ગોદરેજ પ્રોફેશનલે ડાયમેન્શન-ઓમ્બ્રીએજ કલેક્શનને પ્રદર્શિત કરવા આકાર બ્યુટી એક્સ્પો ઇન્ડિયા 2023 સાથે ભાગીદારી કરી
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (GCPL)ની હેર કેર, કલર, સ્ટાઇલ અને કેરાટિન પ્રોડક્ટ્સ માટેની પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલે આકાર બ્યુટી એક્સ્પો 2023માં ભાગ લીધો હતો. જે બ્યૂટી ઈન્ડસ્ટ્રી પર કાયમી છાપ છોડતી નોંધપાત્ર ત્રણ દિવસીય ક્રિએટીવ ઈવેન્ટ હતી.
અમદાવાદ : ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (GCPL)ની હેર કેર, કલર, સ્ટાઇલ અને કેરાટિન પ્રોડક્ટ્સ માટેની પ્રોફેશનલ હેર બ્રાન્ડ ગોદરેજ પ્રોફેશનલે આકાર બ્યુટી એક્સ્પો 2023માં ભાગ લીધો હતો. જે બ્યૂટી ઈન્ડસ્ટ્રી પર કાયમી છાપ છોડતી નોંધપાત્ર ત્રણ દિવસીય ક્રિએટીવ ઈવેન્ટ હતી. ગોદરેજ પ્રોફેશનલનું વિઝન સલૂન અને બ્યૂટી ઈન્ડસ્ટ્રીમાં પરિવર્તન લાવવાનું છે. આ ઇવેન્ટે સલૂનિસ્ટ્સ, બ્યૂટી પ્રોફેશનલ્સ, ઉત્સાહીઓ અને બ્રાન્ડ્સને એકમંચ પર લાવવા પ્લેટફોર્મ પૂરુ પાડ્યું હતું. જેમાં ચર્ચા-વિચારણા, જ્ઞાનની વહેંચણી અને જોડાણોને વેગ આપતાં સલૂન અને બ્યૂટી કમ્યુનિટી સાથે કલાની ઉજવણી કરવામાં આવી હતી.
આ ઇવેન્ટ 23, 24 અને 25મી સપ્ટેમ્બર, 2023ના રોજ અમદાવાદમાં આકાર બ્યુટી એક્સ્પો ખાતે યોજાઈ હતી, જેમાં ડાયનેમિક હેર અને બ્યુટી ઈન્ડસ્ટ્રીમાં ઈનોવેટિવ ટ્રેન્ડ, ટેક્નોલોજી અને ઈનોવેશન્સ રજૂ કરવામાં આવ્યા હતાં. આ ઈવેન્ટ દરમિયાન, ગોદરેજ પ્રોફેશનલે સેલિબ્રિટી હેરસ્ટાઈલિસ્ટ અને તેના ટેક્નિકલ એમ્બેસેડર સિલ્વિયા ચેન સાથે આકર્ષક ડેમો ક્લાસનું આયોજન કર્યું હતું. જેમાં તેમની ઉપસ્થિતિએ લોકોને પ્રેરણા આપી હતી.
ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ (GCPL)ના જનરલ મેનેજર અભિનવ ગ્રાંધીએ આ ઇવેન્ટ અંગે જણાવ્યું હતું કે, “ગોદરેજ પ્રોફેશનલ માને છે કે, શિક્ષણથી જ પરિવર્તન આવે છે. અમારું લક્ષ્ય ઈન્ડિયન હેર એન્ડ બ્યૂટી ઈન્ડસ્ટ્રી માટે ખાસ ડિઝાઇન કરાયેલ સલૂન પ્રોડક્ટ્સ સાથે પરિવર્તનશીલ શિક્ષણ આપતું પ્લેટફોર્મ બનાવવા અને તેને પ્રોત્સાહન આપી ટેક્નિકલ માસ્ટર બનાવવાનું છે. અમે સલૂન ઈન્ડસ્ટ્રી માટે સ્કીલ એજ્યુકેશન આપવા પ્રતિબદ્ધ છીએ. જે માત્ર તેમના કૌશલ્ય જ નહીં પરંતુ તેમની આજીવિકાની તકોમાં પણ વધારો કરશે. આકાર બ્યુટી એક્સ્પો સાથેની ભાગીદારી એ એક એવી પહેલ છે કે, જેના દ્વારા અમે આ ઉદ્દેશ્યો હાંસલ કરવા માગીએ છીએ. પરિણામે, અમે સલૂન અને બ્યુટી પ્રોફેશનલ્સ અપનાવી શકે તેવા ઈનોવેટિવ પ્રોડક્ટ્સ, ટેક્નોલોજી અને તકનિકી વિશે જાગૃતિ ફેલાવવા પ્લેટફોર્મ પૂરુ પાડીશું.’’
સેલિબ્રિટી હેર સ્ટાઈલિશ સિલ્વિયા ચેને, ગોદરેજ પ્રોફેશનલના ડાયમેન્શન-ઓમ્બ્રેજ કલેક્શનમાંથી અદભૂત હેર કલરનું પ્રદર્શન કરતાં એક વિશિષ્ટ સેશનનું
આયોજન કર્યું હતું. ગોદરેજ પ્રોફેશનલ દ્વારા ‘ડાયમેન્શન’ એ સ્વીકૃતિ, ઈન્ક્લુઝિવ અને સેલ્ફ- એક્સપ્રેશન (સ્વ-અભિવ્યક્તિ)ના સંદેશ સાથે સુંદરતાને આવરી લેતી ઝુંબેશ છે. ગોદરેજ પ્રોફેશનલ આ પહેલને વાળના કલર મારફત દર્શાવવાનો પ્રયાસ કરે છે. #Coloursareforall દર્શાવે છે કે, વાળને કલર કરનારની કોઈ જાતિ, લિંગ, કદ અથવા ત્વચાને જોવામાં આવતી નથી.
ડેમોના ભાગ રૂપે, ‘ડાયમેન્શન-ઓમ્બ્રીએજ કલેક્શન’ એ ભારતના અગ્રણી હેર સ્ટાઈલિસ્ટ રાયન ડીરોઝારિયો, સિલ્વિયા ચેન અને નજીબ રહેમાન દ્વારા બનાવવામાં આવેલું નોંધનીય કો- ક્રિએશન છે. તેમાં સેન્ડસ્ટોન ઓમ્બ્રીએજ, ઓબર્ન ઓમ્બ્રેએજ, ક્રિમસન ઓમ્બ્રીએજ અને પર્લ સ્ક્વેર જેવા ચાર મનમોહક હેર કલર છે. જે પ્રત્યેકના સ્વભાવ, મૂડ, સ્ટાઈલ અને વ્યક્તિગત ઓળખના આધારે વિવિધ ટોન્સ અને સ્ટાઈલમાં ઉપલબ્ધ છે. જે એક ટ્રેન્ડ સેટર બની શકે છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે, દિલ્હીમાં ચાંદી પણ 1,000 રૂપિયા વધીને 1,03,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી, જ્યારે મંગળવારે ચાંદીનો ભાવ 1,02,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયો હતો.
આજે બજારે વધારા સાથે લીલા નિશાનમાં વેપાર શરૂ કર્યો. મંગળવારે શેરબજાર મોટા વધારા સાથે બંધ થયું હતું. ગઈકાલે, સેન્સેક્સ 1131.31 પોઈન્ટ (1.53%) ના વધારા સાથે 75,301.26 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 325.55 પોઈન્ટ (1.45%) ના વધારા સાથે 22,834.30 પોઈન્ટ પર બંધ થયો હતો.
પોસ્ટ ઓફિસની ટાઈમ ડિપોઝિટ (TD) યોજના બિલકુલ બેંકની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) યોજના જેવી જ છે. પોસ્ટ ઓફિસમાં ટીડી ખાતું ઓછામાં ઓછા 1 વર્ષ અને વધુમાં વધુ 5 વર્ષ માટે ખોલી શકાય છે. પોસ્ટ ઓફિસ તેના ગ્રાહકોને ટીડી ખાતા પર 6.9 ટકાથી 7.5 ટકા સુધીના વ્યાજ દરો ઓફર કરી રહી છે.