ગોદરેજ કેપિટલે MSMEને પૂર્ણ ક્ષમતાથી તેમના વ્યવસાયની વૃદ્ધિમાં મદદરૂપ બનવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણ લોંચ કર્યું
એમએસએમઇ માલીકોને તેમની ક્ષમતાથી વ્યવસાયિક વૃદ્ધિની વ્યાપક તકો પ્રદાન કરવા પ્લેટફોર્મ તૈયાર કરાયું
મુંબઈ : ગોદરેજ ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની ગોદરેજ કેપિટલે એમએસએમઇ માલીકોને તેમના વ્યવસાયની વૃદ્ધિ માટે વ્યાપક તકો પ્રદાન કરવા માટે તેના નવા ડિજિટલ પ્લેટફોર્મ નિર્માણની જાહેરાત કરી છે.કાળજીપૂર્વક તૈયાર કરાયેલા ગોદરેજ કેપિટલ નિર્માણ એમએસએમઇની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ સેવાઓ પૂરી પાડવા ભાગીદારોની શ્રેણીનો એક સમૂહ છે.
આજે દેશમાં એમએસએમઇ માર્કેટ સુધી મર્યાદિત પહોંચ તથા તેમની પ્રાદેશિક પહોંચની બહાર વિસ્તરણની ક્ષમતા, કાનૂની અને નિયમનકારી અનુપાલનની આવશ્યકતાઓ વિશે જાણકારીનો અભાવ, ટેક્નોલોજીની મર્યાદિત પહોંચ, કુશળ કર્મચારીઓની ભરતી અને જાળવણી તેમજ ધિરાણની મર્યાદાઓ જેવાં પડકારોનો સામનો કરે છે. ગોદરેજ કેપિટલ નિર્માણનો ઉદ્દેશ્ય આ પડકારનો ઉકેલ આપવાનો તથા “ગ્રો ધ બિઝનેસ”, “ઇઝ બિઝનેસ ઓપરેશન્સ” અને “ટ્રાન્સફોર્મેશન થ્રુ અપસ્કિલિંગ” શ્રેણીઓ હેઠળ સેવાઓ પ્રદાન કરવાનો છે.
કંપનીએ નાના વ્યવસાયોને સંભવિત માર્કેટ સુધી પહોંચ વધારવા, કાયદાકીય અને નિયમનકારી અનુપાલનને સરળ કરવા, કર્મચારીઓના આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરવા તેમજ બિઝનેસ કોચિંગ પૂરું પાડવા માટે શરૂઆતમાં એમેઝોન ગ્લોબલ સેલિંગ, ઓનસ્યુરિટી, ઝોલ્વિટ અને એમએસએમઇએક્સ સાથે ભાગીદારી કરી છે. વધુમાં, ગોદરેજ કેપિટલ નિર્માણના યુઝર્સ
ડિસ્કાઉન્ટેડ પ્રાઇઝ પોઇન્ટ ઉપર પ્રોડક્ટ અને પ્રાઇઝિંગ ઓફરિંગ્સ મેળવશે તથા ગોદરેજ કેપિટલના ગ્રાહકો વધારાના અને વિશિષ્ટ પ્રાઇઝિંગના લાભો માટે હકદાર બનશે.
વધુમાં આ ફ્લેગશીપ પ્લેટફોર્મ ભારતમાં બીએફએસઆઇ ઇન્ડસ્ટ્રીમાં પ્રથમ છે. તે મુખ્ય ધિરાણ ઓફરિંગથી આગળ વધીને વ્યવસાયની વૃદ્ધિની તકો ધરાવતી મૂલ્ય-વર્ધિત સેવાઓ, વ્યવસાયમાં સરળતા, નોલેજ અને નેટવર્કની તકો પણ આપે છે. આ લોંચ અંગે વાત કરતાં ગોદરેજ કેપિટલના એમડી અને સીઇઓ મનીષ શાહે કહ્યું હતું કે, “ગોદરેજ ગ્રૂપ ભારતીય અર્થતંત્રની
વૃદ્ધિમાં યોગદાન આપવાની લાંબાગાળાની પ્રતિબદ્ધતા ધરાવે છે તથા ગોદરેજ કેપિટલ દ્વારા અમે નિર્માણના લોંચ અંગે ગૌરવ કરીએ છીએ, જે એમએસએમઇને તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે વૃદ્ધિ સાધવા સક્ષમ કરશે, જેથી દેશની આર્થિક વૃદ્ધિને બળ આપી શકાય. અમે દેશમાં એમએસએમઇની વૃદ્ધિ સંબંધિત પડકારનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો છે અને અમારા દ્વારા પહેલેથી
જ પૂરી પડાતી ધિરાણ સુવિધાઓ સાથે નિર્માણ દ્વારા અમે કેટલાંક પડકારનો ઉકેલ લાવવા મદદ કરી શકીશું, જેથી ક્ષેત્રની વૃદ્ધિને ટેકો આપી શકાશે.”
ગોદરેજ કેપિટલ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા પ્લેટફોર્મ ઉપર વધુ મૂલ્ય-વર્ધિત સેવાઓ લાવવા ઉપર કેન્દ્રિત છે તથા એવાં પડકારો ઉપર સતત અપડેટ રહેશે, જેનો ઉકેલ લાવવો ફરજીયાત છે.
આ પ્રારંભિક લોંચ કબક્કામાં સેવાઓને સમગ્ર ભારતમાં 30 મુખ્ય માર્કેટ્સમાં પ્રોત્સાહિત કરાશે, પરંતુ તે દેશના ખૂણે-ખૂણે ઉપલબ્ધ છે.
ગોદરેજ કેપિટલે નવેમ્બર 2020માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં રૂ.5300 કરોડની હાઉસિંગ, એસએમઇ અને એમએસએમઇ લોનનું વિતરણ કર્યું છે. આ ઉપરાંત તેણે ભારતના 13 શહેરોમાં તેની ઉપસ્થિતિ વિસ્તારી છે.
RBI દ્વારા રેપો રેટમાં ઘટાડા બાદ HDFC બેંકે હવે FD પરના વ્યાજમાં ઘટાડો કર્યો છે. બેંકે વિવિધ મુદતની FD પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે.
ડીજીસીએ એ પણ તપાસ કરશે કે શું ક્રૂ મેમ્બરની તબિયત ખરાબ લાગતી હતી ત્યારે વિમાનમાં સવાર બાકીના ક્રૂ સભ્યોએ કોઈ પગલાં લીધાં હતાં.
Infosys Q4 Result : જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં ઇન્ફોસિસનો નફો ઓક્ટોબર-ડિસેમ્બર 2024 ક્વાર્ટરની તુલનામાં 3.3 ટકા વધ્યો. જોકે, આવકમાં 2 ટકાનો ઘટાડો થયો.