્ડરગ્રાઉન્ડ કેબલ સાથે જીઆઇએસ સબસ્ટેશન તથા નેપાળમાં 132 કેવી સબસ્ટેશન પ્રોજેક્ટ સામેલ છે.
સોલર સેગમેન્ટમાં કંપનીને પશ્ચિમ બંગાળમાં 20 મેગાવોટના ગ્રાઉન્ડ-માઉન્ટેડ સોલર પ્લાન્ટનો એવોર્ડ મળ્યો છે. આ ઓર્ડર આગામી ત્રણ વર્ષમાં પોતાના સૌર ઇપીસી પોર્ટફોલિયોને વાર્ષિક 30 ટકા સુધી વધારવા અને ઉર્જા સંરક્ષણને પ્રોત્સાહન આપવાના બિઝનેસના ઉદ્દેશ્યને સપોર્ટ કરે છે.
ટ્રેક્શન સબસ્ટેશન અને સંલગ્ન કામગીરીના નિર્માણ માટે ભારતીય રેલવે પાસેથી રૂ. 900 કરોડથી વધુના પ્રોજેક્ટ સાથે રેલવે ઇલેક્ટ્રિફિકેશનમાં બિઝનેસે પ્રવેશ કર્યો છે. આ પ્રોજેક્ટ ભારતના રેલવેના આધુનિકિકરણ અને ટકાઉ પરિવહનના વિઝન સાથે સુસંગત છે. આ પ્રોજેક્ટ વર્તમાન નવી દિલ્હી-હાવડા રૂટ તથા નવી દિલ્હી-મુંબઇ રૂટ ઉપર મથુરા-પાલવાલ વચ્ચે સ્પીડ પ્રતિ કલાક 160થી વધારીને પ્રતિ કલાક 200 કરવાના ‘મિશન રફ્તાર’નો હિસ્સો છે.
ગોદરેજ ઇલેક્ટ્રિકલ્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ અને બિઝનેસ હેડ રાઘવેન્દ્ર મિરજીએ કહ્યું હતું કે, “આ ઓર્ડર્સ પાવર ટ્રાન્સમીશન સેક્ટરને મજબૂત કરવા તથા રેલવે અને આંતરરાષ્ટ્રીય સેગમેન્ટ્સમાં પ્રવેશવા વૈવિધ્યકરણની રણનીતિ સાથે સુસંગત છે. પાવર ટ્રાન્સમીશનમાં સબસ્ટેશન ઓર્ડર્સ સાથે અમે વર્તમાન યુટિલિટી સાથે નોન-યુટિલિટી ક્લાયન્ટ્સને સામેલ કરવા અમારા ગ્રાહકોના આધારને હવે વૈવિધ્યસભર બનાવ્યો છે. આ ઓર્ડર્સ સાથે જીએન્ડબીએ તેના પોર્ટફોલિયોને સમગ્ર ભારતમાં અને નેપાળમાં ઇએચવી કેબલ, ઇએચવી સબસ્ટેશન, ટ્રેક્શન સબસ્ટેશન અને સોલર પ્રોજેક્ટ્સમાં વિસ્તાર્યો છે.
અમે આ નોંધપાત્ર પરિવર્તન માટે ભારતીય રેલવે સાથે ભાગીદારી કરતાં ઉત્સાહિત છીએ. આગામી સમયમાં અમે આ પ્રકારની વધુ તકો મેળવવાની આશા રાખીએ છીએ તેમજ નવા સેગમેન્ટ્સને સેવા આપીને ભારતમાં માળખા અને પાવર ટ્રાન્સમીશનમાં સુધારામાં યોગદાન આપીશું.”
સોમવારે, સેન્સેક્સની 30 માંથી 20 કંપનીઓના શેર વધારા સાથે લીલા રંગમાં બંધ થયા હતા અને 10 કંપનીઓના શેર નુકસાન સાથે લાલ રંગમાં બંધ થયા હતા. બીજી તરફ, નિફ્ટી ૫૦ ની ૫૦ કંપનીઓમાંથી ૩૩ કંપનીઓના શેર વધારા સાથે લીલા નિશાનમાં બંધ થયા હતા અને બાકીની ૧૭ કંપનીઓના શેર નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયા હતા.
ફેબ્રુઆરી, 2025 માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ઉત્પાદનો, ખાદ્ય ચીજો, અન્ય ઉત્પાદન, બિન-ખાદ્ય ચીજો અને કાપડ ઉત્પાદન વગેરેના ભાવમાં વધારાને કારણે છે.
બ્રાઇટ આઉટડોર મીડિયા લિમિટેડ, (બીએસઇ – 543831) ભારતના આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગમાં અગ્રણી નામ છે, તેણે તેના સંયુક્ત સાહસ ભાગીદાર સાથે મળીને મુંબઈમાં ત્રણ નવા ડિજિટલ એલઇડી બિલબોર્ડ લોન્ચ કર્યા છે. કુલ 1,840 ચોરસ ફૂટ નવી આઉટ-ઑફ-હોમ એડવર્ટાઇઝિંગ જગ્યા ઉમેરવામાં આવી રહી છે.