ગોદરેજ પ્રોપર્ટીઝે સેલ્સ બુકિંગ્સ, કેશ કલેક્શન અને પ્રોજેક્ટ ડિલિવરીઝમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા
દેશની અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર ગોદરેજ પ્રોપર્ટીઝ લિમિટેડે (બીએસઈ સ્ક્રીપ આઈડી: GODREJPROP) નાણાંકીય વર્ષ 2023 અને ચોથા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે.
જીપીએલે અત્યાર સુધીના સર્વોચ્ચ ત્રિમાસિક અને વાર્ષિક વેચાણો નોંધાવ્યા – નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 4,051 કરોડના બુકિંગ્સ મેળવ્યા અને નાણાંકીય વર્ષ 2023ની બુકિંગ વેલ્યુ 56% વધીને રૂ. 12,232 કરોડ થઈ. એરિયાની બાબતે ત્રિમાસિક ગાળા માટે સેલ્સ વોલ્યુમ 4.42 મિલિયન સ્ક્વેર ફૂટથી ત્રિમાસિક ધોરણે 19% વધીને 5.25 મિલિયન સ્ક્વેર ફૂટ થયું. એરિયાના સંદર્ભે સંપૂર્ણ નાણાંકીય વર્ષ માટે સેલ્સ વોલ્યુમ 10.84 મિલિયન સ્કવેર ફૂટથી 40% વધીને 15.21 મિલિયન સ્ક્વેર ફૂટ થયું હતું.
1. નાણાંકીય વર્ષ 2023માં જીપીએલનું કેશ કલેક્શન 41% વધીને રૂ. 8,991 કરોડ થયું હતું. નાણાંકીય વર્ષ 2023ના ચોથા ત્રિમાસિક ગાળામાં કલેક્શન રૂ. 3,822 કરોડ રહ્યું
હતું જે ત્રિમાસિક ધોરણે 127% અને વાર્ષિક ધોરણે 52%નો વધારો દર્શાવે છે.
2. જીપીએલે અત્યાર સુધીની સર્વોચ્ચ ત્રિમાસિક અને વાર્ષિક પ્રોજેક્ટ ડિલિવરીઝ નોંધાવી
– ચોથા ત્રિમાસિક ગાળામાં 7.6 મિલિયન સ્કવેર ફૂટ સહિત નાણાંકીય વર્ષ 2023માં પાંચ શહેરોમાં 10 મિલિયન સ્કવેર ફૂટથી પણ વધુના પ્રોજેક્ટ્સ ડિલિવર કર્યા.
3. બિઝનેસ ડેવલપમેન્ટની દ્રષ્ટિએ જીપીએલનું આ શ્રેષ્ઠ વર્ષ રહ્યું – નાણાંકીય વર્ષ 2023માં 18 નવા પ્રોજેક્ટ્સ ઉમેર્યા જેમાં 29 મિલિયન સ્કવેર ફૂટ જેટલા કુલ અંદાજિત વેચાણપાત્ર વિસ્તાર અને રૂ. 32,000 કરોડની કુલ અંદાજિત બુકિંગ વેલ્યુનો સમાવેશ થાય છે (અર્થાત, નાણાંકીય વર્ષ 2023માં રૂ. 15,000 કરોડની અંદાજિત બુકિંગ વેલ્યુના બીડી ગાઈડન્સના બમણાંથી પણ વધુ). આમાં ચોથા ત્રિમાસિક ગાળામાં રૂ. 5,750 કરોડની અંદાજિત બુકિંગ વેલ્યુ સાથે પાંચ નવા પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.
આ પરિણામો અંગે ગોદરેજ પ્રોપર્ટીઝના એમડી અને સીઈઓ શ્રી ગૌરવ પાંડેએ જણાવ્યું હતું કે “જીપીએલની કામગીરીની ક્ષમતાને વધુ ઊંચા સ્તરે લઈ જવાના અમારા પ્રયાસો સફળ રહ્યા છે તેનાથી અમે ખુશ છીએ. સેલ્સ બુકિંગ્સમાં 56%ની વૃદ્ધિથી અમે નાણાંકીય વર્ષ 2023માં કુલ રૂ. 12,232 કરોડના બુકિંગ્સ કરી શક્યા છીએ જે અમારા સંપૂર્ણ વર્ષના ગાઈડન્સ કરતાં 22% વધુ હતા. પ્રોજેક્ટ મિક્સમાં સુધારો ઉપરાંત 40%ના મજબૂત વોલ્યુમ ગ્રોથના પગલે આ નાણાંકીય વર્ષ માટે વેચાણમાં વૃદ્ધિથી અમે ખુશ છીએ. મહત્વનું એ છે કે અમારી ઉત્કૃષ્ટ વેચાણ કામગીરી તથા 10 મિલિયન સ્ક્વેર ફૂટથી પણ વધુના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના લીધે કલેક્શનમાં વિક્રમી
41%ની વૃદ્ધિ થઈને રૂ. 8,991 કરોડે પહોંચી છે.
અમારા બિઝનેસ ડેવલપમેન્ટમાં વધારો થવાના લીધે અમારા શરૂઆતના ગાઈડન્સ ડબલ થયા છે અને વાર્ષિક ધોરણે તેમાં 200%થી વધુનો વધારો થયો છે ત્યારે અમે અગાઉના વર્ષો કરતાં વર્તમાન વર્ષમાં વધુ મજબૂત લોન્ચની યોજનાઓ ધરાવીએ છીએ. અમારી ટીમ ભારતમાં તમામ મહત્વના રિયલ એસ્ટેટ માર્કેટ્સમાં ઊંડી સમજ ધરાવે છે અને તમામ મહત્વના ઓપરેટિંગ મેટ્રિક્સમાં ટકાઉ અને ઉચ્ચ ગુણવત્તાવાળી કામગીરી પૂરી પાડવા માટે આગામી કેટલાક વર્ષોમાં જે ઊંચી સંભાવનાઓ જોઈ રહ્યા છે તેનાથી ખૂબ જ ઉત્સાહિત છે.”
BSE સેન્સેક્સ આજે 1258.12 પોઈન્ટ ઘટીને 77,964.99 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. એ જ રીતે NSE નિફ્ટી 388.70 પોઈન્ટના મોટા ઘટાડા સાથે 23,616.05 પર બંધ રહ્યો હતો.
સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ ટેક્નોલોજી લિમિટેડ નાણાકીય વર્ષ 2024માં આવકની દ્રષ્ટિએ, ભારતમાં ફાર્માસ્યુટિકલ અને કેમિકલ સેક્ટર માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ ઇક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરર્સ પૈકીની એક છે, તેણે તેના પ્રથમ ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ માટે પ્રત્યેક ₹10/-ના અંકિત મૂલ્ય વાળા પ્રત્યેક ઇક્વિટી શેર દીઠ પ્રાઇસ બેન્ડ ₹133/-થી ₹140/- નિર્ધારિત કરી છે.
વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મિશ્ર વલણ જોવા મળ્યું છે. જ્યારે દિલ્હી અને મુંબઈ જેવા મુખ્ય મહાનગરોમાં ભાવ સ્થિર છે, અન્ય શહેરોમાં વધઘટ નોંધવામાં આવી છે.