ગોદરેજ ગ્રૂપ અને મુંબઈ ફર્સ્ટએ પર્યાવરણીય શ્રેષ્ઠતા માટે સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ રજૂ કર્યો
ગોદરેજ ગ્રૂપે આજે મુંબઈ ખાતે મુંબઈ ફર્સ્ટ સાથેની ભાગીદારીમાં સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે પર્યાવરણ અને ટકાઉપણાના ક્ષેત્રમાં અનેરી શ્રેષ્ઠતા દર્શાવનાર વ્યક્તિઓને ઓળખી તેમને સન્માનિત કરવા માટેની પહેલ છે.
ગોદરેજ ગ્રૂપે આજે મુંબઈ ખાતે મુંબઈ ફર્સ્ટ સાથેની ભાગીદારીમાં સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ શરૂ કરવાની જાહેરાત કરી છે, જે પર્યાવરણ અને ટકાઉપણાના ક્ષેત્રમાં અનેરી શ્રેષ્ઠતા દર્શાવનાર વ્યક્તિઓને ઓળખી તેમને સન્માનિત કરવા માટેની પહેલ છે. આ પ્રતિષ્ઠિત પુરસ્કાર શ્રી એસ.પી. ગોદરેજના પર્યાવરણીય સંરક્ષણમાં અગ્રણી કામગીરીને શ્રદ્ધાંજલિ આપવા સંદર્ભે શરૂ કરવામાં આવ્યો છે. જે એન્વારમેન્ટલ ચેમ્પિયન્સની આગામી પેઢીને પ્રેરણા આપતાં તેમના વારસાને કાયમી ધોરણે યાદ રખાવશે.
અનેક ઉદ્દેશો સાથે સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય માત્ર મુંબઈ મેટ્રોપોલિટનમાં ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટનું નેતૃત્વ કરનારા અગ્રણીઓને ઓળખવાનો જ નથી, પરંતુ પર્યાવરણને લગતી જવાબદાર બાબતોને અપનાવવા પ્રોત્સાહન આપતાં શ્રેષ્ઠ પ્રયાસોનો પ્રસાર કરવાનો છે. તે જાળવણી, પ્રદૂષણ નિયંત્રણ અને સંરક્ષણ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં પ્રભાવશાળી પ્રયાસોને સન્માનિત કરવા માગે છે.
સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ માટેના મૂલ્યાંકનના માપદંડમાં પર્યાવરણીય પડકારો દૂર કરવા અર્થેના પ્રયાસોની અસર, નેતૃત્વ અને તેના પ્રત્યેની પ્રતિબદ્ધતા જેવા મુખ્ય પાસાઓ સમાવિષ્ટ છે. તે સમુદાયના જોડાણો, ઈનોવેટિવ અભિગમો, હિમાયતી વલણ, પહેલોની માપનીયતા, શૈક્ષણિક પહોંચ અને વિજ્ઞાન આધારિત અભિગમને પણ ધ્યાનમાં લે છે. ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર નાદિર ગોદરેજે જણાવ્યું હતું કે, ગોદરેજ ખાતે, અમે અમારા પર્યાવરણના રક્ષણ માટે ખૂબ જ પ્રતિબદ્ધ છીએ, કારણ કે અમે માનીએ છીએ કે તે માત્ર એક પસંદગી જ નથી પરંતુ આપણા સૌની એક જવાબદારી છે.
સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ એક વિશેષ પહેલ છે. જે નફાની સાથે સાથે લોકો, પૃથ્વી પ્રત્યેના અમારા સતત સમર્પણનું પ્રતીક છે અને મહાન પર્યાવરણવાદી એવા સુપ્રસિદ્ધ એસપી ગોદરેજને શ્રદ્ધાંજલિ અર્પે છે. પર્યાવરણના રક્ષણ માટે અથાગ પ્રયાસો કરતાં વ્યક્તિઓ અને સંસ્થાઓને બિરદાવી તેમની સાથે ઉભા રહેવું એ અમારા માટે સૌભાગ્યની વાત છે. આપણી ભાવિ પેઢીઓ માટે વધુ સારા વિશ્વનું સર્જન કરવાના ભાગરૂપે ચાલો સાથે મળીને આ એન્વારમેન્ટ ચેમ્પિયન્સને ટેકો આપી તેમના નોંધપાત્ર પ્રયાસોમાંથી પ્રેરણા લઈએ.
નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ચેરમેન, CSIRના ભૂતપૂર્વ ડિરેક્ટર-જનરલ, અને સોહરાબ પિરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડના જ્યુરી મેમ્બર ડૉ. રઘુનાથ માશેલકરે જણાવ્યું હતું કે, એસપી ગોદરેજ તેમના સમયમાં મહત્વના પ્રેરણાદાયી પાત્ર હતા. તેઓ આજે પણ આપણા ટકાઉ ભાવિની ચાવીરૂપ પર્યાવરણીય સંરક્ષણના મહત્વપૂર્ણ મહત્વોને ટકાવી રાખવાના સંદેશ સાથે જીવિત છે. આ ઉમદા ઉદ્દેશ્યને આગળ ધપાવવા માટે તેમના નામે બનાવેલા પુરસ્કારો આવનારી પેઢીઓને પ્રેરણા આપશે.
મુંબઈ ફર્સ્ટના વાઈસ ચેરમેન શ્રી રોજર સી.બી. પરેરાએ જણાવ્યું હતું કે, "શ્રી એસ.પી. ગોદરેજે પોતાનું સમગ્ર જીવન, પોતાનો સમય, પૈસા અને પ્રતિભા, નિરંતર પર્યાવરણના હેતુ માટે સમર્પિત કરી દીધું હતું. 24x7 ખડેપગે આ ક્ષેત્રે કાર્યરત હતા. હું ખરેખર પોતાને પરિપૂર્ણ અનુભવું છું કે નાદિર ગોદરેજે લોકોની સુખાકારી માટે મુંબઈ ફર્સ્ટને પૂરા દિલથી સમર્થન આપ્યું છે. સોહરાબ પીરોજશા ગોદરેજ એન્વારમેન્ટ એવોર્ડ 30 સપ્ટેમ્બર, 2023 સુધી નોમિનેશન માટે ખુલ્લો છે. એવોર્ડ વિશે વધુ જાણવા અને નોમિનેશન ફોર્મ ઍક્સેસ કરવા માટે, કૃપા કરીને https://spgodrejenvironmentawards.com/beta/. પર અમારી વેબસાઇટની મુલાકાત લો.
સપ્તાહના અંતિમ દિવસે બજાર લીલા રંગમાં ખુલ્યું હતું. BSE સેન્સેક્સ 193.95 પોઈન્ટના વધારા સાથે 77,349.74 પોઈન્ટ પર અને નિફ્ટી 50 પણ 61.90 પોઈન્ટના વધારા સાથે 23,411.80 પોઈન્ટ પર ખુલ્યો હતો.
બ્લેક ડાયમંડ એપલ એકદમ દુર્લભ છે અને દરેક જગ્યાએ તેની ખેતી કરી શકાતી નથી. આ સફરજનને ઠંડા અને પર્વતીય વિસ્તારની જરૂર છે. ઉપરાંત, મર્યાદિત ઉત્પાદનને કારણે, બ્લેક ડાયમંડ એપલ ખૂબ મોંઘા છે.
યુઝર-ફ્રેન્ડલી ઇન્ટરફેસ અને ફંક્શનાલિટીના લીધે એન્ડ્રોઇડ પર નોંધપાત્ર 4.7 રેટિંગ અને આઈઓએસ પર 4.6 રેટિંગ મળ્યા.